આપણે યુનાઈટેડ કિંગ્ડમમાં વિવિધ કોમ્યુનિટીઓ વચ્ચે ભાગલા ન કરાવીએ પરંતુ, તેમના વચ્ચે આ પગલાંથી એકતાનું સર્જન કરીએ.
રદ કરીએઃ લેબર પાર્ટીની ૨૦૧૯ની કોન્ફરન્સમાં કાશ્મીર વિશે પક્ષપાતી અને ગેરમાહિતી ધરાવતા પ્રસ્તાવને રદ કરીએ, જેમાં બે દેશો વચ્ચે દેખીતી રીતે દ્વિપક્ષીય બાબતમાં હસ્તક્ષેપ કરાયો છે;
સન્માન કરીએઃ જમ્મુ અને કાશ્મીર રાજ્ય પરત્વે ભારતના બંધારણીય આત્મનિર્ણયનું સન્માન કરીએ;
પુનઃ પુષ્ટિ કરીએઃ વિશ્વની સૌથી મોટી બહુશ્રદ્ધાળુ, બહુસાંસ્કૃતિક લોકશાહી ભારત અને યુકે વચ્ચે સૌથી ગાઢ અને મજબૂત સંબંધની રચનાની સર્વપક્ષી પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરીએ;
વખોડી કાઢીએઃ રાજકીય પરિણામો હાંસલ કરવાના સાધનરુપે આતંકવાદ અથવા હિંસક વિરોધોના ઉશ્કેરણી કરનારા, ષડયંત્રકારો અને સમર્થકોને વખોડી કાઢીએ; અને
સમર્થન કરીએઃ લોકશાહીના બ્રિટિશ (અને સાર્વત્રિક) મૂલ્યો, કાયદાના શાસન, વ્યક્તિગત સ્વતંત્રતા, આપસી સન્માનનો આદર કરવામાં અને વિવિધ ધર્મો અને માન્યતાઓ પ્રત્યે સહિષ્ણુતા અંગે બ્રિટિશ ભારતીયોની સિદ્ધિઓનું સમર્થન કરીએ.