દૂરદર્શી નેતાની સાથે આપણી સંસ્કૃતિ, કોમ્યુનિટી અને માતૃભૂમિને આદરાંજલિ

ગુજરાત સમાચારની 50 વર્ષની સુવર્ણજયંતી ઉજવણીના ભાગરૂપે શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનું સન્માન

Tuesday 14th March 2023 06:39 EDT
 
 

લંડનઃ ગુજરાત સમાચાર સાપ્તાહિકની 50 વર્ષની સુવર્ણજયંતી ઉજવણીના ભાગરૂપે ભારતના પરગજુ, સેવાભાવી, કલ્પનાશીલ નેતા, ડાયમંડ માંધાતા શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનું સન્માન કરવા 6 માર્ચ, 2023ના રોજ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે પ્રતિષ્ઠારૂપ ઈવેન્ટ ‘ડાયમન્ડ્સ આર ફોરએવર, સો આર મોરલ્સ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યુકેમાં વસતી એશિયન કોમ્યુનિટીઓને એકસંપ કરવા અને આપણી સંસ્કૃતિ, મૂલ્યો અને નીતિમત્તાને યાદ કરવા એકબીજાને સારી રીતે સમજી શકાય તેવા ધ્યેય સાથે યોજાયો હતો.

શ્રી ગોવિંદભાઈ ધોળકિયા 6000થી વધુ ટીમ મેમ્બર્સ સાથે કાર્યરત વૈશ્વિક ડાયમન્ડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિ. (SRK)ના સ્થાપક અને ચેરમેન છે. તેમણે પાંચ દાયકા કરતકાં વધુ સમયથી નિઃસ્વાર્થ સામાજિક કલ્યાણની કામગીરીના યોગદાન થકી હજારો લોકોના હૃદયને સ્પર્શ્યા છે. તેમના વિવિધ ટ્રસ્ટોના નેજા હેઠળ 3 મિલિયનથી વધુ લોકોએ શૈક્ષણિક સ્કોલરશિપ્સ અને તાકીદની મેડિકલ જરૂરિયાતો માટે નાણાકીય સપોર્ટ મેળવ્યો છે.

સુભાષ ઠકરાર આ સલૂણી સાંજના યજમાનપદે હતા. વિશિષ્ટ આમંત્રિત મહેમાનોમાં લોર્ડ લૂમ્બા, લોર્ડ પારેખ, લોર્ડ રેન્જર, લોર્ડ ધોળકીઆ, લેડી ધોળકીઆ. ધ મેયર કાઉન્સિલર સુનિલ ચોપરા, મેયોરેસ વર્ષા ચોપરા, શૈલેશ વારા MP, વિરેન્દ્ર શર્મા MP, ગગન મોહિન્દ્રા MP, H.E. નિમિષા માધવાણી, ભારતીય હાઈ કમિશનના મિસ ઓવેશા ઈકબાલ FS, અમીશ ત્રિપાઠી, ડો. એમ. નંદકુમાર, આનંદ ધામેચા અને મિ. શ્રીરામનો સમાવેશ થયો હતો.

ઈન્ટરનેશનલ ડાયમન્ડ સેક્ટરના મહાનુભાવોમાં મારવાન નિકોલસ સી., સારાહ કપુઈજલાર્સ, નાઈજેલ સિમ્સન, અભિનવ ગટ્ટાણી, મેલેની ગ્રાન્ટ, નીલ ફિલિપ હોલનેસ, નીલ એન્થોની જે., રિનાટ રાકેફેટ જે.,થોમસ સ્ટિફન ડી., રોહિત ગુપ્તા, વિવેક ખંડેલવાલ, એવિએલ સિમોન બી અને સંજય ખંડેલવાલનો સમાવેશ થયો હતો.

એકેડેમિક્સ-વિદ્વાનોમાં પ્રોફેસર ડાબીડીન, ડો. કરમ મારવાહ, સિમરત મારવાહ, ડો. કેશવ સિંઘલ, ડો. વરુણ ઉબેરોય, પ્રોફેસર પરાગ સિંઘલ, ડો. નેહા સિંઘલ અને ડો. નીતિન બી. પારેખ ઉપસ્થિત હતાં.

કોમ્યુનિટીના ઉપસ્થિત સભ્યોમાં મુકેશભાઈ પટેલ, દીલીપભાઈ મીઠાણી, ડો. જયશ્રી મહેતા, કૃષ્ણા પૂજારા, કાન્તિભાઈ નાગડા, વિનોદ ઠકરાર, માવજીભાઈ, મિસ શિખા સોની, અમિત રાજા અને કેઈશા શાહનો સમાવેશ થયો હતો. ધોળકીઆ પરિવારમાંથી શ્રી ગોવિંદભાઈ ધોળકીઆ, ચંપાબહેન ધોળકીઆ, શ્રેયાંશ ધોળકીઆ, સ્વિટી ધોળકીઆ, મિનાક્ષી સોજિત્રા, અનિલ સોજિત્રા, શ્વેતા કેવડિયા, ક્રિશિવ કેવડિયા, ધ્રુવલ ધોળકીઆ, ધ્યેય સોજિત્રા, હીલ સેલિયા, અર્પિત નારોલા, પર્લ સોજિત્રા અને કમલેશ યાજ્ઞિક ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલે શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના પુસ્તક ‘ડાયમન્ડ્સ આર ફોરએવર, સો આર મોરલ્સ’ વિશે વાત કરી હતી અને ઈવેન્ટ ખાતે ઉપસ્થિત નામાંકિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

આપણી કોમ્યુનિટી અને સંસ્કૃતિને મજબૂત બનાવીએ

ઈવેન્ટના આરંભમાં લૂમ્બા ફાઉન્ડેશનના સ્થાપક લોર્ડ રાજ લૂમ્બાએ જણાવ્યું હતું કે,‘આજની રાત ગુજરાત સમાચારની સુવર્ણજયંતી ઉજવણીનો ભાગ છે. આપણે ભારતના એન્ટ્રેપ્રીન્યોર્સ અને પરગજુ મહાનુભાવોની કદર અને સન્માન કરી રહ્યા છીએ. આ સન્માન માત્ર અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડશે એટલું જ નહિ, તેનાથી આપણી કોમ્યુનિટી અને સંસ્કૃતિ મજબૂત બનશે. આપણે જાણીએ છીએ તેમ સંસ્કૃતિ લોકોને એક સાથે બાંધવા- જોડી રાખવાનું કાર્ય કરે છે.’

લોર્ડ લૂમ્બાએ ઉમેર્યું હતું કે,‘ આની સાથોસાથ કોમ્યુનિટીનું ઋણ ફેડવું પણ ખાસ મહત્ત્વનું છે. હું હંમેશાંથી માનતો આવ્યો છું કે આપવું એ જ સુખી-આનંદિત જીવનનું રહસ્ય છે. જ્યારે તમે કશું પરત કરો છો ત્યારે તમે જરૂરિયાતમંદને મદદ કરો છો. પરત કરવાનો અર્થ એ નથી કે તમે નાણા આપો. વાસ્તવમાં તમે તમારો સમય, તમારું નિષ્ણાત જ્ઞાન અને તમારો નૈતિક સપોર્ટ આપીને પણ લોકોને મદદ કરી શકો છો જેનાથી આપણી કોમ્યુનિટી, દેશ અને સંભવતઃ વિશ્વમાં લોકોનું જીવન સુધરવા સાથે બહેતર બની શકે છે.’

બંને દેશોની ઓળખ અરસપરસ ગૂંથાયેલી છે

ભારત અને બ્રિટન વચ્ચે ઈતિહાસ અને સંબંધો વિશે બોલતા લોર્ડ ભીખુ પારેખે જણાવ્યું હતું કે બ્રિટને આપણને વિશિષ્ઠ નાગરિક અને રાજકીય સંસ્કૃતિ, રાજકીય સંસ્થાઓ અને આર્થિક સંસ્થાઓ આપીને ભારતનું સર્જન કર્યું હતું. જ્યારે પણ રશિયનો અને અન્યો સામે પોતાના રક્ષણની જરૂરિયાત ઉભી થઈ ત્યારે તેણે ભારતનું સર્જન કર્યું, સમગ્ર બ્રિટન આની અંદર સંકળાયેલું હતું, ભારતની ઉપર હાથ રાખવાની આ કવાયતમાં તેઓ સંકળાયેલા હતા. આ બધા જ કારણોસર, ભારત માટે બ્રિટન સહભાગી ભૂતકાળ અને ઓળખની લાગણી સાથેનો એક માત્ર એવો દેશ બની રહ્યો છે. આથી આપણે મગજમાં આ બાબત ખાસ યાદ રાખવાની જરૂર છે. બંને દેશોની ઓળખ એકબીજા સાથે અતિશય રીતે ગૂંથાયેલી છે કારણકે ભારતે બ્રિટનના સર્જનમાં ફાળો આપ્યો છે તો બ્રિટને ભારતનું સર્જન કર્યું છે. ભારતને સમજ્યા વિના તમે બ્રિટનની વ્યાખ્યા આપી શકો નહિ અને બ્રિટનને સમજ્યા વિના તમે ભારતની વ્યાખ્યા આપી શકો નહિ.’ લોર્ડ પારેખે ઉમેર્યું હતું કે,‘ તમારા સહુ માટે મારો યાદ રાખવા જેવો મહત્ત્વનો મુદ્દો એ જ છે કે આપણે સેતુ વિના રહી શકીએ નહિ. આપણને આપણી બ્રિટિશ ઓળખનો ગર્વ છે. બ્રિટિશ હોવું એટલે શું તે આપણા હૃદયમાં છે અને આપણે બ્રિટનની આત્મસમજનો અવિભાજ્ય હિસ્સો છીએ. આનું એક પરિણામ એ છે કે આપણે ઘણી વખત કશું યાદ રાખીએ છીએ અને ઘણી વખત ભૂલી જઈએ છીએ. આનો અર્થ સામ્રાજ્યનો હિસ્સો હોવાનું છે. ભારતીયો ગમે ત્યાં જવા મુક્ત હતા. અહિંસાના પુરસ્કર્તા મહાત્મા ગાંધી જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધમાં લશ્કર માચે સૈનિકોની ભરતી કરી રહ્યા હતા ત્યારે લોકો પૂછતા કે,‘ તમે આ શા માટે કરો છો?’ ત્યારે તેમનો ઉત્તર હતો કે બ્રિટને મારું રક્ષણ કર્યું છે, સામ્રાજ્યમાં હરવાફરવાની મને તક આપી છે. તે જ્યારે જોખમમાં હોય ત્યારે તેના માટે મારે લડવું જ જોઈએ.’

‘ભારતે બ્રિટનનું ઘડતર કર્યું છે અને હવે ભારતીયો બ્રિટનનું ઘડતર કરી રહ્યા છે. ભારતીયો માત્ર વર્તમાન પ્રાઈમ મિનિસ્ટરના સ્વરૂપમાં જ નહિ, તમારા અને મારા સહિત અન્ય સંખ્યાબંધ ભારતીયો, મેડિસીન, કાયદા અને અન્ય કોઈ પ્રકારે આ દેશનું ઘડતર કરી રહ્યા છીએ. આ દેશ આપણો છે એટલા માટે નહિ કે આપણે અહીં વસીએ છીએ. તે આપણો છે કારણકે તેના સર્જનમાં આપણે મદદ કરી છે. જે રીતે બ્રિટિશરો આવીને કહી શકે છે કે અમે ભારત છીએ કારણકે અમે તેનું સર્જન કર્યું છે. પહેલાં ભારતે બ્રિટનનું સર્જન કર્યું અને હવે ભારતીયો બ્રિટનનું સર્જન કરી રહ્યા છે’ તેમ લોર્ડ પારેખે કહ્યું હતું.

ભારત-યુકેના સંબંધો અને ભારતીય મૂલ્યો

યુકે અને ભારત વચ્ચેના વેપારી સંબંધોની વાત કરતા સન્માનીય મહેમાન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે,‘ભારત અને યુકે દીર્ઘકાલીન અને ગાઢ વેપારી સંબંધ તેમજ મજબૂત સંબંધો ધરાવે છે. બંને દેશોને તેનાથી નોંધપાત્ર નાણાકીય લાભ થયો છે. આ સમાયોગના પરિણામે આપણે સમૃદ્ધ થયા મછીએ અને રોજગાર હાંસલ કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના G20 પ્રમુખપદ હેઠળ ‘એક પૃથ્વી. એક પરિવાર. એક ભવિષ્ય’ અથવા ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્રથી દરેક દેશને લાભ થશે તેવા વિચારને સમર્થન આપ્યું છે. લાંબા સમયથી ભારત અને યુકે વચ્ચે સંસ્કૃતિ, સમાજ અને અર્થતંત્રના ક્ષેત્રોમાં પાર્ટનરશિપનું અસ્તિત્વ છે. બંને દેશો એકબીજાને આપી શકે તેવા એડવાન્ટેજીસનો ઉપયોગ કરીને આપણે સારા ભવિષ્યનું નિર્માણ કરી શકીશું. ભારત પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિલ્ડિંગ્સ, IT અને સર્વિસીસ છે જ્યારે યુકે ઈનોવેશનમાં અગ્રેસર છે. આ લક્ષ્યો અને આપણા સર્જનાત્મક સહકાર થકી આપણે સફળ અર્થતંત્રનું સંવર્ધન કરી શકીએ છીએ.’ પોતાના જીવનમાં ભારતીય મૂલ્યોના સમાવેશ બાબતે બોલતા તેમણે કહ્યું હતું કે,‘હું 16 વર્ષનો થયો ત્યાં સુધી મેં ભગવદ ગીતાના દરેક શ્લોક યાદ કરી લીધા હતા. હું 11 વર્ષનો હતો ત્યારથી ગીતાજીનું વાંચન કરતો હતો. આ પછી મેં મારા બિઝનેસ સહિત જીવનના પ્રત્યેક પાસામાં આ પવિત્ર ગ્રંથના સિદ્ધાંતો અનુસાર જીવવાનું શરૂ કર્યું હતું.’ તેમણે કહ્યું હતું કે,‘ હું હિન્દુ સંત અને ઉપદેશક ડોંગરેજી મહારાજની સલાહ અનુસાર જીવું છું જેમણે એક વખત કહ્યું હતું કે,‘ કોઈમાં પરિવર્તન લાવવાની ઈચ્છા ન રાખશો, જો તમે તમારા નજરિયાને બદલશો તો જગત આપમેળે બદલાઈ જશે.’

આ પ્રસંગે બોલતા લોર્ડ રેમી રેન્જરે કહ્યું હતું કે,‘ આપણે માત્ર ભારતમાં તેજ પાથરી રહેલા લોકો માટે જ નહિ પરંતુ, પોતાના કાર્યોથી સમગ્ર વિશ્વમાં પ્રકાશ પાથરનારા લોકો માટે પણ ગર્વ અનુભવીએ છીએ. મને યાદ છે કે સીબી પટેલ એ વ્યક્તિ છે જેમણે આપણને કોમ્યુનિટીની સેવા કરતા શીખવ્યું છે અને તેઓ ધર્મના પ્રખર આસ્તિક છે. તેઓ ખુદ એક સંસ્થા છે.

ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

(તસવીર સૌજન્યઃ રાજ બકરાણીઆ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter