નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના વિખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથે ઉપવાસ જેવી અંગત બાબતથી માંડીને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે નિકટતા સહિત અનેક મુદ્દે મનની વાત કરી હતી. ત્રણ કલાકના આ પોડકાસ્ટમાં મોદીએ ભારત-પાક. સંબંધો અંગે વાત કરતાં પડોશી દેશને દગાખોર ગણાવ્યો હતો તો રશિયા-યુક્રેન યુદ્ધ સંદર્ભે કહ્યું હતું કે વિશ્વમાં આજે સંઘર્ષની નહીં, સહકારની જરૂર છે.