નવી દિલ્હીઃ મોદી સરકારે દેશના અર્થતંત્રને ચેતનવંતુ બનાવવાના પ્રયાસ દરમિયાન શ્રેણીબદ્ધ આર્થિક પગલાંઓ લઇને અનેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે. જોકે હજુ તેણે ઘણા લક્ષ્યાંકો હાંસલ કરવાના છે અને આમાં તેને અનેક પડકારોનો સામનો કરવો પડશે.
સિદ્ધિઓ
• ૧૦૦ દિવસમાં ૧૨.૫ કરોડ પરિવારોને જનધન યોજનાના લાભ
• રાજ્યોનાં સંસાધનો વધારવા માટે કોલ બ્લોક્સની પારદર્શક હરાજી
• દેશની કાયાપલટ માટે સ્વચ્છ ભારત મિશનનો અમલ
• ડાયરેકટ્ બેનિફિટ ટ્રાન્સફર માટે જનધન, આધાર કાર્ડ અને મોબાઈલ કનેક્ટિવિટી
લક્ષ્યાંકો
• ૨૦૨૨ સુધીમાં સૌને મકાન - શહેરોમાં ૨ કરોડ, ગામડાઓમાં ચાર કરોડ મકાન
• ૨૪ કલાક વીજળી, પાણી, ટોઇલેટ અને રસ્તાની સુવિધા
• દરેક પરિવારમાંથી ઓછામાં ઓછા એકને રોજગારી
• ગરીબીમાં ધરખમ ઘટાડો
• દેશના ૨૦ હજાર ગામોને ૨૦૨૦ સુધીમાં વીજળી.
• દરેક ગામમાં સિંચાઈ, ટેલિકોમ્યુનિકેશન, તબીબી સુવિધા
• મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયાથી ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું
• યુવાનોને જોબ સિકર્સ નહીં, પણ જોબ ક્રિએટર્સ બનાવવા.
પડકારો
• કૃષિ આવક વધારવી, ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ વધારવું, કાર્યક્ષમતા વધારવી, રાજ્યોને વધુ નાણાં ફાળવવાં, નાણાકીય શિસ્ત જાળવવી
• પડકારો ઝીલવા પ્રાઈવેટ સેક્ટર દ્વારા રોકાણ વધારવાની જરૂર
• ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારી વધારવી
• કૃષિ, શિક્ષણ, હેલ્થ, મનરેગા, ગામડાઓમાં રસ્તાઓ માટે અગ્રતાનાં ધોરણે કાર્યો હાથ ધરવાં
• રાજકોષીય ખાધ જીડીપીના ૪.૧ ટકાના દરે અંકુશમાં રાખવી. ફુગાવાનો દર ૫ ટકાએ લાવવો
• અનાજ અને ઈંધણ પરની સબસિડી ઘટાડવાના બદલે તેનો દુરુપયોગ ઘટાડવો. અમલ તર્કસંગત કરવો.