ભારતના ઇકોનોમિક કોરિડોર પ્રોજેક્ટમાં જોડાવાના મુખ્ય કારણો...
(1) ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં જ કામ ભારત-અમેરિકા પ્રથમ વખત મધ્ય પૂર્વમાં ભાગીદાર બન્યા.
(2) સેન્ટ્રલ એશિયા સાથે સાથે ભારતને જમીની જોડાણમાં સૌથી મોટા અવરોધ પાકિસ્તાનનો તોડ મળ્યો છે. તે 1991થી આ પ્રયાસને અટકાવી રહ્યો હતો.
(3) ઇરાન સાથે ભારતના સંબંધ સુધર્યા છે, પરંતુ અમેરિકી પ્રતિબંધોના કારણે કોરિડોરની યોજનાને અસર થઇ રહી છે.
(4) આરબ દેશો સાથે ભાગીદારી વધી. યુએઇ-સાઉદી સરકાર ભારત સાથે કાયમી જોડાણ બનાવવાના પ્રયાસો કરી રહી છે.
(5) અમેરિકાને આશા છે કે આ મેગા પ્રોજેક્ટ અરબી દ્વીપકલ્પમાં રાજકીય સ્થિરતા લાવશે. સંબંધો સામાન્ય કરશે.
(6) ઇયુ ઈન્ફ્રાસ્ટ્રક્ચ૨ ખર્ચ માટે 300 મિલિયન યુરો ફાળવવા નક્કી કર્યું છે, ભારત પણ તેનું ભાગીદાર બન્યું છે.
(7) નવો કોરિડોર ચીનની બેલ્ટ એન્ડ રોડ (બીઆરઆઇ) પહેલનો વિકલ્પ છે. ચીનના દેવાની જાળમાંથી ઘણા દેશ આઝાદ થશે. આફ્રિકન યુનિયન જી-20માં સામેલ થતાં આફ્રિકન દેશોમાં ચીન - રશિયાની દાદાગીરી ઘટશે.