ઓનરરી એર કોમોડોર વેરોનિકા મોરા પિકરિંગે રોયલ એર ફોર્સ વતી ઓડિયન્સને સંબોધન કર્યું હતું. RAF સાથે તેમના સંબંધ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે,‘શરૂઆતમાં મને એમ લાગ્યું ન હતું કે ત્યાં પૂરી વૈવિધ્યતા જોવાં મળશે. મને તેની ચિંતા હતી. પાછળથી હું RAFના એથનિક માઈનોરિટી નેટવર્ક અને તેના વૈવિધ્યપૂર્ણ કર્મચારીઓને મળી હતી. ત્યાં રંગીન વર્ણના એટલા બધા લોકો હતા કે મને ભારે અચંબો થયો હતો.,‘હું જેટલું તેમની સાથે મળતી ગઈ મને ગૌરવ થયું કે હું એમની સાથે છું જે ખરેખર મારાંથી વધુ બહેતર છે. આથી, મારે જેઓ હજુ વિચારે છે કે ‘શું મારે RAFમાં જોડાવું જોઈએ?’ તેમને બધાને એમ કહેવાનું છે કે પ્રયત્ન અવશ્ય કરો.’
વેરોનિકા મોરા પિકરિંગનો જન્મ કેન્યામાં થયો હતો અને 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં પરિવાર સાથે તેઓ ઈંગ્લેન્ડના કેન્ટમાં વસવા આવ્યાં હતાં. તેમણે પબ્લિક સેક્ટરમાં લગભગ 30 વર્ષ કામ કર્યું છે અને તેઓ 504 (કાઉન્ટી ઓફ નોટિંગહામ)ના ઓનરરી એર કોમોડોર, સ્ક્વોડ્રન RAuxAF (સપ્ટેમ્બર 2018માં નિયુક્તિ)તેમજ નોટિંગહામશાયર માટે ડેપ્યુટી લેફ્ટનન્ટ (મે 2013માં નિયુક્તિ) છે. કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટા દ્વારા તેમને 2022માં મોરાન ઓફ ધ ઓર્ડર ઓફ ધ બર્નિંગ સ્પીઅર (MBS) ટાઈટલ અપાયું હતું. વેરોનિકા હાઈ શેરિફ ઓફ નોટિંગહામશાયરની નિયુક્તિ (30 માર્ચ 2023) મેળવનારા પ્રથમ અશ્વેત મહિલા છે.
વેરોનિકા અનુભવી અને ક્વોલિફાઈડ એક્ઝિક્યુટિવ કોચ અને મેન્ટોર છે તેમજ યુરોપિયન નેન્ટોરિંગ એન્ડ કોચિંગ કાઉન્સિલ (EMCC)ના સભ્ય અને સીનિયર પ્રેક્ટિશનર છે. વેરોનિકા માટે ડાયવર્સિટી, ઈક્વલિટી અને ઈન્ક્લુઝન - વૈવિધ્યતા, સમાનતા અને સમાવેશિતા (DE&I) અંગભૂત છે તેમજ તેમની કોચિંગ પ્રેક્ટિસ સહિત તમામ કામગીરીમાં હૃદયની નિકટ છે. વેરોનિકા RAF અને RSPB જેવી સંસ્થાઓ માટે DE&I એડવાઈઝર તેમજ સપોર્ટ છે. તેઓ નોટિંગહામશાયર લેફ્ટનન્સી માટે DE&I ચેર છે અને સીનિયર લીડરશિપ ભૂમિકામાં કાર્યરત રંગીન વર્ણની મહિલાઓ માટે ઓનલાઈન સપોર્ટ ગ્રૂપ ‘બ્લેક વિમેન ટોકિંગ’નું સંચાલન કરે છે.
વેરોનિકા યુકે અને તેમની માતૃભૂમિની કોમ્યુનિટીઓ અને લોકોની જીવનમાં વિધેયાત્મક તફાવત સર્જવાના હેતુસર લોકો અને સંસ્થાઓને એકસંપ કરવા પ્રતિબદ્ધ છે. તેઓ યુકેના ઈન્વેસ્ટર્સ અને કેન્યા વચ્ચે પાર્ટનરશિપ અને સંબંધોને બનાવવામાં પોતાના પ્રોફેશનલ કાર્ય વિશે પણ ઉત્સાહી છે.
વેરોનિકા આર્ટ્સ અને પ્રકૃતિમાં અંગત રસ, ધરાવે છે અને વૈવિધ્યાતા, યુવા વર્ગ, કળાઓ અને વન્યજીવનના સંરક્ષણ માટે આજીવન કેમ્પેઈનર છે. તેઓ RSPB કાઉન્સિલના મેમ્બર અને લિંકન ઈન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ ખાતે વિઝિટિંગ પ્રોફેસર છે. તેઓ નોટિંગહામશાયરની સંખ્યાબંધ ચેરિટીઓ અને સંસ્થાઓમાં એમ્બેસેડર/ ટ્રસ્ટી પણ છે.
એમ્બેસેડર--
• ધ વૂડલેન્ડ ટ્રસ્ટ
• UK RAFમ્યુઝિયમ્સ
• બેકલિટ સ્ટુડિયોઝ
ટ્રસ્ટી
• RSPB
• નોટિંગહામશાયર YMCA (રોબિનહૂડ ગ્રૂપ)
• વર્કશોપ પ્રિઓરી ગેટહાઉસ ટ્રસ્ટ