૧૭મા એશિયન એચિવર્સ એવોર્ડ્સ સમારંભમાં બોલીવૂડ સ્ટાર ફરહાન અખ્તર ઉપસ્થિત રહેશે

ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે ૨૨ સપ્ટેબરે યોજાનારા એવોર્ડ્સ સમારંભમાં કુલ ૩૬ નોમિનીઝમાં ૨૨ મહિલાનો સમાવેશ

રુપાંજના દત્તા Tuesday 12th September 2017 08:22 EDT
 
 

લંડનઃ એવોર્ડ્સની સીઝનનો આરંભ થઈ ગયો છે. સ્થાનિકથી માંડી રાષ્ટ્રીય, ઈન્ડસ્ટ્રીઝ અથવા ચોક્કસ ધોરણો આધારિત વિવિધ પ્રકારના એવોર્ડ્સ જોવા મળે છે અને દર સપ્તાહે એક અથવા બીજા ક્ષેત્ર દ્વારા કોઈ ચેમ્પિયનશિપની ઉજવણી થતી રહે છે. કોઈ પણ સંસ્થા, બિઝનેસ અથવા કળાના ક્ષેત્રમાં પોતાના ઉત્પાદનો અને સેવા માટે માન્યતા હાંસલ કરવાનું અતિ મહત્ત્વ ધરાવે છે. એવોર્ડ હાંસલ કરવાના પરિણામે તમારી કંપની તેના સ્પર્ધકો કરતા કઈંક અલગ અને વિશિષ્ટ હોવાનું જાહેર કરી શકે છે તેમજ ઓડિયન્સને તમારા ટાઈટલ્સની જાણ થાય તે પણ એટલી જ મહત્ત્વની બાબત છે.

પોલ્સમાં મોખરે રહેવાની વિવિધ સંસ્થાઓની મહેચ્છાને કારણે લાભ મેળવનારા લોકો પણ છે. જોકે સૌથી શ્રેષ્ઠ એવોર્ડનું જ વિશેષ મહત્ત્વ રહેલું કારણ કે તે સખત મહેનત, બુદ્ધિપ્રતિભા અને પ્રેરણાદાયી વિચારોને ઊંડાણથી દર્શાવે છે. સૌથી વધુ પ્રતિભાશાળી અને સર્જનાત્મક લોકોનું શ્રેષ્ઠ કાર્ય આપણને એ દર્શન કરાવે છે કે બીબાને તોડવાથી નવી પરંપરા સર્જાય છે અને સમાધાન સાધવા માટે અનુકૂલન ઘણું સરળ જ હોય છે.

‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ દ્વારા આયોજિત ‘ધ એશિયન એચિવર્સ એવોર્ડ’ કોમ્યુનિટીમાં રોલ મોડલ્સ માટે વિશિષ્ટ પ્લેટફોર્મના સર્જનથી અલગ જ તરી આવે છે. એવોર્ડ્સના નોમિની ૨,૫૦,૦૦૦થી વધુ વાચકો દ્વારા નોમિનેટ કરાય છે અને અતિ પ્રતિષ્ઠિત અને સ્વતંત્ર નિર્ણાયકની પેનલ દ્વારા વિજેતાનો નિર્ણય લેવાય છે. આ એવોર્ડ્સનું ધ્યેય કોમ્યુનિટી માટે નેતાઓનું સર્જન કરવાનું તેમજ જેઓ બ્રિટનની ‘બિગ સોસાયટી’માં નિયમિત પ્રદાન કરે છે તેમનો ટ્રેક રેકોર્ડ સ્થાપિત કરવાનું છે.

પીપલ્સ ચોઈસ એવોર્ડ તરીકે પ્રસિદ્ધ થયેલા ‘એશિયન એચિવર્સ એવોર્ડ્સ’નો આરંભ થયો ત્યારથી તેના દ્વારા વિવિધ ચેરિટીઝ માટે લાખો પાઉન્ડ એકત્ર કરવામાં મદદ કરવામાં આવી છે. આ વર્ષે અક્ષયપાત્ર ફાઉન્ડેશન પસંદ કરાયેલા ચેરિટી પાર્ટનર છે, જેઓ સમગ્ર ભારતની શાળાઓમાં ૧.૬ મિલિયન બાળકોને દરરોજ તાજા રંધાયેલા અને પૌષ્ટિક ભોજન પૂરાં પાડીને બાળકોની ભૂખ ભાંગવા સાથે બાળશિક્ષણને આગળ વધારવાનું કાર્ય કરી રહ્યા છે. આ એવોર્ડ્સનું થીમ ડાયવર્સિટી ઈન મીડિયા આર્ટ્સ એન્ડ કલ્ચર છે જેનો હેતુ સમાજમાં યોગ્ય ઓળખ નહીં કરી શકાયેલા લોકોને સારું પ્લેટફોર્મ આપવાનો છે. આપણે જાણીએ છીએ તેમ ૧૬ સિનિયર લીડરશીપ પોઝીશનમાંથી માત્ર એક વ્યક્તિ વંશીય લઘુમતીમાંથી હોય છે. જ્યારે કે યુકેમાં કાર્યરત ૮માંથી એક વંશીય લઘુમતી લોકો પુલમાં સ્થાન ધરાવે છે.

પ્રખ્યાત એશિયન એચિવર્સ એવોર્ડ્સનો ૧૭મો વાર્ષિક સમારંભ યોજાઈ રહ્યો છે, જેમાં બોલીવૂડના અભિનેતા, પ્રોડ્યુસર, ડિરેક્ટર અને ગાયક ફરહાન અખ્તર ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ વર્ષે એવોર્ડ્સની થીમ મીડિયા, આર્ટ્સ અને કલ્ચર પર કેન્દ્રિત છે. પાર્ક લેનસ્થિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે ૨૨ સપ્ટેબરે યોજાનારા એવોર્ડ્સ સમારંભમાં સાઉથ એશિયન્સની શ્રેષ્ઠતાને બિરદાવી સન્માનિત કરવામાં આવનાર છે. આ ભવ્ય સમારંભમાં ઈસ્ટેન્ડર્સના પૂર્વ સ્ટાર નીતિન ગણાત્રાની સાથે બોલીવૂડની ગાયિકા, અભિનેત્રી અને મોડેલ રાગેશ્વરી હોસ્ટની ભૂમિકા ભજવશે. આ વર્ષના એવોર્ડ્સની વિશેષતા એ છે કે શોર્ટલિસ્ટ કરાયેલી નોમિનીઝ લિસ્ટમાં નારીશક્તિએ મેદાન મારી લીધું છે. વિવિધ એવોર્ડ્સની કેટગરીમાં કુલ ૩૬ નોમિનીઝમાં ૨૨ તો મહિલાઓ છે. એશિયન અથવા અન્ય કોઈ પણ એવોર્ડ્સ સમારંભમાં મહિલાઓની સંખ્યા પુરુષ નોમિનીઝ કરતા વધુ હોય તેવું ઘણું ઓછું બન્યું છે. નોમિનીઝમાં એન્ટિ-સ્લેવરી ઈન્ટરનેશનલના વનિતા પટેલ MBE, ઈંગ્લેન્ડના ક્રિકેટર હસીબ હમીદ, નાટ્યલેખિકા તનિકા ગુપ્તા MBE, નોંધપાત્ર સફળતા બાંસલ કરનારા રસાયણશાસ્ત્રી સર શંકર બાલાસુબ્રમનીઅમ FRS અને BBCના જર્નાલિસ્ટ ટિના દાહેલીનો સમાવેશ થયો છે. અમારા જેવા એવોર્ડ્સને સ્થાપિત થતાં, વિશ્વસનીયતાનું નિર્માણ કરતાં અને એક બ્રાન્ડ તરીકે અલગ તરી આવવા માટે વર્ષો લાગી જાય છે ત્યારે અમારા પ્રયત્નોને અન્ય એવા લોકો દ્વારા અવરોધવામાં આવે છે જેઓ અમારા વિચારની નકલ કરે છે એટલું જ નહીં તેને પોતાનો વિચાર ગણાવી આગળ ધપાવે છે. આ એવું સમાધાન છે જે કોઈએ કદી કરવું ન જોઈએ. ખાસ કરીને સ્પર્ધા તીવ્ર હોય.

આજના બ્રિટનમાં અનેક પ્રકારના એવોર્ડ ચાલતા રહે છે. યુકે સ્થિત ભારતીય ડેપ્યુટી હાઈકમિશનર દિનેશ પટનાયકે એક વખત રમૂજમાં કહ્યું હતું કે, તેમને જેટલા એવોર્ડ્સ સમારંભમાં આમંત્રણ મળે છે તેને જોતાં એ બાબત તો ચોક્કસ છે કે દરેક ભારતીયને કોઈક દિવસ તો એવોર્ડ મળી જશે. વાસ્તવમાં એવોર્ડ મળવાથી તમારી યોગ્યતા, પ્રતિષ્ઠા, અને વિઝિબિલિટીનું નિર્માણ થાય છે ત્યારે ખોટા ટાઈટલ સાથે સંકળાઈ જવાથી અપરિવર્તનીય નુકસાનનો ભોગ પણ બનવું પડે છે. કોઈ એવોર્ડસમાં અમારા બિઝનેસ અથવા તમારી જાતને મૂકવાથી બ્રાન્ડ અવેરનેસમાં સુધારો થાય છે અને તમારો બિઝનેસ આગળ વધી શકે અથવા નવા કસ્ટમર અને વિવિધ ઓડિયન્સ સાથે ઓળખ વધે છે. બિઝનેસ એવોર્ડ મેળવવા માટે અરજી પ્રક્રિયાના પરિણામે તમારે પોતાની જાતનું અલગ જ અંદાજથી નિરીક્ષણ કરવું પડે છે. તેમજ તમારી સ્પર્ધકો સાથે જાતની સરખામણી કરવી પડે છે. એવોર્ડ વિજેતા થવાથી તમારી પ્રવૃત્તિઓને મંજૂરીની મહોર મળે છે, ભાવિ સંબંધો, સ્ટાફને પ્રેરણા અને પ્રતિભાઓને આકર્ષવામાં મદદ સાંપડે છે. આથી એક બાબત અતિ મહત્ત્વની છે કે તમારે પોતાની જાતને નોમિનેટ કરતી વખતે વિચારવાનું રહે છે કે આ નોમિનેશન ક્યાં થઈ રહ્યું છે કારણ કે જાણે અજાણે તેઓ અપરિવર્તનીય ઇતિહાસનો હિસ્સો બની રહ્યા છે.

ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સને એસ્યોરન્સ, ટેક્સ, ટ્રાન્ઝેક્શન અને એડવાઈઝરી સેવાઓમાં વૈશ્વિક અગ્રણી EYને તેમના હેડલાઈન સ્પોન્સર તરીકે જાહેર કરવામાં આનંદ અને ગર્વ થાય છે. આ ઉપરાંત, શાંતિ હોસ્પિટાલિટી અને એડવર્ડિયન હોટેલ્સ પણ એવોર્ડ્સના સ્પોન્સર છે, જ્યારે કલર્સ ટીવી તેના મીડિયા પાર્ટનર છે. યુકેના સૌથી પ્રગતિશીલ અને ઉદ્યોગસાહસિક વંશીય જૂથોમાં અગ્રણી બ્રિટિશ એશિયન્સ માટે ૧૯૭૨થી પ્રકાશિત કરવામાં આવતા સમાચાર સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ (ABPL) દ્વારા આયોજિત ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ દ્વારા તમામ બિઝનેસીસ અને પ્રોફેશન્સના વ્યક્તિઓના નોંધપાત્ર કાર્યોને સન્માનિત કરવામાં આવે છે. 

એશિયન એચિવર્સ એવોર્ડ્સ ૨૦૧૭ના નોમિનીઝ

એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ

અકીલા અહમદ- શી સ્પીક વી હીઅરના સ્થાપક

દેવીન્દર કૌર BEM- SWEDAના ચીફ એક્ઝિક્યુટિવ

સબા નસીમ BEM- ક્રિકેટ કોચ/ ધારાશાસ્ત્રી

વનિતા પટેલ MBE- એન્ટિ-સ્લેવરી ઈન્ટરનેશનલ

સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર

હસીબ હમીદ- ઈંગ્લેન્ડના ક્રિકેટર

નીથુ હરિદાસ- ફૂટબોલર

શિવકુમાર રામાસામી-ટેકવોન્ડો કોચ

તાનિઆ નાદારાજાહ-પેરાલિમ્પિયન

બિઝનેસ પર્સન ઓફ ધ યર

પૂનમ ગુપ્તા OBE- પીજી પેપર કંપની લિમિટેડ

શાહિદ શેખ OBE- ક્લિફ્ટન પેકેજિંગ ગ્રૂપ

સુરિન્દર અરોરા- અરોરા ગ્રૂપ

ઝૂબેર ઈસા અને મોહસિન ઈસા- યુરો ગેરેજિસ

એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર

અર્જૂના ગિહાન ફર્નાન્ડો OBE- ફ્રીફોર્મર્સના સ્થાપક

અલિક વર્મા- ઓસ્પેરના CEO

લિઝા સોહનપાલ- નોમ નોમ્સ વર્લ્ડ ફૂડના સ્થાપક

મધુબન કુમાર- મેટાફ્યુઝ્ડના CEO

વિમેન ઓફ ધ યર

ડો. ફૈઝા શાહીન- CLASSના ડાયરેક્ટર

જગદીપ રાય- બાર્કલેઝમાં કોર્પોરેટ બેન્કિંગના વડા

શિવી જેર્વિસ- ડિજિટલ સ્પેશિયાલિસ્ટ

ડો. તારા સ્વાર્ટ- ન્યૂરોસાયન્ટિસ્ટ

પ્રોફેશનલ ઓફ ધ યર

ફયાઝ અફઝલ OBE - બેરિસ્ટર

મનીષ જુનેજા- ડિજિટલ હેલ્થ ફ્યુચરિસ્ટ

પ્રોફેસર સંજય શર્મા- કાર્ડિયોલોજિસ્ટ

સર શંકર બાલાસુબ્રમનીઅમ FRS- કેમિસ્ટ

એચિવમેન્ટ ઈન મીડિયા

એન્જેલા સૈની- સાયન્સ જર્નાલિસ્ટ અને લેખિકા

કોકો ખાન- ધ ગાર્ડિયનમાં પત્રકાર

તનિકા ગુપ્તા MBE-નાટ્યલેખિકા

ટિના દાહેલી- BBCમાં બ્રોડકાસ્ટ/જર્નાલિસ્ટ

એચિવમેન્ટ ઈન આર્ટ્સ એન્ડ કલ્ચર

અમ્રિત કૌર લોહાઈમ- સારંગીવાદક

નનિતા દેસાઈ-કમ્પોઝર

પોલ સિંહા-કોમેડિઅન

રાયન ચેટ્ટિયાવર્દાના- આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ બારટેન્ડર

યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ

અનુજા રવિન્દ્ર ધીર QC- જજ

લેફ્ટનન્ટ બ્રિજિન્દર સિંહ નિજ્જર- આર્મી

કુલબીર પસરિચા- કેન્ટ પોલીસ

શરન ઘુમાન MBE- યુકે હોમ ઓફિસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter