ટિલ્ડા સ્ત્રીઓ અને તેમના પરિવારો સાથે સંપર્ક, સાધનસજ્જ કરવા અને પ્રેરણા આપવા માટે સમર્પિત બિનનફાકારી સંસ્થા લેડીઝ ઓફ વર્ચ્યુ આઉટરીચ CIC (LOVO) સાથે તેની પાર્ટનરશિપની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આ પાર્ટનરશિપના ભાગ તરીકે LOVO ના આગામી 12 મહિના માટેના ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કરવા ટિલ્ડા 10,000 પાઉન્ડનું દાન આપશે. આ ઉપરાંત, પાર્ટનરશિપમાં સાંસ્કૃતિક વૈવિધ્યતાની ઊજવણી અને સ્ત્રીઓનાં સશક્તિકરણનાં હેતુસર બહુલક્ષી સંયુક્ત કોમ્યુનિટી ઈનિશિયેટિવ્ઝનો પણ સમાવેશ કરાશે.
લેડીઝ ઓફ વર્ચ્યુ આઉટરીચ CIC (LOVO) સામુદાયિક સશક્તિકરણ તથા ગરીબી, બેરોજગારી અને ઘરેલું હિંસા જેવાં પડકારોનો સામનો કરવામાં મોખરે રહે છે. LOVO તેના કોમ્યુનિટી, વિકાસ, કૃતજ્ઞતા, સ્વસંભાળ અને શાણપણના મુખ્ય પાંચ સ્તંભો મારફત વ્યક્તિગત સક્ષમતાને વિકસાવે છે. LOVOના મિશનમાં પેકહામ ખાતે સાપ્તાહિક ગ્લોબલ લંચ સીમાચિહ્ન સમાન છે જ્યાં વિવિધ સાંસ્કૃતિક પશ્ચાદભૂ સાથેની સ્ત્રીઓ તેમની પરંપરાગત વાનગીઓને સહભાગી બનાવવાં એકત્ર થાય છે. આ ભોજનમાં રાઈસ-ચોખા સામાન્ય ઘટક હોવાંથી ટિલ્ડાનો સપોર્ટ LOVOની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને એકતાની ઊજવણીને સંપૂર્ણપણે સુસંગત બની રહે છે.
ટિલ્ડા દ્વારા 10,000 પાઉન્ડનું દાન LOVOના ઈંગ્લિશ ભાષાના પ્રોગ્રામ્સ અને 12 મહિના માટે સાપ્તાહિક ગ્લોબલ લંચને સહાયકારી બની રહેશે અને વધુ જરૂરિયાતમંદ સ્ત્રીઓ સુધી પહોંચવા અને તેમને મદદ કરવાની તેની સક્ષમતાને વિસ્તારશે. LOVOના સ્થાપક અને ડાયરેક્ટર ઓલા ઓલિવ સ્ટીફને જણાવ્યું હતું કે,‘ ટિલ્ડા સાથેની આ પાર્ટનરશિપ અમારી સંસ્થા માટે નોંધપાત્ર આગેકદમ છે. આ ભંડોળ અમને વધુ સ્ત્રીઓ સુધી પહોંચવા તેમજ તેમને પડકારોને પહોંચી વળવા અને સંતોષકારક જીવન ગુજારવા જે સાધનો અને મદદની જરૂરિયાત છે તે પૂરી પાડવામાં મદદરૂપ બનશે.’
ફાઈનાન્સિયલ સપોર્ટ ઉપરાંત, ટિલ્ડા અને LOVO વચ્ચે સહકારમાં 2024માં શ્રેણીબદ્ધ કોમ્યુનિટી ઈવેન્ટ્સ, સ્થાનિક કોમ્યુનિટીઓ સાથે સંપર્ક રાખી તેમને મૂલ્યવાન સપોર્ટ અને રિસોર્સીસ પૂરા પાડવાનો સમાવેશ થાય છે. પ્રથમ સંયુક્ત ઈવેન્ટ પેકહામમાં જૂનમાં ઉત્સાહપૂર્ણ કોમ્યુનિટી મેળાવડાનો થયો હતો જ્યાં ઝુમ્બા ક્લાસીસ, ન્યૂટ્રિશનિસ્ટ – પોષણયુક્ત આહાર વિશે વાતચીત અને સ્વાસ્થ્ય કલ્યાણ જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આગળ વધીને આ પાર્ટનરશિપ સપ્ટેમ્બર મહિનામાં આ સહકારની અસરને મહત્તમ બનાવવાની ખાતરી સાથે બીજા મોટા ઈવેન્ટ તરફ જશે.
ટિલ્ડાના મેનેજિંગ ડાયરેક્ટર જીન ફિલિપ્પેએ જણાવ્યું હતું કે,‘ મહિલાઓને વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ સશક્ત બનાવવાના LOVOના મિશનમાં ભાગીદાર બનવામાં અમે સન્માનિત થયા છીએ. અમે ટિલ્ડામાં આપણી કોમ્યુનિટી અને સાંસ્કૃતિક વૈવિધ્યતાને મજબૂત બનાવવાના મહત્ત્વમાં અમારી માન્યતા સાથે સુસંગત બની રહેતાં ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કરવામાં અમે પ્રતિબદ્ધ છીએ.’
2023માં ટિલ્ડાનું B Corp સર્ટિફિકેશન સામાજિક અને પર્યાવરણીય જવાબદારીના ઉચ્ચતમ માપદંડોને પહોંચી વળવાની તેની પ્રતિબદ્ધતાનું મહત્ત્વ દર્શાવે છે. વૈવિધ્યતાની હિમાયતી સંસ્થાઓને સપોર્ટ કરીને સમાજને રચનાત્મક રીતે યોગદાન આપવાના ટિલ્ડાના પ્રવર્તમાન પ્રયાસોમાં આ પાર્ટનરશિપ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. LOVOની સાથે રહીને ટિલ્ડા સ્ત્રીઓ અને તેમના પરિવારોનાં જીવનમાં એવાં ભવિષ્યની રચના કરવા જ્યાં તેની તમામ ખુશબુ પ્રસરતી રહે તેવો ગણનાપાત્ર તફાવત લાવવા ઉત્સુક છે.