બાલાસોર રેલવે કરુણાંતિકાઃ માનવીય ભૂલ કે શેતાની ષડયંત્ર?

Wednesday 07th June 2023 07:14 EDT
 
 

નવી દિલ્હીઃ ઓડિશાના બાલાસોરમાં થયેલા ત્રણ ટ્રેન વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં મૃતકોનો આંકડો 288 સુધી પહોંચી ચૂક્યો છે અને 1,116 ઘાયલ છે. જોકે આનાથી પણ વધુ પીડાદાયક બાબત તો એ છે કે ઘટનાના પાંચ દિવસ પછી પણ રેલવે તંત્ર આ ઘટનાનું સાચું કારણ જણાવવામાં નિષ્ફળ રહ્યું છે.
પ્રારંભિક તબક્કે આ દુર્ઘટના માટે માનવીય ભૂલ કારણભૂત મનાતી હતી, જોકે બે દિવસ બાદ તપાસનીશોને આ અકસ્માતના મૂળમાં ષડયંત્ર હોવાની આશંકા જણાય છે. આથી કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે, અને આ ઘટના અંગે અજાણી વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
કરુણાંતિકા બાદ ઘટનાસ્થળે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટોચના અધિકારીઓ સાથે ચર્ચા બાદ સ્પષ્ટ કહ્યું હતું કે દોષિતોને બક્ષવામાં નહીં આવે. તેમની સામે આકરામાં આકરા પગલાં લેવાશે, દોષિતો અવશ્ય દંડાશે.
ઓડિશાના બાલાસોર જિલ્લાના બહનાલા રેલવે સ્ટેશન નજીકથી નીકળેલી બેંગ્લુરુ-હાવડા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરીને કોરોમંડલ ટ્રેન સાથે અથડાઈ હતી. બરાબર એ જ વખતે બાજુના ટ્રેક પરથી પસાર થતી માલગાડી સાથે કોરોમંડલ એક્સપ્રેસ ટકરાઈ હતી. કોરોમંડલ ટ્રેન પશ્ચિમ બંગાળના શાલિમારથી ચેન્નાઈ જતી હતી અને બેંગલૂરુ - હાવડા એક્સપ્રેસ હાવડા તરફ જતી હતી. કોરોમંડળના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપતા કહ્યું કે અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું. જો કે, પ્રારંભિક તપાસના રિપોર્ટ અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસને સંભવતઃ ખોટું સિગ્નલ અપાયું હતું, જે માનવીય ભૂલ હતી. 126 કિમીની ઝડપે દોડી રહેલી ટ્રેનને પહેલા ગ્રીન સિગ્નલ અપાયું હતું, જેના કારણે તે મેઇન લાઇન પર આગળ વધી, પરંતુ ત્યારે જ સિગ્નલ રેડ કરી દેવાયનું હતું. જોકે રેલવે વિભાગે ના તો કોઇ રિપોર્ટ જારી કર્યો છે અને ના તો કોઇની જવાબદારી નક્કી કરી છે. તેમણે કહ્યું હતું કે સિગ્નલમાં ગરબડ તેમજ ઈલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં બદલાવથી અકસ્માત સર્જાયો હતો. હોનારત થવા માટે જવાબ લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. રેલવે પ્રધાને ટ્વિટ કર્યું હતુ કે ડાઉનમેન લાન પરનો વ્યવહાર શરૂકરવામાં આવ્યો છે. વહેલામાં વહેલીતકે બંને ટ્રેક પરથી ટ્રોની અવરજવર શરૂ કરાશે. રલેવે સુરક્ષા વિભાગ ઘટનાનાં કારણો તપાસી રહ્યું છે. જેનો વિગતવારઅહેવાલ ટૂંકમાં રજૂ કરાશે.
કાશ કવચ સિસ્ટમ હોત તો...
આ ટ્રેક પર ટ્રેનો વચ્ચેની અથડામણ રોકવા માટે ક્વચ સિસ્ટમ પણ ન હતી. આ એન્ટી-કોલાઇઝન સિસ્ટમ સામસામી આવતી ટ્રેનોની અથડામણ રોકવા માટે વિકસાવાયું છે. દેશમાં કુલ 68,103 કિમી લાંબો રૂટ છે અને 31ડિસેમ્બર, 2022 સુધી 1,455 કિમી રૂટ ક્વચથી કવર થયો છે. 95 ટકા ટ્રેક ૫૨ ક્વચ નથી. આ દુર્ઘટનાને કારણે ટ્રેક બંધ થઇ જવાથી 48 ટ્રેનો રદ્દ, 39 ડાયવર્ટ અને 10 શોર્ટ ટર્મિનેટ કરાઇ છે. દુર્ઘટનાગ્રસ્ત કોચને હજુ દૂર કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ખડગેના અણિયાળા સવાલ
ઓડિશામાં થયેલી રેલ દુર્ઘટના દેશમાં અત્યાર સુધીમાં થયેલી સૌથી મોટી રેલ દુર્ઘટનાઓમાની એક છે. હવે આ દુર્ઘટના પર રાજકારણ ખેલાઈ રહ્યું છે અને વિપક્ષી નેતાઓ તેને લઈને સરકાર સામે ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભક્ષામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાનને પત્ર લખ્યો છે જેમાં તેમણે ઘણા ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ખડગેએ પત્રમાં લખ્યું છે કે, રેલવેને પાયાના સ્તરેથી મજબૂત કરવાના બદલે સમાચારોમાં જળવાઈ રહેવા માટે ઉપર ઉપરથી બદલાવ કરવામાં આવે છે. સતત ખોટા નિર્ણયોના કારણે રેલવે મુસાફરી અસુરક્ષિત બની ગઈ છે.
આઠ ફેબ્રુઆરી, 2023ના રોજ મૈસૂરમાં થયેલ દુર્ઘટના બાદ સાઉથ વેસ્ટ ઝોનલ રેલવેના સંચાલન અધિકારીએ રેલવેની સિગ્નલ સિસ્ટમની મરામત કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું પણ તેની ચેતવણીને રેલવે મંત્રાલયે અવગણી હતી. રેલવે બોર્ડ ખુદ એ બાબતનો સ્વીકાર કરી ચૂક્યું છે કે, લોકો પાયલોટ્સ પર કામનું ભારણ વધારે છે કેમ કે, કર્મચારીઓની અછતના કારણે તેમણે અનેક કલાકો સુધી વધારે કામ કરવું પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter