નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા નાણાંકીય વર્ષ 2025-16ના અંદાજપત્રમાં લેવાયેલા 5 મહત્ત્વના નિર્ણયો...
• નિર્ણય-1ઃ રૂ. 12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં. કરદાતાને મોટી રાહત આપતાં ટેક્સ સ્લેબને 7 લાખ રૂપિયાથી વધારીને 12 લાખ કરી દીધો છે. પગારદાર કર્મચારીઓ માટે 75 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે કુલ ટેક્સ છૂટ 12.75 લાખ રૂપિયા થઈ જાય છે.
• નિર્ણય-2ઃ અપડેટેડ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદ્દત હાલની બે વર્ષની સીમાથી વધારીને ચાર વર્ષ કરવા પ્રસ્તાવ. જેમને રિટર્ન ફાઈલ કરવાનું બાકી હશે તેમને રાહત થશે અને રિટર્ન ભરનારા વધશે.
• નિર્ણય-3ઃ 36 જીવનરક્ષક દવાઓ પરની કસ્ટમ્સ ડયૂટી રદ. કેન્સર સહિત ગંભીર બીમારીના દરદીને રાહત. 36 લાઇફસેવિંગ ડ્રગ્સને બેઝિક ડ્યૂટીમાંથી સંપૂર્ણ કરમુક્ત દવાની સૂચિમાં સામેલ કરાશે.
• નિર્ણય-4ઃ નાણાંપ્રધાને સેલ્ફ ઓક્યૂપાઇડ હાઉસ (જાતે ખરીદેલા ઘર) પર ટેક્સ રાહતોની શરતોમાં ઢીલ મૂકી છે. વ્યક્તિ પાસે બે ઘર હોય તો એ વ્યક્તિ બંને સંપત્તિ પર ટેક્સ લાભનો દાવો કરી શકે છે. આ પહેલાં જાતે ખરીદેલા એક ઘર પર જ ટેક્સ રાહત મળતી હતી.
• નિર્ણય-5ઃ વરિષ્ઠ નાગરિકોને વધુ ટેક્સ કપાતનો લાભ મળશે. નાણામંત્રીએ વ્યાજની આવક પરની મર્યાદા 50 હજાર રૂપિયાથી બમણી કરીને એક લાખ રૂપિયા કરી છે. ટીડીએસની મર્યાદા વધારતા ભાડાંની આવક પર જીવતા સિનિયર સિટીઝનને ફાયદો થશે.
•••
બજેટમાં ક્યા ક્ષેત્ર માટે કેવી જોગવાઇ?
• 50.65 લાખ કરોડ રૂપિયાનું કુલ બજેટ
• 16.26 લાખ કરોડ રૂપિયા કેન્દ્રીય યોજનાઓ માટે
• 25.01 લાખ કરોડ રૂપિયા રાજ્યો માટે નિર્ધારિત
• કૃષિ ક્ષેત્ર માટે સૌથી વધુ 5 નવી યોજના
• સૌથી વધુ 6.81 લાખ કરોડ રૂપિયા સંરક્ષણ માટે
• 2.55 લાખ કરોડ રૂપિયા રેલવે મંત્રાલય માટે
• શિક્ષણ ક્ષેત્રે પાંચ IITનું વિસ્તરણ, 10,000 નવી મેડિકલ સીટ
• આરોગ્ય મંત્રાલયના બજેટમાં 11ટકાનો વધારો
• ગૃહ મંત્રાલય માટે રૂ. 2.33 લાખ કરોડની ફાળવણી
•••
બજેટથી શું સસ્તુ થશે? અને શું મોંઘુ થશે?
શું સસ્તુ થશે? • કેન્સર સહિત અન્ય જટિલ બીમારીની 36 ઈમ્પોર્ટેડ દવાઓ • એલઇડી-એલસીડી ટીવી • મોબાઈલ ફોન • ઈલેક્ટ્રીક વાહનો • ઇવી બેટરી • ઈલેક્ટ્રોનિક રમકડાંના ઈમ્પોર્ટેડ પાર્ટ્સ • ફૂડ-ડ્રિંક ઉદ્યોગના એસેન્સ અને મિક્સર • સોનાં-ચાંદીના વાસણો • કિંમતી ધાતુના ઘરેણાં • ઈથરનેટ સ્વિચીસ • ચામડાંની વસ્તુઓ • મોબાઈલ ફોન બેટરી • સમુદ્રી ઉત્પાદનો • ઈમ્પોર્ટેડ પ્રીમિયમ કાર અને મોટરસાઈકલ • ફ્રોઝન ફિશ પેસ્ટ
શું મોંઘું થશે? • ઈમ્પોર્ટેડ બિલ્ટ ટચ સ્ક્રીન ડિસ્પ્લે • પીવીસી ફ્લેક્સ ફિલ્મ્સ, શીટ્સ, બેનર • કેટલાંક પ્રકારના નીટેડ કાપડ • સ્માર્ટ મીટર • સોલાર સેલ • ઈમ્પોર્ટેડ ફૂટવેર • ઈમ્પોર્ટેડ મીણબત્તી