નવી દિલ્હીઃ ટ્રમ્પ ટેરિફ ભારત માટે આફતમાં અવસર સાબિત થશે. ભારત પર 27 ટકા જ્યારે ચીન પર તો પહેલાં 34 ટકા (અને હવે તોતિંગ 104 ટકા) ટેરિફ લાદવામાં આવ્યો છે અને તેનો અમલ પણ 9 એપ્રિલથી શરૂ થઇ રહ્યો છે. સાદા શબ્દોમાં સમજીએ તો, ચીન પર ભારત કરતાં લગભગ ચાર ગણો ટેરિફ લદાયો છે.
ભારતીય ફાર્મા સેક્ટરને ટેરિફથી અત્યારે તો રાહત મળી છે. જ્યારે ચીન પર ઊંચા ટેરિફનો ફાયદો ભારતના ઈલેક્ટ્રોનિક સેક્ટરને મળી શકે છે. આ બંને સેક્ટરોની અમેરિકાને થનારી કુલ ભારતીય નિકાસમાં લગભગ 24 બિલિયન ડોલર (રૂ. 2 લાખ કરોડ)નો હિસ્સો છે. જે ભારત માટે ફાયદાની વાત છે. ભારત સરકારે પણ કહ્યું છે કે ટેરિફ ભારત માટે કોઈ આંચકો નથી, પરંતુ ‘મિક્સબેગ’ છે. ટેરિફનું સમાધાન ભારત-અમેરિકા વચ્ચે લગભગ 500 બિલિયન ડોલર (42.75 લાખ કરોડ રૂ.)ની ટ્રેડ ડીલ ડીલ હોય હોય શકે છે. તેના પર પહેલા તબક્કાની બેઠક થઇ ચુકી છે. સપ્ટેમ્બર સુધી ડીલ ફાઇનલ થઇ જશે.
ભારત માટે કઇ રીતે
ફાયદાકારક બની શકે?
• ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઃ ટેક્સટાઇલ સેક્ટરમાં આપણા હરીફ બાંગ્લાદેશ પર 37 ટકા જ્યારે વિયતનામ પર 46 ટકા ટેરિફ લદાયો છે. 3 બિલિયન ડોલરની નિકાસવાળા ભારતના ગારમેન્ટ સેક્ટરને અમેરિકામાં નવા સપ્લાય ઓર્ડરથી ફાયદો મળી શકે છે. ભારતમાં આ
બંને દેશો કરતાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.
• કયા સેક્ટર પ્રભાવિત થશેઃ જેમ્સ એન્ડ જવેલરી સેક્ટર પ્રભાવિત થવાની સર્વાધિક આશંકા છે. અત્યારે લૂઝ ડાયમંડ પર શૂન્ય જ્યારે આભૂષણો પર 7 ટકા સુધી ટેરિફ છે. હવે તે 27 ટકા થઇ જશે. અત્યારે અમેરિકાની જરૂરિયાતના 30 ટકા આયાત ભારતથી થાય છે. ભારતની દર વર્ષે અંદાજે 11 બિલિયન ડોલરની નિકાસ થાય છે.
• ભારતને ટેરિફ વોરથી ફાયદો થશે?: ટેરિફનું દબાણ ભારતને પોતાના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત કરવા અને નિકાસ માટે નવો માર્કેટને શોધવા માટે પ્રેરિત કરી શકે છે. ભારતને મેક ઇન ઇન્ડિયાને વેગ આપવાની તક મળશે. અન્ય દેશોની તુલનામાં ભારત ઓછો ટેરિફ છે.