મુંબઇઃ ક્રિકેટચાહકો જેનો લાંબા સમયથી ઇંતઝાર કરી રહ્યા હતા તે ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ મુદ્દે ભલે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો ન હોય, પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ જાહેર કરેલા આ ટાઇમટેબલ અનુસાર આ બન્ને ટીમો વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપમાં ટક્કર નક્કી થઇ ગઇ છે. ભારત-પાકિસ્તાનની ટીમો એક જ ગ્રૂપમાં છે અને બન્ને વચ્ચે ૧૯ માર્ચે ધર્મશાળામાં ટક્કર થશે.
આઇસીસીએ જાહેર કરેલા ગ્રૂપ પર નજર ફેરવતા જણાય છે કે ભારતને કઠોર ગ્રૂપમાં રાખવામાં આવ્યું છે. જેમાં કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. યજમાન ભારત ૧૫ માર્ચે નાગપુરમાં ન્યૂ ઝીલેન્ડ સામે મેચ રમીને આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ કરશે.
આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ આઠ માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ભારતના વિવિધ શહેરોમાં રમાડવામાં આવશે. ટૂર્નામેન્ટ દરમિયાન ૧૬ ટીમો વચ્ચે કુલ ૩૫ મેચો રમાશે. કુલ ૩૮ કરોડ રૂપિયાની પ્રાઇસ મની ધરાવતી આ ટૂર્નામેન્ટના વિજેતાને રૂ. ૨૪ કરોડ જ્યારે રનર અપને રૂ. ૧૦ કરોડ મળશે. આ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલ મેચો દિલ્હી અને મુંબઇમાં રમાશે જ્યારે ફાઇનલ મુકાબલો ઐતિહાસક મેદાન કોલકતાના ઇડન ગાર્ડન પર રમાડવામાં આવશે. આ મુકાબલા ૩૦ અને ૩૧મી માર્ચે રમાશે.
આઇસીસી અધ્યક્ષ શશાંક મનોહરે ૧૧ ડિસેમ્બરે મુંબઇમાં આ કાર્યક્રમની જાહેરાત કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સચિવ અનુરાગ ઠાકુરના વતન ધર્મશાળામાં ભારત અને પાકિસ્તાનની મેચનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. આ વર્લ્ડ કપમાં કુલ ૧૬ ટીમો ભાગ લેશે અને આ બીજી વાર છે કે જ્યારે ટેસ્ટ મેચ રમતા ૧૦ એસોસિએટ્સ દેશો ઉપરાંત અન્ય છ ટીમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ આ ટુર્નામેન્ટમાં ગત ચેમ્પિયન છે.
ક્વોલિફાઇંગ ગ્રૂપ
ગ્રૂપ-એઃ બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, આયર્લેન્ડ, ઓમાન
ગ્રૂપ-બીઃ ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ, હોંગકોંગ, અફઘાનિસ્તાન
સુપર ૧૦ ગ્રૂપ
ગ્રૂપ-૧ઃ શ્રીલંકા, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇંડિઝ, ઇંગ્લેન્ડ, ક્વોલિફાઇંગ ગ્રૂપ-બીનો વિજેતા
ગ્રૂપ-૨ઃ ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, ક્વોલિફાઇંગ ગ્રૂપ-એનો વિજેતા
ટાઇમ ટેબલ
૮ માર્ચ ઝિમ્બાબ્વે-હોંગ કોંગ / સ્કોટલેન્ડ-અફઘાનિસ્તાન (નાગપુર)
૯ માર્ચ બાંગ્લાદેશ-નેધરલેન્ડ / આર્યલેન્ડ-ઓમાન (ધર્મશાળા)
૧૦ માર્ચ સ્કોટલેન્ડ-ઝિમ્બાબ્વે / હોંગ કોંગ-અફઘાનિસ્તાન (નાગપુર)
૧૧ માર્ચ નેધરલેન્ડ્સ-ઓમાન / બાંગ્લાદેશ-આયર્લેન્ડ ધર્મશાળા
૧૨ માર્ચ ઝિમ્બાબ્વે-અફઘાનિસ્તાન / સ્કોટલેન્ડ-હોંગકોંગ નાગપુર
૧૩ માર્ચ નેધરલેન્ડ્સ-આયર્લેન્ડ / બાંગ્લાદેશ-ઓમાન ધર્મશાળા
૧૫ માર્ચ ભારત-ન્યૂ ઝીલેન્ડ નાગપુર
૧૬ માર્ચ વિન્ડીઝ-ઈંગ્લેન્ડ મુંબઈ
૧૬ માર્ચ પાકિસ્તાન - ક્વોલિફાયર કોલકતા
૧૭ માર્ચ ઓસ્ટ્રેલિયા-ન્યૂ ઝીલેન્ડ ધર્મશાળા
૧૮ માર્ચ ઈંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા મુંબઈ
૧૯ માર્ચ ભારત-પાકિસ્તાન ધર્મશાળા
૨૦ માર્ચ સાઉથ આફ્રિકા - ક્વોલિફાયર મુંબઈ
૨૦ માર્ચ શ્રીલંકા-વેસ્ટ ઈન્ડિઝ - બેંગલૂરુ
૨૧ માર્ચ ઓસ્ટ્રેલિયા-ક્વોલિફાયર બેંગલૂરુ
૨૨ માર્ચ ન્યૂ ઝીલેન્ડ-પાકિસ્તાન ચંદીગઢ
૨૩ માર્ચ ઈંગ્લેન્ડ-ક્વોલિફાયર બેંગલૂરુ
૨૩ માર્ચ ભારત-ક્વોલિફાયર બેંગલૂરુ
૨૫ માર્ચ ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન ચંદીગઢ
૨૫ માર્ચ સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇંન્ડિઝ નાગપુર
૨૬ માર્ચ ન્યૂ ઝીલેન્ડ-ક્વોલિફાયર કોલકતા
૨૭ માર્ચ ઈંગ્લેન્ડ-શ્રીલંકા દિલ્હી
૨૭ માર્ચ ભારત-ઓસ્ટ્રેલિયા ચંદીગઢ
૨૭ માર્ચ વેસ્ટ ઇંન્ડિઝ-ક્વોલિફાયર નાગપુર
૨૮ માર્ચ સાઉથ આફ્રિકા-શ્રીલંકા દિલ્હી
૩૦ માર્ચ પ્રથમ સેમિ-ફાઈનલ દિલ્હી
૩૧ માર્ચ બીજી સેમિ-ફાઈનલ દિલ્હી
૩૧ માર્ચ બીજી સેમિ-ફાઈનલ મુંબઈ
૩ એપ્રિલ ફાઈનલ કોલકતા