ભારત 2023 માટેનું લોકપ્રિય અને ટોચનું પ્રવાસસ્થળ

રુપાંજના દત્તા Wednesday 08th February 2023 05:20 EST
 
 

લંડનઃ ફેબ્રુઆરી મહિનો અડધો વીતવા આવ્યો છે ત્યારે ઘણા પરિવારો શિયાળાના સૂર્યનો તાપ મેળવી લેવા છેલ્લી ઘડીની ફ્લાઈટ્સ પકડવા દોડાદોડ કરશે. કેટલાક તો ભારતમાં તીવ્ર કડકડતા શિયાળા પછી, ખાસ કરીને ભારતના ઉત્તર વિસ્તારોમાં ખુશનુમા હવામાનની મધ્યે મિત્રો અને પરિવારને મળવાનું ઝડપી આયોજન કરશે.

આ વર્ષે કેટલાક તરફેણકારી પરિબળોના કારણે યુકે-ભારત ટુરિઝમમાં ભારે ઉછાળો આવવાની આગાહી થાય છે. લંડન ગેટવિકથી કેરાલાની ફ્લાઈટ્સ સહિત એર ઈન્ડિયાના નવા ફ્લાઈટ રુટ્સ, ભારતમાં G-20 સમિટ, 2023નો ક્રિકેટ વર્લ્ડ કપ, મેન્સ હોકી વર્લ્ડ કપ જેવાં ઈવેન્ટ્સથી ભારતનો પ્રવાસ કરનારા ટુરિસ્ટ્સની સંખ્યા ચોક્કસપણે વધી જશે. યુકેમાં રહેતા ભારતીય બંગાળી ડાયસ્પોરાએ તો કોલકાતા અને ભારતના નોર્થ ઈસ્ટર્ન વિસ્તારોમાં ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ કરવાની પિટિશન શરૂ કરી દીધી છે. આ ફ્લાઈટ્સ ફરી શરૂ કરાવા સાથે એર ટ્રાફિકમાં ઘણો વધારો થશે.

અહેવાલો અનુસાર યુકે-ભારત FTAની તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી રહી છે ત્યારે લગભગ દર મહિને કોઈને કોઈ ડેલિગેશન ભારતનો હવાઈ પ્રવાસ ખેડી રહ્યું છે. બીજી તરફ, ભારતીય પર્યટકો માટે પણ યુકે લોકપ્રિય પ્રવાસસ્થળ બની રહ્યું છે. ભારતીયોના સૌથી વધુ વિઝિટર વિઝા (28 ટકા)ને મંજૂરી અપાઈ છે. જૂન 2022ના પૂરા થતા વર્ષમાં 258,000 થી વધુ ભારતીય નાગરિકોને વિઝિટર વિઝા મળ્યા હતા જે તેની અગાઉના વર્ષની સરખામણીએ 630 ટકાનો વધારો દર્શાવે છે.

જોકે, રજાઓ ગાળવા જનારા બ્રિટિશરોને રજાઓ અગાઉ પ્રવાસકૌભાંડની ચેતવણીથી સાવધ કરી દેવાયા છે. તાજેતરમાં જ Airbnb નો રિપોર્ટ જણાવતો હતો કે બ્રિટિશરોએ ટ્રાવેલ કૌભાંડોમાં સરેરાશ 1.4k પાઉન્ડ ગુમાવ્યા છે. જીવનનિર્વાહનો ખર્ચ આસમાને જઈ રહ્યો છે અને લોકોને અતિ ખર્ચાળ કિંમતોનો ભય છે તેમજ પ્રવાસન છેતરપિંડીઓ અને કૌભાંડો પણ અગણિત વધી રહ્યા છે ત્યારે ટ્રાવેલ એજન્ટ્સ આગળ આવીને આવશ્યક સાવધાનીઓ સાથે બજેટની અંદર રહીને રજાઓ ગાળવાનું આયોજન કેવી રીતે કરી શકાય તેમાં પરિવારોને મદદ કરવાનું સમજાવી રહ્યા છે.

પરિવારો દ્વારા આગોતરું બજેટ આયોજન

સિરીન હોલીડેઝના દિપ્તી પ્રદીપ પંડ્યાએ ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને કોસ્ટ ઓફ લિવિંગની પરિવારો અને તેમના બજેટ પર શુ અસર થઈ છે તેના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘ અગાઉ ટુર્સ રવાના થવાના મહિના પહેલા રજાઓનો નિર્ણય કરવાની સરખામણીએ ન્યુક્લીઅર ફેમિલીઝે કોસ્ટ ઓફ લિવિંગને ધ્યાનમાં રાખી વેળાસર બજેટનું પ્લાનિંગ કરવું પડે છે. પરંતુ, ભારત 2023 માટે ટોચનું ટ્રાવેલ ડેસ્ટિનેશન બની ગયું છે. ખાસ કરીને જૂની પેઢીને ભારતમાં પરિવાર સાથે મિલન અથવા રહેવાને લાયક પ્રોપર્ટીનું આકર્ષણ રહે છે. તેમના માટે ઓવરઓલ ખર્ચમાં ઘટાડો કરાયો છે.

પ્રવાસીઓને કૌભાંડો અસર કરી રહ્યા છે તેમને કેવી સાવધાની રાખવાની સલાહ આપો છે તેવા પ્રશ્નના મઉત્તરમાં દિપ્તીએ ઉમેર્યું હતું કે,‘અમે કસ્ટમર્સને કહીએ છીએ કે ‘સિરીન હોલીડેઝ’ જેવા લાયસન્સધારક તેમજ જ્ઞાન અને અનુભવની મૂડી ધરાવતા ટુર ઓપરેટર્સ પાસે જ બૂકિંગ કરાવવાનું મહત્ત્વનું છે કારણકે અમે PTS થી આવરી લેવાયા સાથેલા અને ATOL થી પણ રક્ષિત છીએ. કંપની ડાયરેક્ટર તરીકે મને ઓફિસ સંચાલન અને ક્લાયન્ટ્સ ટુર્સ હેન્ડલિંગનો 25 કરતાં વધુ વર્ષનો અનુભવ છે. બુકિંગ કરાવતી વેળાએ કંપનીનો ઈન્ડસ્ટ્રીમાં કેટલો અનુભવ છે તેની પૂછપરછ કરી લેવી આવશ્યક છે.’

સ્ટાર ટુર્સના ડાયરેક્ટર હેમાંગ શાહે પણ કોસ્ટ ઓફ લિવિંગ અને પ્રવાસન પર તેની અસરના સંદર્ભે જણાવ્યું હતું કે, ‘પ્રવાસન પર કોસ્ટ ઓફ લિવિંગની નોંધપાત્ર અસર થઈ છે. તેના કારણે એકોમોડેશન અને ફૂડ વધુ મોંઘા થવાના પરિણામે ટ્રાવેલિંગ કોસ્ટ ઊંચે ગઈ છે. આનો અર્થ એ થાય કે અમે જે પ્રાઈસ ચાર્જ કરીએ છીએ તેમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે જેની પ્રવાસીઓ પર નકારાત્મક અસર થઈ છે.’

પ્રવાસીઓને સંભવિત કૌભાંડોથી માહિતગાર કરવા સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે,‘અમે પર્યટકોને પ્રવાસકૌભાંડને ટાળવામાં મદદરૂપ માહિતી પૂરી પાડીએ છે. જો તેઓ અમારા ક્વોટ્સ કે પ્રાઈસને સ્વીકારે નહિ તો પણ અમે તેમને પ્રતિષ્ઠિત ટ્રાવેલ એજન્સી પાસે જ બુકિંગ કરાવવાની સલાહ આપીએ છીએ. અજાણ્યાઓને અંગત કે નાણાકીય વિગતો નહિ આપવી, લોભામણી ઓફર્સથી દૂર રહેવા તેમજ કોઈ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા વેબસાઈટ્સ અને ફોન નંબર્સની ખરાઈ કરી લેવાની સલાહ પણ આપીએ છીએ. અમે ઘણી વખત ઓલ-ઈન્ક્લુઝિવ પેકેજ ઓફર કરીએ છીએ જેથી અમારા પર્યટકોને તેમને જોઈતી સુવિધા મળી રહે અને ખોટા ખર્ચ કે કૌભાંડનો ભોગ બનતા અટકાવી શકાય.’

ટુરિઝમ ઈન્ડસ્ટ્રી વધુ વ્યવસ્થિત, સંગઠિત બનવા સાથે સરકારી પ્રોત્સાહનો મળવાથી ભારતમાં પ્રવાસ વધતો જાય છે. જોકે, સ્કન્દ હોલીડેઝ (યુકે)ના ઓપરેશન્સ મેનેજર તુલસી રામનાથે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે કોસ્ટ ઓફ લિવિંગ કટોકટીથી લોકોને સામાન્ય અસર નડી રહી છે પરંતુ, તેમના ગ્રાહકોના પ્રમાણને આવી અસર પડી નથી અથવા ઘણી ઓછી પડી છે. તેમણે કહ્યું હતું કે,‘ પ્લાઈટ્સના ભાવ ઊંચે ગયા છે અને સતત વધારો થતો રહેવાનો છે તે બાબતે અમે સંમત છીએ. વર્તમાન આર્થિક હાલાતને ધ્યાનમાં રાખી અમે સ્કન્દ હોલીડેઝે કેટલીક એરલાઈન્સ સાથે જોડાણ કરી કેટલીક પ્રોડક્ટ્સ અને ફ્લાઈટ ટિકિટ્સની ઓફર આપીએ છીએ જેમાં કસ્ટમરોએ ફ્લાઈટ ટિકિટના વર્તમાન ભાવ કે ટુર પ્રોડક્ટને લોક કરવા ઓછામાં ઓછાં વ્યક્તિદીઠ 99 પાઉન્ડની ડિપોઝીટ કરવાની રહે છે. તેમનું ડિપાર્ચર નિશ્ચિત થાય ત્યારે બાકીની રકમ ચૂકવવાની રહે છે. આમ પાછળથી ભાવ વધારાની અસર તેમને નડતી નથી.’

આગામી ઈવેન્ટ્સને જોતાં ભારત 2023ના વર્ષમાં લોકપ્રિય પ્રવાસસ્થળ બની રહ્યું છે તેવા પ્રશ્નના ઉત્તરમાં તુલસીએ જણાવ્યું હતું કે,‘ આર્ટિકલ 370 નાબૂદ કરાયા પછી જમ્મુ અને કાશ્મીર, લેહ, લડાખના પ્રવાસસ્થળો ઘણા લોકપ્રિય બન્યા છે. કોસ્ટ ઊંચી રહેવા છતાં આ સ્થળો હંમેશાં ફૂલ રહે છે અને ઘણા કસ્ટમરો તો એક વર્ષ કરતા વધુ સમયથી આગોતરું બુકિંગ કરાવી લેતા હોય છે. અગાઉ, યુરોપિયન સ્થળોની તલાશ કરતા એશિયન પર્યટકો હવે ભારતમાં તેમની હોલીડે પ્લાન કરતા થયા છે. યુક્રેન-રશિયા યુદ્ધના કારણે યુરોપમાં ખર્ચા વધ્યા છે અને સલામતીના પ્રશ્નો ઉભા થયા છે. તેઓ ભારતનો પ્રવાસ કરતી વેળાએ સગાંસંબંધીઓને મળવાનું પણ ગોઠવી શકે છે. નાના બાળકો સાથેના પારિવારિક પ્રવાસીઓ હવે શાળાઓની રજાઓને અનુલક્ષી નાના ટુંકા પ્રવાસ યોજતા હોય તેઓ પણ ભારતને પોતાની પસંદગીનું ડેસ્ટિનેશન બનાવવા વિચારે છે.’

કોરોના મહામારી પછી ભારતનો પ્રવાસ કરતા લોકોનું પ્રમાણ ઘણું વધ્યું છે. ભારતમાં અમારી બ્રાન્ચ ઓફિસ યુકે, યુરોપ અને યુએસના અમારા ગ્રાહકો, ખાસ કરીને બ્રિટિશ એશિયન અને એશિયન અમેરિકન પ્રવાસીઓ માટે પ્રાઈમ હોલીડે ડેસ્ટિનેશન તરીકે સેવા આપવામાં વ્યસ્ત છે. ટ્રાવેલ સેક્ટર વધુ ઓર્ગેનાઈઝ્ડ અને રેગ્યુલેટેડ બન્યું છે તેની સાથે ભારતની કેન્દ્ર સરકારના પ્રોત્સાહનો પણ સામેલ છે ત્યારે ઉત્તર અને દક્ષિણ સહિત સમૂળા ભારતમાં અમે નોંધપાત્ર સેવા આપી રહ્યા છીએ.’

સસ્તો સોદો હાંસલ કરવાના પ્રયાસમાં પ્રવાસીઓને અસર કરતા ટ્રાવેલ કૌભાંડો વધી રહ્યા હોવાથી સુપેરે માહિતગાર તુલસી પ્રવાસીઓને સાવધાન કરતા કહે છે કે,‘અમે પર્યટકોને ATOL, ABTA અને IATAથી નિયંત્રિત કંપનીઓ માટે તપાસ રાખવા કહીએ છીએ. કેટલાક ગ્રાહકો સસ્તા પ્રોડક્ટ્સની સરખામણી કરે છે પરંતુ, તેમાં છેતરાઈ જવાની 99 ટકા શક્યતા રહે છે કારણકે તેવી કંપનીઓ રેગ્યુલેટેડ હોતી નથી. કાર્ડ મારફત ચૂકવણી પણ સલામત હોતી નથી કારણકે વિવિધ પ્રાદેશિક નિયમનો અલગ અલગ હોય છે.’

 

                                                   નિષ્ણાતોના કેટલાક સલાહસૂચનો

રજાઓ ગાળવા જનારા પ્રવાસીઓ આ હાફ ટર્મ દરમિયાન ભરાઈ ન પડે તે માટે Scams.info ના નિષ્ણાતોએ કેટલાક સલાહસૂચનો આપ્યાં છે.

ટ્રાન્સપોર્ટઃ તમે વિદેશપ્રવાસ યોજતા હો ત્યારે સમગ્ર દેશમાં કેવી રીતે પ્રવાસ કરશો તે પહેલાથી વિચારી લેવું જોઈએ. અનિયંત્રિત એરપોર્ટ ટેક્સીઓ તમે સ્થાનિક નહિ હોવાનો અને ભાડાના જાણકાર ન હોવાનો ગેરલાભ ઉઠાવશે. ગ્રાહકે ઊંચા ભાડા ચૂકવવા પડે છે અથવા તમને અજાણ્યા સ્થળે પણ લઈ જઈ શકે છે. આવી સ્થિતિ ટાળવા પ્રવાસીએ વિશ્વસનીય, લાયસન્સ્ડ ટેક્સી ફર્મની શોધ કરવી જોઈએ. યાત્રા શરૂ કરતા પહેલા ડ્રાઈવર પાસેથી ભાડા તેમના ઓળખપત્રની માહિતી માગી લેવી જોઈએ.

હોટેલ અને એકોમોડેશનઃ ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રહેવાની સુવિધાનું બરાબર સંશોધન કરી લેવું જોઈએ. ઈમેજીસ સાથેના રિવ્યૂ તેમજ તે રજિસ્ટર્ડ બિલ્ડિંગ છે તેની ચોકસાઈ કરવી જોઈએ. જાહેરાતોમાં દર્શાવ્યા કરતા તદ્દન અલગ એકોમોડેશન મળી જતું હોય છે. આથી, પ્રતિષ્ઠિત ટ્રાવેલ એજન્સીઓ દ્વારા જ બુકિંગ કરાવવાથી ગેરકાયદે એકોમોડેશનથી બચી શકાય છે.

પબ્લિક વાઈ-ફાઈઃ મોટા ભાગના હોસ્ટ હોલીડેમેકર્સને તેમના પબ્લિક વાઈ-ફાઈના શેરિંગની સુવિધા ઓફર કરતા હોય છે. આ સુવિધાજનક હોવાં છતાં ધ્યાન રાખવું જરૂરી છે કે પબ્લિક વાઈ-ફાઈ નેટવર્ક તમારા ઘરના પ્રાઈવેટ નેટવર્ક જેવું સુરક્ષિત હોતું નથી. ઈન્ટરનેટના ઉપયોગ વખતે સંપર્કની વિગતો, બેન્ક કાર્ડની વિગતો જેવી તમારી અંગત માહિતી માગતી સાઈટ્સ અને એપ્સનો ઉપયોગ કરશો નહિ.,

ખિસાકાતરુથી સાવધાનઃ પિકપોકેટિંગ અથવા ખિસ્સાકાતરુ સૌથી જૂનું કૌભાંડ છે. આ લોકો વધુ ક્રીએ્ટિવ બની રહ્યા છે. ભીડવાળા, જાહેર સ્થળોએ તમારી અંગત ચીજવસ્તુઓ હાથવગી જ રાખશો. કિંમતી જણસો ઘેર જ મૂકીને પ્રવાસ કરવાનું હિતાવહ છે.

પ્રવૃત્તિ અને સૈરસપાટાઃ પ્રવાસ દરમિયાન વધારાની પ્રવૃત્તિને ભ્રમણનું બુકિંગ કરાવતી વેળાએ હંમેશાં‘ ઓફિશિયલ કંપની મારફત જ બુકિંગ કરાવો. ગેરકાયદે કંપનીઓ તમને વિદેશમાં સરક્ષિત રાખવા આવશ્યક આરોગ્ય અને સુરક્ષાની સાવચેતીના પ્રશ્ને અનુભવની ઉણપ ધરાવતી હોય છે. ખરેખર તો તમે જેમની સાથે પ્રવાસનું બુકિંગ કરાવ્યું હોય તેમની મારફત જ વધારીના ભ્રમણ કે પ્રવૃત્તિઓનું બુકિંગ કરાવી લેવાનો વિકલ્પ સૌથી સલામત છે.

ફોટોગ્રાફીઃ તમારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ લેન્ડમાર્કના સત્તાવાર ફોટોગ્રાફર્સ હોતા નથી. આવા દાવા કરનારી કંપનીઓ તેમના જ ફોટોગ્રાફ્સ માન્ય હોવાનું જણાવે છે. આ નાણા પડાવવાનો જ કારસો છે. લેન્ડમાર્કમાં અથવા આસપાસ કામ કરનારા સ્ટાફની સલાહ લેવી જોઈએ કારણકે તેમને ફોટોગ્રાફીના નિયમો અને જે તે વિસ્તારનું સારું જ્ઞાન હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter