પાક. હિન્દુઓની પીડા-આક્રોશઃ દીકરીઓનું પરાણે ધર્માંતરણ થાય છે, લગ્ન કરી લેવાય છે

Tuesday 04th April 2023 16:02 EDT
 
 

કરાચીઃ પાકિસ્તાનમાં વસતાં લઘુમતી હિન્દુ સમુદાયે બળજબરીથી ધર્માંતરણ, અપહરણ અને સગીરાઓ સાથે લગ્નની વધતી જતી ઘટનાઓના વિરોધમાં અત્યાર સુધીનાં પ્રચંડ દેખાવો કરીને તેમના આક્રોશને વાચા આપી છે. હિન્દુ સમુદાયના લોકોએ 30 માર્ચે સિંધ વિધાનસભા ભવનને ઘેરાવ સાથે ધરણાં-પ્રદર્શન કર્યા હતા. જોકે અફસોસની બાબત એ છે કે એક પણ નેતાઓ તેમને મળવા કે તેમની રજૂઆત સાંભળવા આવ્યા નહોતા. આ દેખાવો પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના લોકોના અધિકારો માટે કામ કરનાર સંગઠન પાકિસ્તાન દારાવર ઇત્તેહાદ (પીડીઆઇ)ના બેનર હેઠળ યોજાયા હતા. પીડીઆઇ પ્રમુખ ફકીર શિવાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારા દેખાવોનો હેતુ બાળલગ્ન અધિનિયમને યોગ્ય અને કડક રીતે લાગુ કરવા માટે સરકાર પર દબાણ લાવવાનો છે.
બળજબરીપૂર્વક ધર્માંતરણના વિરોધમાં કાયદો બનાવો
બળજબરીપૂર્વક ધર્માંતરણના વિરોધમાં સંસદમાં એક બિલ પાસ કરવામાં આવે તેમ પણ હિન્દુ સમુદાયના લોકો ઇચ્છે છે. હજુ સુધી તમામ પ્રયાસ કરાયા હોવા છતાં આ બાબત શક્ય બની નથી. આ ગાળા દરમિયાન સત્તાપક્ષ તરફથી માંગણીને લઇને કોઇ ખાતરી આપવામાં આવી નથી. કોઇ નેતા પણ અમને મળવા આવ્યા નથી. કોઇ અન્ય રાજકીય પક્ષના નેતા પણ મળવા માટે પહોંચ્યા નથી. માંગણી સ્વીકારાશે નહીં ત્યાં સુધી દેખાવો જારી રાખવામાં આવશે. શિવાએ કહ્યું છે કે દેખાવો દરમિયાન પોલીસ અને વહીવટી તંત્રના લોકોએ પરિવહનનાં કારણો આપીને દેખાવકારોને વિરોધનો અંત લાવવા માટે કહ્યું હતું.
આપણી દીકરીઓ પર જોખમઃ ફકીર શિવા
પીડીઆઇના પ્રમુખ ફકીર શિવાએ કહ્યું હતું કે, સિંધમાં હિન્દુ યુવતીઓનાં અપહરણની ઘટનાઓ વધી રહી છે. આ પ્રકારના હજારો કેસ દાખલ થઇ ચૂક્યા છે. આપણી દીકરીઓ જોખમમાં છે. પોલીસ માત્ર અપરાધીઓની સામે કેસ દાખલ કરીને મર્યાદિત પગલાં લઇ રહી છે કારણ કે, અપરાધીઓની વગ નેતાઓ સુધી છે. કોર્ટ તરફથી હિન્દુઓને ન્યાય મળી રહ્યા નથી.
શિવાએ કહ્યું હતું કે લઘુમતી હિન્દુ દીકરીઓનાં અપહરણ, ધર્માંતરણ અને બળજબરીથી લગ્નને લઇને પક્ષપાતી વલણ અપનાવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે સિંધમાં બાળલગ્ન અધિનિયમ હેઠળ બાળલગ્ન અપરાધ છે, પરંતુ કોઇ કાયદો પાળતું નથી. ફકીર શિવાએ કહ્યું છે કે માંગણીઓને લઇને 14 સૂત્રીય ચાર્ટર તૈયાર કરાયું છે.
અંજલિના માતા-પિતાની વ્યથા
આ દેખાવોમાં સામેલ થયેલા રામલાલ અને તેમનાં પત્નીએ કહ્યું હતું કે તેઓ દીકરી ગુમાવી ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે, પાંચ વર્ષ પહેલાં એક સ્થાનિક યુવાને તેમની દીકરી અંજલિનું અપહરણ કર્યું હતું. બળજબરીપૂર્વક તેની સાથે લગ્ન કરી લેવાયાં હતાં. એટલું જ નહીં, લગ્ન માટે તેને મુસ્લિમ બનવા માટે ફરજ પાડવામાં આવી હતી. દીકરીને પરત મેળવવાના ઉદ્દેશથી દરેક જગ્યાએ રજૂઆતો પણ કરાઇ હતી. જોકે આ દરમિયાન અપહરણ કરનાર લોકો તરફથી જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ મળવા લાગી હતી. થોડાક મહિના બાદ દીકરીએ પોતે ફોન કરીને માહિતી આપી હતી કે, તેનું અપહરણ કરાયું નથી. દીકરીના આવા નિવેદન બાદ પરિવારના સભ્યો સંપૂર્ણ ભાંગી પડ્યા હતા. સ્પષ્ટ છે કે તેમની દીકરી દબાણમાં આવીને વાત કરી રહી હતી.
ન્યાયમાં પણ ભેદભાવ
સિંધના હિન્દુ અધિકાર કાર્યકર નારાયણ દાસે એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગયા મહિનામાં જ સિંધના મીરપુર ખાસ ક્ષેત્રમાં સ્થાનિક કોર્ટે સગીર હિન્દુ યુવતી કરિશ્માનો કબજો અપહરણકારોને સોંપી દીધો હતો. સગીરાના પરિવારના સભ્યો તેને મળવા માટેની માંગણી કરતા રહ્યા હતા. જોકે, કોર્ટે તેમની માંગણી સ્વીકારી ન હતી. હિન્દુ લઘુમતીઓને અન્યાય કરવામાં તમામ સંસ્થાઓની મિલીભગત દેખાઇ રહી છે.
કાયદાનો અમલ થતો નથીઃ સાંસદ રમેલ લાલ
હિન્દુ સંગઠનનો એક પ્રસ્તાવ સિંધમાંથી લઘુમતી યુવતીઓનાં અપહરણ અને ધર્માન્તરણ બાદ લગ્નના મુદ્દા પર તરત પ્રતિબંધ લાદવાનો છે. આ ઉપરાંત બાળલગ્ન અધિનિયમને લાગુ કરવા,


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter