નવી દિલ્હીઃ ભારતના ચાર દિવસના પ્રવાસે પહોંચેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સાથેની દ્વિપક્ષી ચર્ચામાં અપેક્ષા પ્રમાણે જ આગામી દિવસોમાં થનારી ટ્રેડ ડીલ અને ટેરિફ કેન્દ્રસ્થાને રહ્યા છે. મંત્રણામાં વેન્સ અને અમેરિકી અધિકારીઓએ હકારાત્મક વલણ સાથે દ્વિપક્ષી સહકારના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. બન્ને દેશો વચ્ચે આગામી સપ્ટેમ્બર સુધીમાં 500 બિલિયન ડોલરની ટ્રેડ ડીલ થવા સંભાવના છે. (વિશેષ અહેવાલ - પાન 17 અને 27)