નોઇડા (ઉત્તર પ્રદેશ)ઃ વિખ્યાત સાઉથ કોરિયન બ્રાન્ડ સેમસંગે ઉત્તર ભારતના નોઇડામાં વિશ્વનો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક પ્લાન્ટ કાર્યરત કર્યો છે. આશરે ૫૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થયેલા અને ૩૫ એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટનું ઉદ્ઘાટન સોમવારે સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આશરે ૭૦ હજાર લોકોને પ્રત્યક્ષ રોજગારી આપતા આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સેમસંગની આ ફેકટરીમાં આવવું મારે માટે સુખદ અનુભવ છે. કોરિયાની ટેકનોલોજી અને ભારતના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સાથે મળીને દુનિયામાં નામ રોશન કરશે. મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.
હાલ સેમસંગ ભારતમાં વર્ષે ૬.૭ કરોડ સ્માર્ટ ફોનનું ઉત્પાદન કરે છે. આ પ્લાન્ટના પ્રારંભ સાથે જ ઉત્પાદનનો આંકડો વધીને ૧૨ કરોડને વટાવી જશે. આ પ્લાન્ટ ખૂલ્લો મૂકવા માટે અતિથિ રાષ્ટ્રપતિ અને યજમાન વડા પ્રધાન મેટ્રો દ્વારા પહોંચ્યા હતા.
મોદીએ કહ્યું હતું કે ભારતમાં એવો કોઈ પરિવાર નહીં હોય કે જે કોરિયાઈ ઉત્પાદનનો ઉપયોગ ન કરતો હોય. સેમસંગે ભારતીય લોકોના જીવનમાં વિશેષ ફાળો આપ્યો છે. સેમસંગના આ પ્લાન્ટથી ભારતના વિકાસ અને મેક ઈન ઇન્ડિયાની પહેલને વેગ મળશે. સાઉથ કોરિયા જેવા મિત્ર દેશ સાથે ભારતના સંબંધોની આ શુભ શરૂઆત છે. મોદીએ કહ્યું હતું કે મેક ઈન ઇન્ડિયા માટેનો મારો આગ્રહ કોરિયા જેવા દેશો સાથે મિત્રતા વધારવાનો છે.
માર્ચ ૨૦૧૭માં સેમસંગ ઇલેક્ટ્રોનિક્સે આ યુનિટને દેશના અન્ય રાજ્યમાં લઈ જવાની તૈયારી શરૂ કરી હતી, પરંતુ મેં તેમની મુશ્કેલીઓ જાણીને તેના ઉકેલમાં હર સંભવ મદદ કરી.
ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ નવું યુનિટ ભારતની સાથે સાથે ઉત્તર પ્રદેશ અને નોઇડા માટે પણ ગૌરવની વાત છે. આ પ્લાન્ટમાંથી દર વર્ષે ૧૨ કરોડ સ્માર્ટફોનનું ઉત્પાદન કરવામાં આવશે. એટલે કે દર મહિને એક કરોડ સ્માર્ટ ફોન બનાવવામાં આવશે. આ પ્લાન્ટ ૩૫ એકરમાં ફેલાયેલું છે. આ નવા પ્લાન્ટથી વધુ એક હજાર લોકોને નોકરી મળશે. આ સાથે પ્લાન્ટ થકી રોજગારી મેળવનારનો આંકડો ૭૦ હજારે પહોંચશે.
મહિને એક કરોડ સ્માર્ટફોન

એકમેકને ઉપકારક સંબંધ
ઉલ્લેખનીય છે કે સાઉથ કોરિયાની અગ્રણી બ્રાન્ડ સેમસંગે ૧૯૯૦માં ભારતમાં પહેલું યુનિટ શરૂ કર્યું હતું. આજે કંપનીના બે પ્લાન્ટ ઉત્તર પ્રદેશના નોઈડા અને તામિલનાડુના શ્રીપેરમ્બદૂર ખાતે કાર્યરત છે. સેમસંગ કંપનીએ ૨૦૧૬-૧૭માં મોબાઈલ ફોનના બિઝનેસ થકી ૩૪,૪૦૦ કરોડની આવક મેળવી છે. કંપનીના કુલ વેચાણનો આંકડો ૫૦ હજાર કરોડને વટાવી ગયો છે.
સાઉથ કોરિયા ભારતનું સૌથી મોટો વ્યાવસાયિક ભાગીદાર છે. ગયા વર્ષે તેણે ભારત સાથે ૧.૩૬ લાખ કરોડનો બિઝનેસ કર્યો હતો. સેમસંગે છેલ્લા એક દસકામાં ભારતમાં ૪૭ હજાર કરોડનું રોકાણ કર્યું હતું. સાઉથ કોરિયા પાસે અદ્યતન ટેકનોલોજી અને જંગી રોકડ છે તો ભારતની પાસે વિશાળ માર્કેટ અને કાચો માલ છે.
સેમસંગ કંપની ઉત્તર પ્રદેશના નોઇડામાં મેન્યુફેકચરિંગ ફેસિલિટી સેટ-અપનું વિસ્તરણ કરી છે જેના માટે કંપનીએ કુલ ૪૯૧૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સાઉથ કોરિયાની અગ્રણી બ્રાન્ડ સેમસંગે ૧૯૯૦માં ભારતમાં પહેલું યુનિટ શરૂ કર્યું હતું. આજે કંપનીના બે પ્લાન્ટ ઉત્તર પ્રદેશના નોઈડા અને તામિલનાડુના શ્રીપેરમ્બદૂર ખાતે કાર્યરત છે. સેમસંગ કંપનીએ ૨૦૧૬-૧૭માં મોબાઈલ ફોનના બિઝનેસ થકી ૩૪,૪૦૦ કરોડની આવક મેળવી છે. કંપનીના કુલ વેચાણનો આંકડો ૫૦ હજાર કરોડને વટાવી ગયો છે.
કુલ ૧૨૦ મોબાઇલ ફેક્ટરી
ભારતમાં હાલમાં મોબાઇલનું નિર્માણ કરતી ૧૨૦ ફેક્ટરીઓ છે, જેની સંખ્યા ૨૦૧૪માં માત્ર બે હતી. આ ૧૨૦ ફેક્ટરીઓમાંથી ૫૦ તો ફક્ત નોઇડામાં જ છે. નવા પ્લાન્ટમાં બનનારા કુલ મોબાઇલ પૈકી ૩૦ ટકા મોબાઇલની નિકાસ કરવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં વિવિધ સ્થળે મોબાઇલ ફેક્ટરીઓના નિર્માણથી કુલ ચાર લાખ લોકોને રોજગારી મળશે. ભારત વિશ્વનું બીજા નંબરનું મોબાઇલ ઉત્પાદક બની જશે. નવી ફેક્ટરીના ઉદ્ઘાટનથી રેફ્રિજરેટર અને ટેલિવિઝનનું ઉત્પાદન બમણું થઇ જશે.
૧૯૯૦માં કંપનીએ ભારતમાં પ્રથમ યુનિટ સ્થાપ્યો હતો
• દેશમાં બે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ-નોઈડા, શ્રીપેરૂબંદર
• આરએન્ડડી સેન્ટર્સ - ૫ • રોજગાર - ૭૦,૦૦૦થી વધુ • રીટેલ આઉટલેટ - ૧.૫ લાખ
• ૨૦૧૬-૧૭માં મોબાઇલ બિઝનેસ રેવન્યુ - ૩૪,૪૦૦ કરોડ રેવન્યુ
• વેચાણ રૂ. ૫૦,૦૦૦ કરોડ