• ગુણવંત શાહઃ પ્રખર ચિંતક અને શિક્ષણ શાસ્ત્રના અધ્યાપક રહી ચૂકેલા સુરત-રાંદેરના વતની. હાલમાં તેઓ વડોદરામાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. કૃષ્ણ, રામ વગેરે વિષયના તેમના ભાષ્યો પ્રખ્યાત છે.
• તારક મહેતાઃ તારક મહેતા દુનિયાને ઊંધા ચશ્મા કોલમથી પ્રખ્યાત બન્યા છે. ‘ચિત્રલેખા’માં ૪૨ વર્ષથી પ્રકાશિત થતી આ કોલમ પરથી ટીવી સિરિયલ પણ બની છે. અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે.
• ડો. એચ. એલ. ત્રિવેદીઃ કિડનીની સારવારમાં અમદાવાદને અવ્વલ સ્થાને પહોંચાડનાર
ડો. એચ. એલ. ત્રિવેદી દાયકાઓ પૂર્વે કેનેડાની અઢળક કમાણી છોડી સેવા માટે અમદાવાદમાં સ્થાયી થયાં છે.
• ડો. તેજસ પટેલઃ ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજીમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના ધરાવનાર ડો. તેજસ પટેલ ૨૦૦૫માં પ્રતિષ્ઠિત ડો. બી. સી. રોય એવોર્ડથી પણ સન્માનિત છે. તેઓ એપેક્ષ હોસ્પિટલના સંચાલક છે.
• સંજય લીલા ભણશાળીઃ મુંબઇસ્થિત આ હિન્દી ફિલ્મકારે હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, રામલીલા જેવી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તેમની ફિલ્મોમાં ગુજરાતની છાંટ જોવા મળે છે.