લંડનઃ હિતેન પટેલ પોતાની ખેલ ભજવણીની કળા અને શિલ્પાકૃતિઓ મારફત પળોમાં જીવવાની ફિલોસોફીને મૂર્તિમંત બનાવે છે. બન્ને પાસાને ઓળખવા તેઓ સુપરહિરો ફિલ્મોની સાથોસાથ કળામય ફિલ્મો પણ પસંદ કરે છે અને તમામ સાથે ઓળખ ઉપસાવે છે. હાલ સેડલર્સ વેલ્સ થિયેટરમાં ન્યૂ વેવ એસોસિયેટ હોવાની સાથે હિતેન સમગ્ર વિશ્વમાં ટેટ મોડર્ન તથા મુંબઈમાં ચેટરજી અને લાલ ગેલેરી સહિતના સ્થળોએ પ્રોફેશનલ કલ્પનાલક્ષી (કોન્સેપ્ટયુઅલ) કળાકારની નામના ધરાવે છે.
પોતાના આગામી શો ‘અમેરિકન બોય’ વિશે હિતેન કહે છે કે એક કલાકથી ઓછા સમયનો આ વન-મેન શો એક દૃષ્ટિએ સ્વચિત્રણ છે, પરંતુ ઓડિયન્સ આગવો ખ્યાલ ધરાવી શકે છે. તે ચોક્કસ જનરેશનનું પ્રતિબિંબ અને વર્તમાન લોકપ્રિય સંસ્કૃતિ આપણને કેવી અસર કરે છે તે દર્શાવે છે. આમાં સંપૂર્ણ ફિલ્મી ક્વોટ્સ છે, જે હું વિવિધ અવાજ અને હિલચાલ સાથે દર્શાવું છું.
ઓળખ થકી વિવિધ બાબતો-વંશીયતા, લઘુમતી સંસ્કૃતિઓ અને સમાજમાં તેને બંધબેસતા થવાનું જોવાં મળે છે. હિતેન પટેલ કહે છે કે તેઓ ઉપદેશ આપવા ઈચ્છતા ન હોવાથી વિષયવસ્તુ અંગે ભારે કાળજી રાખે છે. રમૂજ-હાસ્ય લોકોને વાતચીત કરવા પ્રેરે છે અને હું આ રીતે જ મારા મોટા ભાગના કાર્યોમાં સંકળાઉ છું. થિયેટર હોય, લોકો હોય કે ટેલીવિઝન, જરા સરખી હળવાશ મીઠાઈ જેવું કામ કરી આપે છે.
હિતેનને ખેલભજવણીની કળામાં પહેલાથી જ રસ હતો, જેનો આરંભ ડ્રોઈંગ, ઓઈલ પેઈન્ટિંગ્સ વગેરેથી થયો હતો. તેઓ આ કળાને GCSE લેવલ સુધી લઈ ગયા અને યુનિવર્સિટીમાં કળા પિક્ચર બનાવવાથી પણ કાંઈક વધુ બની હતી. તેમની કળાનો આધાર બાળપણના અનુભવોમાંથી આવ્યો હતો. તેમણે શારીરિક અને માનસિક દૃષ્ટિએ રેસિઝમનો અનુભવ કર્યો હતો. તેમનો ઉછેર માન્ચેસ્ટરની બહાર બોલ્ટનમાં થયો હતો અને ક્લાસમાં તેઓ એકમાત્ર ઘઉંવર્ણા બાળક હતા. તેઓ કહે છે કે દાઢીદારી એશિયન એવા મને જોઈને લોકો ચોક્કસ ધારણાઓ બાંધે છે, પરંતુ હું કોઈને જજ કરવા માગતો નથી. હું ઓળખ વિશે વધુ વાસ્તવિક અને જટિલ અવલોકનોને પ્રોત્સાહિત કરવામાં માનું છું.
હિતેનના પેરન્ટ્સ આફ્રિકામાં જનમ્યાં, ભારતમાં ઉછર્યાં અને ૬૦ના દાયકાના ઉત્તરાર્ધમાં યુકે આવ્યા હતા. સાંસ્કૃતિક પશ્ચાદભૂની અસર અંગે હિતેન કહે છે કે જ્યારે તમે બહુભાષી હો ત્યારે કોઈ પણ વસ્તુ અનેક રીતે કરી શકાય તે સમજી શકો છો. આથી જ હું, સ્થાપત્યો, ફોટોગ્રાફ્સ અને મારા લાઈવ શોઝમાં બાબતોને વિવિધ પરિપ્રેક્ષ્યમાં નિહાળું છું. મારો ઉછેર માન્ચેસ્ટરમાં થયો, નોટિંગહામમાં અભ્યાસ કર્યો અને લંડનમાં હું કામ કરું છું.
હિતેન પટેલ પર એડી મર્ફીની સૌથી વધુ અસર છે. ‘અમેરિકન બોય’ ૨૮ અને ૨૯ મેએ ઈઝલિંગ્ટનના સેડલર્સ વેલ્સ થિયેટરમાં દર્શાવાશે.
http://www.hetainpatel.com/