નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા નાણાંકીય વર્ષ 2025-16ના અંદાજપત્રમાં રજૂ થયેલી 12 મહત્ત્વની જાહેરાતો અને તેની અસરો...
1) કેન્સરમાં રાહતઃ દવાઓ સસ્તી, દરેક જિલ્લામાં શરૂ થશે ડે કેર સેન્ટર. ગામોમાં પણ કેન્સરની સારવાર શરૂ થશે.
2) સ્ટાર્ટઅપ: 10 હજાર કરોડનું ફંડ, આવકની છૂટ 5 વર્ષ લંબાવી તમામ 1.52 લાખ સ્ટાર્ટઅપ 17 લાખ જોબ આપી રહી છે. નવા ફંડથી નવા એકમો ઊભા થશે.
3) સિનિયર સીટિઝનઃ રૂ. 1 લાખના બેન્ક વ્યાજ પર કોઇ કપાત નહીં. 15.8 કરોડ લોકો 60 વર્ષથી ઉપરના, 2050 સુધી તેમની સંખ્યા 34 કરોડ થશે.
4) ગિગ વર્કર્સઃ ઓળખપત્ર મળશે, નોંધણી થશે. 2021માં 77 લાખ ગિગ વર્કર્સ હતા, જે હવે 1 કરોડ છે. તેમની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થશે. ઓલા-ઉબર-સ્વિગી-ઝોમેટો જેવી કંપની કે ફર્મમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને ગિગ વર્કર્સ કહેવાય છે.
5) મહિલાઓ: એસસી અને એસટી મહિલાઓને 2 કરોડ સુધી લોન. આદિવાસી મહિલાઓને ઉદ્યમ સ્થાપવા તક. પોષણ યોજનાથી 8 કરોડ બાળકો અને એક કરોડ ગર્ભવતી મહિલાઓને લાભ.
6) એફડીઆઈ: વીમા સેક્ટરમાં 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી. વીમા સેક્ટરમાં જંગી રોકાણ આવશે. નવી રોજગારીનું સર્જન થશે.
7) પોતાનું ઘર: ભાડુઆતોને આ વર્ષે 40 હજાર સસ્તાં ઘર સોંપાશે આ યોજના હેઠળ દેશમાં લગભગ 1.18 કરોડ ઘર મંજૂર થયા છે. તેને હવે ગતિ મળશે.
8) ઈવી: બેટરી નિર્માણ સામગ્રી પર કસ્ટમ ડયૂટી નાબૂદ. ઈવીની પ્રોડક્શન કોસ્ટ ઘટશે. લિથિયમ બેટરી માટે ચીન પર નિર્ભરતા ઘટશે.
9) રોજગાર: પાંચ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં 2 કરોડથી વધુને કામ. ગામોમાં ટેક્નિકલ ટ્રેનિંગની સ્કીમથી 50 લાખ રોજગારનું સર્જન થશે.
10) જવેલરી: સોના-ચાંદીનાં આયાતી આભૂષણ સસ્તાં થશે. સોના-ચાંદીની ઘરેલુ કિંમતો ઘટી શકે છે. માંગ વધશે. લેબમાં બનેલા હીરાની નિકાસ વધશે.
11) ખેડૂત: સબસિડીવાળા કાર્ડ પર 5 લાખ સુધી લોન લઈ શકાશે. દેશમાં 7.7 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી), નવી જાહેરાતથી સમયસર લોન ચૂકવનારને લાભ.
12) એમએસએમઈ: હવે રૂ. 2.50 કરોડ સુધી રોકાણવાળા સૂક્ષ્મ ઉદ્યમ હશે. વધુ લોન મળશે. તેનાથી રોજગારી વધશે.