લંડનઃ પ્રિન્સ ફિલિપની ફ્યુનરલ વેળાએ તેમના બે લોકપ્રિય કાળા ટટ્ટુ (pony) તેમના માલિકના ડાર્ક ગ્રીન કેરેજને ખેંચતા જોવાં મળ્યા હતા. આ કેરેજ અને બે ટટ્ટુ - બાલ્મોરલ નેવિસ અને નોટલો સ્ટોર્મ પ્રિન્સ ફિલિપની ૧૭ વર્ષીય ગ્રાન્ડડોટર લેડી લૂઈસને વારસામાં મળશે. પ્રિન્સ ફિલિપની માફક લેડી લૂઈસ પણ ઘોડાગાડી ચલાવવાનો શોખ ધરાવે છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર લેડી લૂઈસ આ બે કાળા ટટ્ટુને નિયમિત કરાવવા લઈ જશે. પ્રિન્સ ફિલિપે ૧૯૭૧થી ઘોડાગાડી ચલાવવાનો શોખ કેળવ્યો હતો. લેડી લૂઈસે ૨૦૧૯માં રોયલ વિન્ડસર હોર્સ શોમાં કેરેજ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો તેનાથી પ્રિન્સ ફિલિપ ઘણા ખુશ હતા. આ સ્પર્ધામાં લૂઈસનો ત્રીજો ક્રમ આવ્યો હતો. ફ્યુનરલમાં સામેલ ઘોડાગાડીમાં ડ્યૂક ઓફ એડિનબરાની ડ્રાઈવિંગ કેપ, ગ્લોવ્ઝ, બ્લેન્કેટ તેમજ સાકરના ગાંગડા રાખવાનું પ્લાસ્ટિક ટબ પણ મૂકાયું હતું. પ્રિન્સે ૯૧ વર્ષની વયે આ ઘોડાગાડી પોતાની ડિઝાઈન મુજબ એલ્યુમિનિયમ અને સ્ટીલમાંથી બનાવડાવી હતી અને વિન્ડસર તથા અન્ય રોયલ એસ્ટેટ્સમાં કેરેજ પર સવારી કરતા રહેતા હતા.
ડ્યૂક ઓફ એડિનબરાનું મૃત્યુ થયાના દિવસે સવારમાં અર્લ અને કાઉન્ટેસ ઓફ વેસેક્સની પુત્રી લેડી લૂઈસ વિન્ડસર ગ્રેટ પાર્કમાં ટટ્ટુ જોડેલી તેમની ઘોડાગાડીમાં જોવા મળી હતી. દાદાને શ્રદ્ધાંજલિ આપવાનો તેનો પ્રયાસ હતો.
હાઉસ ચેઈન પર છે. સન્ડે ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર ઈસા બ્રધર્સે ઈન્વેસ્ટમેન્ટ બેન્ક મોર્ગન સ્ટેન્લી મારફત સ્વિસ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ પાર્ટનર્સ ગ્રૂપ પાસેથી આશરે ૧૪૦ મિલિયન પાઉન્ડની લોન્સ મેળવી છે. આના પરિણામે યુકેમાં ૯૦૦ સ્ટોર્સ અને હજારો કર્મચારીઓ સાથેની હાઈ સ્ટ્રીટ્સ કાફે ચેઈન હસ્તગત કરવાની ક્ષમતા વધી છે.