રોયલ એર ફોર્સના સહયોગમાં એશિયન વોઈસનો વાર્ષિક ‘બી ધ ચેઈન્જ, ડાયવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન’ ઈવેન્ટ 27 એપ્રિલે હાઉસ ઓફ કોમન્સના ટેરેસ પેવેલિયન ખાતે યોજાયો હતો. ગુજરાત સમાચારના પ્રકાશન તમજ વૈવિધ્યતા અને સમાવેશિતા સહિત ચાવીરૂપ સામાજિક મુદ્દાઓ પર પાંચ દાયકાના અભિયાનોનાં 50 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ઈવેન્ટ વિશેષ મહત્ત્વ ધરાવે છે. ફેલ્ધામ એન્ડ હેશ્ટનનું 2011થી પ્રતિનિધિત્વ કરી રહેલાં સાંસદ સીમા મલ્હોત્રા આ સાંજનાં યજમાનપદે હતાં. ઓનરરી એર કોમોડોર વેરોનિકા પિકરિંગ DL એ રોયલ એરફોર્સ વતી સંબોધન કર્યું હતું. તેમણે પબ્લિક સેક્ટરમાં લગભગ 30 વર્ષ કામ કર્યું છે અને તેઓ 504 (કાઉન્ટી ઓફ નોટિંગહામ)ના ઓનરરી એર કોમોડોર તેમજ નોટિંગહામશાયર માટે ડેપ્યુટી લેફ્ટનન્ટ છે.
ઓડિયન્સ સાથે કેટલાંક નીરિક્ષણો વ્યક્ત કરતાં સીમા મલ્હોત્રા MPએ જણાવ્યું હતું કે, ‘વૈવિધ્યપૂર્ણ વંશીય જૂથોની વસ્તીની ટકાવારી 2019માં 15 ટકા હતી તે વધીને 2026માં 21 ટકા અને 2051માં વધીને 30 ટકા પહોંચવાનો અંદાજ મૂકાયો છે. CMIનું સંશોધન દર્શાવે છ કે વર્કપ્લેસમાં વિવિધ વંશીય પશ્ચાદભૂ ધરાવતા 100,000 મેનેજર્સ ઓછાં જોવાં મળે છે. આ જ પ્રમાણે, યુકેમાં નીચલા સ્તરની સામાજિક-આર્થિક પશ્ચાદભૂ સાથેના 420,000 મેનેજર્સ ઓછાં જોવાં મળે છે.’
આ ઈવેન્ટમાં પેનલચર્ચાનું સંચાલન હેમરાજ ગોયેલ ફાઉન્ડેશન અને હોલમાર્ક ફાઉન્ડેશનના અધ્યક્ષા અને ટ્રસ્ટી અનિતા ગોયેલ MBEએ સંભાળ્યું હતું જ્યારે,ડો. અમિત પટેલ, ડો. ઝૂબૈદા હક અને કૃષ્ણા ઓમકાર પેનલચર્ચામાં જોડાયા હતા.
કોર્પોરેટ લોયર તરીકે તાલીમ ધરાવતા કૃષ્ણા ઓમકાર રિટર્ન ઓન ઈક્વિટીના સ્થાપક છે તેમજ પ્રાઈવેટ સેક્ટર અને સિવિલ સોસાયટીના વિશ્વો વચ્ચે સેતુ બની રહેવામાં મોખરે છે. તેઓ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, C-suite એક્ઝિક્યુટિવ્ઝ અને કોર્પોરેશનોને ઈક્વિટેબલ પરિણામો અને લાંબા ગાળાની ચિરસ્થાયી વૃદ્ધિના સર્જનના મુદ્દાઓ પર સલાહ આપે છે. LGBT+ કોમ્યુનિટીના સભ્યો સમાન અધિકારો માણે તેની ચોકસાઈ કરવામાં યુકે આગળ વધ્યું છે તે સ્વીકારવા સાથે કૃષ્ણાએ અફસોસ દર્શાવ્યો હતો કે વિશ્વના મોટા ભાગના વિસ્તારોમાં હજુ ઘણું કરવાનું બાકી છે. એક દાયકાથી વધુ અનુભવ સાથેના તાલીમબદ્ધ કોર્પોર્ટ લોયર કૃષ્ણાએ 60થી વધુ જ્યુરિડિક્શન્સમાં ફેલાયેલી અને 200 બિલિયન ડોલરથી વધુ મૂલ્ય ધરાવતી બાબતો પર સલાહો આપેલી છે. કૃષ્ણા ઓમકારે કહ્યું હતું કે,‘હું માનું છું કે આપણે એક બાબત કરવાની છે જેમાં આપણે ખરેખર અન્યાયને કેવી રીતે બદલી શકીએ તેના પર ધ્યાન આપવું જોઈએ અને LGBT+ કોમ્યુનિટીના અધિકારોને વ્યાખ્યાબદ્ધ કરવા જોઈએ.’
ધ ઈક્વિટી ટ્રસ્ટના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રનીમીડના પૂર્વ ઈન્ટ્રિમ સીઈઓ અને ડેપ્યુટી ડાયરેક્ટર ડો. ઝૂબૈદા હકે જણાવ્યું હતું કે,‘વૈવિધ્યતા અને સમાવેશિતા એવી બાબત નથી જે અંદરખાને કરાતી હોય. આ એના વિશેની બાબત નથી જે તમે બંધબારણે કરતા હો. આ તો તમે બહારના વિશ્વને જે સંદેશો પાઠવો છો તેના વિશેની વાત છે. આ વિવિધ પશ્ચાભૂ સાથેના સભ્યોમાં ભરોસો જળવાય અને તેઓ આપણામાંથી એક છે તેમ કહેવાનો આત્મવિશ્વાસ ધરાવી શકે તેના વિશેની વાત છે.’ ડો. ઝૂબૈદા ઈક્વલિટી, જાતિવાદવિરોધી, સમાવેશિતા અને સામાજિક ન્યાયના ક્ષેત્રોમાં સઘન સીનિયર મેનેજમેન્ટ અનુભવ ધરાવે છે. તેમની પાસે વિવિધ સરકારી વિભાગો, થિન્ક ટેન્ક્સ, યુનિવર્સિટીઓ, નેશનલ કમિશન્સ અને વોલન્ટરી સેક્ટરમાં કામ કરવાનો અનુભવ છે.
ડો. અમિત પટેલ બેસ્ટ સેલિંગ લેખક, ટીવી પ્રેઝન્ટર, ડાયવર્સિટી, ઈક્વિટી અને ઈન્ક્લુઝન કન્સલ્ટન્ટ, મોટિવેશનલ સ્પીકર, ડિસેબિલિટી રાઈટ્સ કેમ્પેઈનર અને ચેરિટી ટ્રસ્ટી છે. તેઓ ઈમર્જન્સી મેડિસિનના નિષ્ણાત છે. તેઓ 2013થી અત્યંત નબળી દૃષ્ટિક્ષમતા (અંધ) તરીકે રજિસ્ટર્ડ છે. અમિતને 2015માં તેમના પ્રથમ ગાઈડ શ્વાન (ગાઈડ ડોગ) કીકા સાથે મેળવાયા હતા. કીકા તેમના માટે ‘કીકા એન્ડ મી’ પુસ્તક લખવા માટે પ્રેરણારૂપ હતો જેને 2020માં પાન મેકમિલન દ્વારા પ્રકાશિત કરાઈ હતી. તેમણે કહ્યું હતું કે,‘હું માત્ર બોક્સમાં ટિક કરે તેવી વ્યક્તિ બની રહેવા માગતો નથી. હું પરિવર્તન થાય તેમ કરવા માગું છું. દિવ્યાંગ – ડિસેબલ્ડ લોકો બેનિફિટ્સ પર જીવી શકે નહિ. દિવ્યાંગ વ્યક્તિ માટે બેનિફિટસની કોસ્ટ ઘણી વધુ હોય છે. હું માનું છું કે સશક્ત વ્યક્તિ તેની રોજબરોજની કામગીરીમાં જે કરે છે તેનાથી વધુ 550 પાઉન્ડ જેટલી હોય છે અને તે માત્ર બેનિફિટ્સની ચૂકવણીથી પૂર્ણ થતી નથી. આપણે બધા જ કામ કરવાની, ડિસેબિલિટી સાથે મુખ્ય પ્રવાહની શાળામાં જવાની અને ટોપ ક્લાસ ડીગ્રી સાથે બહાર આવવાની મહત્ત્વાકાંક્ષા ધરાવીએ છીએ. આમ છતાં, કર્મચારી તમારી ડિસેબિલિટી પોલિસી સંબંધને જોવાનો આગ્રહ રાખે છે. અને આવામાં જ આપણે પરિવર્તન લાવવાની જરૂર છે.
એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL)ના ચેરમેન સી.બી. પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.
એશિયન વોઈસના મેનેજિંગ એડિટર, રુપાંજના દત્તાએ ઈવેન્ટનું યજમાનપદ સંભાળ્યું હતું.