ટીમ મોદીમાં ૧૫ કેબિનેટ - ૨૮ રાજ્યકક્ષાના પ્રધાનોના શપથ, ખાતાં ફાળવાયાં

Wednesday 14th July 2021 03:43 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બીજી ટર્મની સરકારમાં ૪૩ ચહેરાને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરાયા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે સાતમી જુલાઇએ આયોજિત શપથગ્રહણ સમારોહમાં રાષ્ટ્રપતિ કોવિંદે કેબિનેટ કક્ષાના ૧૫ અને રાજ્યકક્ષાના ૨૮ સહિત કુલ ૪૩ પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. જેમાં રાજ્યકક્ષાના પ્રધાનમાંથી કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે પ્રમોશન મેળવનાર ૭ વર્તમાન પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. સાદગીપૂર્ણ શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
શપથગ્રહણ સમારોહમાં સૌથી પહેલાં મહારાષ્ટ્રના ભાજપના સાંસદ નારાયણ રાણેએ શપથ લીધાં હતાં. ત્યારબાદ સર્વાનંદ સોનોવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના ૧૫ નેતાઓને કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.
રાજ્યવાર વાત કરીએ તો આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીનો સામનો કરનારા ઉત્તર પ્રદેશના સૌથી વધુ ૭ અને ગુજરાતના ૫ સાંસદોને કેબિનેટમાં સામેલ કરાયા છે. ગુજરાતના પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પહેલેથી રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ફરજ બજાવી રહ્યા હતા, જેને હવે કેબિનેટકક્ષાના પ્રધાન તરીકે પ્રમોટ કરાયા છે. ગુજરાતમાંથી દર્શનાબેન જરદૌશ, દેવુસિંહ ચૌહાણ અને ડો. મહેન્દ્રભાઇ મુંજાપરાને કેન્દ્રીય પ્રધાનમંડળમાં નવી એન્ટ્રી મળી છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના ૪-૪ સાંસદોને પ્રધાનમંડળમાં સામેલ કરાયા છે. વધુ ૭ મહિલા સાંસદોએ રાજ્યકક્ષાના પ્રધાનતરીકે શપથગ્રહણ કર્યા હતાં.
મોદીની નવી ટીમમાં ૩૧ ઉચ્ચ શિક્ષણ ધરાવતા પ્રધાન સામેલ કરાયા છે. જેમાંથી ૬ ડોક્ટર, ૧૩ વકીલ, પાંચ એન્જિનિયર અને સાત પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે.

નવનિયુક્ત કેબિનેટ પ્રધાન

૧. નારાયણ રાણે – એમએસએમઇ મંત્રાલય
૨. સર્વાનંદ સોનોવાલ – બંદર-શિપિંગ-જળમાર્ગ મંત્રાલય અને આયુષ મંત્રાલય
૩. ડો. વીરેન્દ્ર કુમાર – સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
૪. જ્યોતિરાદિત્ય સિંધિયા – સિવિલ એવિએશન મંત્રાલય
૫. રામચંદ્ર પ્રસાદ સિંહ – પોલાદ મંત્રાલય
૬. અશ્વિની વૈષ્ણવ – રેલવે મંત્રાલય, કોમ્યુનિકેશન મંત્રાલય અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય
૭. પશુપતિ કુમાર પારસ – ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રાલય
૮. ભૂપેન્દ્ર યાદવ - પર્યાવરણ અને વન મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય

આ પ્રધાનોને પડતાં મૂકાયાં...

૧. ડો. હર્ષવર્ધન – આરોગ્ય પ્રધાન
૨. રવિશંકર પ્રસાદ – કાયદા અને આઇટી પ્રધાન
૩. પ્રકાશ જાવડેકર – માહિતી અને પ્રસારણ પ્રધાન
૪. સદાનંદ ગોવડા – ખાતર અને રસાયણ પ્રધાન
૫. સંતોષ ગંગવાર – શ્રમ પ્રધાન
૬. રમેશ પોખરિયાલ નિશંક – શિક્ષણ પ્રધાન
૭. બાબુલ સુપ્રિયો – વન અને પર્યાવરણ પ્રધાન
૮. દેબશ્રી ચૌધુરી – મહિલા અને બાળવિકાસ પ્રધાન
૯. રતનલાલ કટારિયા – જળશક્તિ રાજ્ય પ્રધાન
૧૦. થાવરચંદ ગેહલોત – સામાજિક ન્યાય, સશક્તીકરણ પ્રધાન
૧૧. સંજય ધોત્રે – શિક્ષણ રાજ્ય પ્રધાન
૧૨. પ્રતાપ સારંગી – પશુપાલન, ડેરી, મત્સ્ય રાજ્ય પ્રધાન

રાજ્ય પ્રધાનમાંથી કેબિનેટ પ્રધાન તરીકે પ્રમોશન મેળવનારા

૧. કિરેન રિજિજુ: કાયદા અને ન્યાય મંત્રાલય (અગાઉ - યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન)
૨. રાજકુમાર સિંહ: ઉર્જા મંત્રાલય ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય (અગાઉ - રિન્યુએબલ એનર્જી મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો)
૩. હરદીપ સિંહ પુરી: પેટ્રોલિયમ મંત્રાલય અને હાઉસિંગ-શહેરી બાબતોનું મંત્રાલય (અગાઉ - સિવિલ એવિએશન અને હાઉસિંગ - શહેરી બાબતોના રાજ્ય પ્રધાન)
૪. મનસુખ માંડવિયા: આરોગ્ય મંત્રાલય અને રસાયણ-ખાતર મંત્રાલય (અગાઉ - બંદર અને જહાજ, ખાતર અને રસાયણ રાજ્ય પ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો)
૫. પરષોત્તમ રૂપાલા: પશુપાલન, મત્સ્ય અને ડેરી મંત્રાલય (અગાઉ - કૃષિ રાજ્ય પ્રધાન)
૬. જી. કિશન રેડ્ડી: સંસ્કૃતિ મંત્રાલય, પ્રવાસન મંત્રાલય, ઉત્તરપૂર્વ ભારત વિકાસ મંત્રાલય (અગાઉ - ગૃહ રાજ્યપ્રધાન)
૭. અનુરાગ ઠાકુર: માહિતી અને પ્રસારણ મંત્રાલય, યુવા બાબતો અને રમત મંત્રાલય (અગાઉ - નાણાં અને કોર્પોરેટ બાબતોના રાજ્ય પ્રધાન)

નવનિયુક્ત રાજ્ય પ્રધાન (પક્ષ) રાજ્ય

૧. પંકજ ચૌધરી (ભાજપ) ઉત્તર પ્રદેશ
૨. અનુપ્રિયા પટેલ (અપના દલ) ઉત્તર પ્રદેશ
૩. ડો. સત્યપાલ સિંહ બઘેલ (ભાજપ) ઉત્તર પ્રદેશ
૪. રાજીવ ચંદ્રશેખર (ભાજપ) કર્ણાટક
૫. શોભા કરાન્ડલજે (ભાજપ) કર્ણાટક
૬. ભાનુપ્રતાપ સિંહ વર્મા (ભાજપ) ઉત્તર પ્રદેશ
૭. દર્શના વિક્રમ જરદૌસ (ભાજપ) ગુજરાત
૮. મીનાક્ષી લેખી (ભાજપ) દિલ્હી
૯. અન્નપૂર્ણા દેવી (ભાજપ) ઝારખંડ
૧૦. એ નારાયણ સ્વામી (ભાજપ) કર્ણાટક
૧૧. કૌશલ કિશોર (ભાજપ) ઉત્તર પ્રદેશ
૧૨. અજય ભટ્ટ (ભાજપ) ઉત્તરાખંડ
૧૩. બી એલ વર્મા (ભાજપ) ઉત્તર પ્રદેશ
૧૪. અજય કુમાર (ભાજપ) ઉત્તર પ્રદેશ
૧૫. ચૌહાણ દેવુસિંહ (ભાજપ) ગુજરાત
૧૬. ભગવંત ખુબા (ભાજપ) કર્ણાટક
૧૭. કપિલ મોરેશ્વર પાટિલ (ભાજપ) મહારાષ્ટ્ર
૧૮. પ્રતિમા ભૌમિક (ભાજપ) ત્રિપુરા
૧૯. સુભાષ સરકાર (ભાજપ) પશ્ચિમ બંગાળ
૨૦. ભાગવત કિશનરાવ કરાડ (ભાજપ) મહારાષ્ટ્ર
૨૧. રાજકુમાર રંજન સિંહ (ભાજપ) મણિપુર
૨૨. ડો. ભારતી પ્રવીણ પવાર (ભાજપ) મહારાષ્ટ્ર
૨૩. બિશ્વેશ્વર ટુડુ (ભાજપ) ઓડિશા
૨૪. શાંતનુ ઠાકુર (ભાજપ) પશ્ચિમ બંગાળ
૨૫. ડો. મુંજાપરા મહેન્દ્રભાઇ (ભાજપ) ગુજરાત
૨૬. જ્હોન બાર્લા (ભાજપ) પશ્ચિમ બંગાળ
૨૭. ડો. એલ મુરુગન (ભાજપ) તામિલનાડુ
૨૮. નિતિશ પ્રમાણિક (ભાજપ) પશ્ચિમ બંગાળ

પ્રધાનમંડળમાં કયા રાજ્યમાંથી
કેટલું પ્રતિનિધિત્વ વધ્યું?

• ઉત્તર પ્રદેશ ૭ • ગુજરાત ૫ • મહારાષ્ટ્ર ૪ • બંગાળ ૪ • કર્ણાટક ૪ • બિહાર ૩ • મધ્ય પ્રદેશ ૨ • ઓડિશા ૨ • દિલ્હી ૧ • આસામ ૧ • અરુણાચલ  ૧ • મણિપુર ૧ • રાજસ્થાન ૧ • પંજાબ ૧ • તેલંગણ ૧ • હિમાચલ ૧ • ઝારખંડ ૧ • ઉત્તરાખંડ ૧ • ત્રિપુરા ૧ • તામિલનાડુ ૧


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter