(ડબલ)
પ્રિન્સ ફિલિપના ફ્યુનરલ વખતે ટોપલેસ ઈકો-એક્ટિવિસ્ટે શોકાતુરો સમક્ષ ખુલ્લી છાતી દર્શાવીને વિરોધ પ્રગટ કર્યો હતો. વિન્ડસરના સેન્ટ જ્યોર્જ ચેપલથી થોડા અંતરે રહેલી સ્મશાનયાત્રાનું સંખ્યાબંધ કેમેરા દ્વારા જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું અને એક મિનિટનું મૌન પળાતું હતું ત્યારે ૫૫ વર્ષીય મારિસ્સા સ્કોટે દોડીને પોતાનું ઉપર પહેરેલું વસ્ત્ર ફગાવી દીધું હતું.
ઓફિસરોએ આ મહિલાને તુરત અટકાવી ધરપકડ કરી હતી અને પૂછપરછ માટે વિન્ડસર પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. કોર્ટમાં ૧૮ એપ્રિલે મારિસ્સા વિરુદ્ધ હેરાનગતિ, ત્રાસ અને ગભરાટ ફેલાવવાના આરોપો લગાવાયા પછી તેને જામીન પર મુક્ત કરવામાં આવી હતી. હવે તેણે ૧૦ જૂને સ્લાઉ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર થવાનું છે.
વિન્ડસર કેસલના પ્રવેશદ્વાર નજીક ક્વીન વિક્ટોરિયાની પ્રતિમા પાસે મહિલા દેખાવકારે થોડી સેકન્ડો માટે દેખાવ કર્યો હતો. તે ‘સેવ ધ પ્લેનેટ’નું સૂત્ર પોકારતાં અર્ધનગ્ન હાલતમાં રોડ પર દોડવાં લાગી હતી. મૌન પછી ત્યાં હાજર રહેલા લોકોએ તેના માટે તાળીઓ પણ પાડી હતી. સરેના મર્સથામની રહેવાસી આ મહિલાએ ક્વીન વિક્ટોરિયાના પૂતળા પર કૂદકો માર્યો હતો. પોલીસ અધિકારીઓએ તેને ત્યાંથી લઈ ગયા હતા.