વડોદરાઃ વડા પ્રધાન બન્યા પછી પહેલી વખત સયાજીનગરીના મહેમાન બનેલા નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સર્જિકલ સ્ટ્રાઈક, રોજગારી અને કાળા નાણાં જેવા મુદ્દે પણ વાત કરી હતી. તો સાથોસાથ એમ પણ કહ્યું હતું કે વિશ્વમાં ભારત સૌથી ઝડપી આર્થિક વિકાસ કરી રહ્યો છે.
મોદીએ એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતું કે, હાલ દેશમાં સિવિલ એવિયેશન ક્ષેત્રનો ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે. પાંચ જ વર્ષમાં આપણે એરપોર્ટ એક્ટિવિટીના માપદંડોના પાર કરી દઈશું, જેથી આર્થિક કારોબારને ગતિ મળશે. આઝાદી પછી પહેલી વાર એવિયેશન પોલિસી બનાવાઈ છે. અત્યાર સુધી વિમાનો ઉડતા હતા, પણ સારા એરપોર્ટ્સ બનતા ન હતા. વિમાનોનું ખરીદ-વેચાણ પણ થતું હતું, પણ કોઈ વિઝન ન હતું.
જ્યારે નવલખી મેદાનમાં દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે બે વર્ષ પહેલાં કૌભાંડોના જ સમાચારો જોવા-જાણવા મળતા હતા. નવી સરકાર આવી ત્યારથી વિકાસનાં કાર્યોની ચર્ચા થાય છે. કાળા નાણાંનો મુદ્દો છેડતા કહ્યું હતું કે, ભારત સરકારની કાળું નાણું જાહેર કરવાની યોજનામાં રૂ. ૬૫ હજાર કરોડ બહાર આવ્યા છે. આ નાણાં લોકોએ કરવેરો ચૂકવીને જાહેર કર્યા છે. આ જ રીતે, વિવિધ યોજનાઓમાંથી મળતી રોકડ સીધી જ બેંક એકાઉન્ટમાં જમા કરાઈ છે, જેથી સરકારના રૂ. ૩૬ હજાર કરોડ બચ્યા છે. આમ આશરે રૂ. એક લાખ કરોડ જેટલી રકમ સર્જિકલ સ્ટ્રાઈક વગર જ હાથમાં આવી છે. હવે સર્જિકલ સ્ટ્રાઈક કરશું તો શું શું બહાર આવશે એનો અંદાજ લગાવી શકાય એમ નથી.
આઝાદી પછી પહેલી વાર એવિયેશન પોલિસી બનાવાઈ છે. અત્યાર સુધી વિમાનો ઉડતા હતા, પણ સારા એરપોર્ટ્સ બનતા ન હતા. વિમાનોનું ખરીદ-વેચાણ પણ થતું હતું, પણ કોઈ વિઝન ન હતું.
જ્યારે નવલખી મેદાનમાં દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે બે વર્ષ પહેલાં કૌભાંડોના જ સમાચારો જોવા-જાણવા મળતા હતા. નવી સરકાર આવી ત્યારથી વિકાસનાં કાર્યોની ચર્ચા થાય છે. કાળા નાણાંનો મુદ્દો છેડતા કહ્યું હતું કે, ભારત સરકારની કાળું નાણું જાહેર કરવાની યોજનામાં રૂ. ૬૫ હજાર કરોડ બહાર આવ્યા છે. આ નાણાં લોકોએ કરવેરો ચૂકવીને જાહેર કર્યા છે. આ જ રીતે, વિવિધ યોજનાઓમાંથી મળતી રોકડ સીધી જ બેંક એકાઉન્ટમાં જમા કરાઈ છે, જેથી સરકારના રૂ. ૩૬ હજાર કરોડ બચ્યા છે. આમ આશરે રૂ. એક લાખ કરોડ જેટલી રકમ સર્જિકલ સ્ટ્રાઈક વગર જ હાથમાં આવી છે. હવે સર્જિકલ સ્ટ્રાઈક કરશું તો શું શું બહાર આવશે એનો અંદાજ લગાવી શકાય એમ નથી.
વડોદરા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાને કહ્યું હતું કે ૮૦, ૧૦૦ એરપોર્ટથી જ દેશ ચલાવવાનું વિચારીશું તો દેશનો વિકાસ રૂંધાઇ જશે. ટાયર-ટુ અને ટાયર-થ્રી શહેરોમાં પણ ખુબ મોટી શક્યતા રહી છે. આથી આવા શહેરોને એર કનેક્ટિવિટીથી જોડવા જોઇએ, જેનાથી દેશના આર્થિક વિકાસને વેગ મળશે. હવે મધ્યમવર્ગીય પરિવારોને પણ ટ્રેનમાં જવું ગમતું નથી, પ્લેનમાં જવું છે એટલે અમે ૫૦૦ કિમીના સસ્તા ભાડાની યોજનાને પ્રમોટ કરી રહ્યા છીએ. કોઇને કચ્છ જવું છે, કોઇને કેશોદ, ભાવગર, જૂનાગઢ જવું છે. આ એવો શહેરો છે જ્યાં ટ્રાફિક મળતો નથી, પરંતુ જૂના જમાનાની હવાઇ પટ્ટીઓ બનેલી છે. અમે આવા શહેરોમાં એરપોર્ટ વિકાસનો એક ખૂબ મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો છે જે પીપીપી મોડેલથી સાકાર થશે.
વર્ષે ૩૨ કરોડ લોકો હવાઇ પ્રવાસ કરશે
વડા પ્રધાને કહ્યું હતું કે ભારતે સિવિલ એવિએશન ક્ષેત્ર ખુબ ઉંચી ઉડાન ભરી છે. ભારતમાં પાંચ વર્ષની અંદર અંદર એરપોર્ટ પર અમેરિકાની વસ્તી કરતાં પણ વધુ જનસંખ્યા જોવા મળશે. મતલબ કે ભારતના એરપોર્ટસ પરથી પ્રતિ વર્ષ ૩૨ કરોડ લોકો મુસાફરી કરશે. કલ્પના કરો કે ભારત સિવિલ એવિએશન ક્ષેત્રમાં કેટલું આગળ વધી ગયું છે.
૧૦ હજાર દિવ્યાંગજનોને સહાય
વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાના આશરે ૧૦ હજારથી વધુ દિવ્યાંગજનોને સાધન સહાય આપવા માટે નવલખી મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ ચૂંટણી સભા સંબોધતા હોય તેમ અગાઉની સરકારો પર ચાબખા માર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વર્ષ-૨૦૧૪માં કોલસા કૌભાંડ, સ્પેક્ટ્રમ કૌભાંડ સહિત અનેક કૌભાંડોની બોલબાલા હતી. જોકે બાદમાં દેશવાસીઓએ મને જવાબદારી સોંપી આજે દુનિયામાં ભારતની પ્રગતિની તેમજ દિવ્યાંગો માટેની વિવિધ યોજનાઓ તેમજ સાધન સહાયોની વાતો થાય છે.
દિવ્યાંગજનોને સહાય આપવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે વર્ષ ૧૯૯૨થી દિવ્યાંગજનો માટેના કામોની સરકારમાં શરૂઆત થઇ હતી. ૨૦૧૪ સુધીમાં દિવ્યાંગજનોને સહાય પહોંચાડવાના માત્ર ૫૬ કાર્યક્રમો થયા હતા જ્યારે છેલ્લા બે વર્ષમાં ૪૫૦૦ કાર્યક્રમો આ સરકારે કર્યા છે. સરકાર માત્ર યોજનાઓ નથી બનાવતી, પરંતુ દરેક પીડિત, લાભાર્થી સુધી સહાય પહોંચે તે માટે પ્રયત્નશીલ છે. દિવ્યાંગોના સાધનો તૈયાર કરવા સરકારનું એક મોટું એકમ છે જે ઘણા સમયથી ખોટમાં હતું અને આ સંસ્થાના કર્મચારીઓને નિયમિત પગાર પણ થતો ન હતો. જોકે ખાડે ગયેલી આ સંસ્થા હવે નફાની સ્થિતિમાં આવી ગઇ છે.
રૂ. ૧.૩૧ કરોડનો ચેક
વડોદરાના મેયર ભરત ડાંગર, સાંસદ રંજનબેન ભટ્ટ અને સહકાર પ્રધાન ઇશ્વર પટેલે રૂ. ૧.૩૧ કરોડનો ચેક વડા પ્રધાનને સુપ્રત કર્યો હતો. આ ચેક વડા પ્રધાને દીનદયાળ દિવ્યાંગ વાલી મંડળ ટ્રસ્ટ માટે પરત આપ્યો હતો. મેયર ભરત ડાંગરે જણાવ્યું હતું કે, ભાજપે એકત્ર કરેલા આ ભંડોળમાંથી દિવ્યાંગના વાલીઓને સહાય કરાશે. આ ટ્રસ્ટ માટે મધ્ય ગુજરાતની સહકારી મંડળીઓએ રૂ. ૭૧ લાખ અને વડોદરા શહેર ભાજપ દ્વારા રૂ. ૬૦ લાખનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે.
‘ઘોડેસવારો હવે તમે બેસી જાવ...’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમના ઉદ્બોધનની શરૂઆત કરી ત્યારે તેમની નજર મીડિયા ગેલેરીમાં ઉભેલા વિવિધ ટીવી ચેનલોના કેમેરામેન અને અખબારોના ફોટોગ્રાફર્સ પર નજર પડી હતી. આ પછી તરત જ તેઓ કેમેરામેન સામે જોઇને ગુજરાતીમાં જ બોલ્યા હતા કે 'તમારા બધાના ઘોડા ગોઠવાઇ ગયા હોય તો ઘોડેસવારો બેસી જાવ જરા, હું ક્યાંય આઘો પાછો નથી થવાનો.. થાક્યા હશો તમે, બેસી જાવ' મોદીની આ મજાકથી હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.