વીતેલા વર્ષ ૨૦૧૯નું વિહંગાવલોકનઃ દેશ-વિદેશ

Tuesday 07th January 2020 05:37 EST
 
 

વીતેલા વર્ષ ૨૦૧૯ દરમિયાન આંતરરાષ્ટ્રીય તખતે બનેલી વિવિધ ઘટનાઓની આછેરી ઝલક...

જાન્યુઆરી
• કેન્યાની ફાઈવસ્ટાર હોટેલ પર હુમલોઃ ૧૪નાં મોત
• અમદાવાદમાં જન્મેલા ઉશીર પંડિત યુએસમાં સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ
• કોંગોમાં રાષ્ટ્રપતિ પદે ફેલિક્સ શીસેકેદી
• કાબૂલમાં સિક્યુરિટી બેઝ પર હુમલોઃ ૧૦૦નાં મોત
• અમેરિકામાં હરવિન્દર સિંહ ડોડ પર વંશીય હુમલો
• અમેરિકામાં હિમતોફાનઃ ૧૧ કરોડને અસર
• મેક્સિકોમાં તેલચોરી વખતે વિસ્ફોટમાં ૬૬નાં મોત
• જાપાનમાં વિશ્વના સૌથી વૃદ્ધ નોનોકાનું ૧૧૩ વર્ષની વયે નિધન

ફેબ્રુઆરી
• યુએસના કેન્ટકીમાં સ્વામીનારાયણ મંદિર પર ધાર્મિક દ્વેષયુક્ત હુમલો
• યુએસ વિઝાફ્રોડ દેશવ્યાપી દરોડામાં ૬૦૦ ભારતીય વિદ્યાર્થીની અટકાયત
• ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં સદીનું વિનાશક પૂર
• સાઉદી પ્રિન્સ ભારતમાંઃ રૂ. ૭ લાખ કરોડના રોકાણની જાહેરાત

માર્ચ
• જોહાનિસબર્ગમાં ઓડના રવિ પટેલ પર અશ્વેતો દ્વારા ફાયરિંગઃ સારવાર દરમિયાન મોત
• પુલવામામાં આતંકી હુમલાના વિરોધમાં યુએન મુખ્યાલય બહાર ભારતીયોનું વિરોધ પ્રદર્શન
• અમેરિકામાં વિનાશક ટોર્નેડો ત્રાટક્યુંઃ ૨૩નાં મોત
• વિયેતનામમાં ડોનાલ્ડ ટ્રમ્પ - કિમ જોંગ વચ્ચે મંત્રણા નિષ્ફળ
• યુગાન્ડામાં ઇન્ટરનેટ પર ટેક્સઃ ૨૫ લાખ લોકોનો નેટત્યાગ
• ઈથિયોપિયા પ્લેન ક્રેશઃ વડોદરાના દંપતી, જમાઈ, દીકરી, બે પૌત્રીઓનાં મોત
• યુએસમાં ૯૩ લાખ ડોલરનું ફ્રોડઃ પૃથ્વીરાજ ભીખાની ધરપકડ
• વેનેઝુએલા બ્લેકઆઉટઃ ૧.૩ કરોડ લોકોને હેરાનગતિ
• ન્યૂ ઝીલેન્ડમાં બે મસ્જિદમાં હુમલોઃ ૯ ભારતીય સહિત પ૦નાં મોત
• આફ્રિકાના મલાવી, ઝિમ્બાબ્વે, મોઝામ્બિકમાં વાવાઝોડું-પૂર
• ‘બોમ્બ’ વાવાઝોડાએ અમેરિકામાં ૨૫ રાજ્યોમાં તબાહી મચાવી
• જોહાનિસબર્ગમાં દક્ષિણ ગુજરાતના રાંદેરના સિરાઝ પટેલની હત્યા
• સાઉથ કેરોલિનામાં આંકલાવના યુવક કુશ પટેલ પર ગોળીબાર
• યુએસમાં વિઝાફ્રોડ કેસમાં ભારતીય રવિ બાબુ કોલાની અટકાયત
• હ્યુસ્ટનમાં થેલમા ચૈકા નામની મહિલાએ ૯ મિનિટમાં ૬ બાળકોને જન્મ આપ્યો
• ભારતીય-અમેરિકન નિઓમી રાવની કોલંબિયાની કોર્ટ ઓફ અપીલ્સમાં જજ તરીકે વરણી
• પાકિસ્તાનમાં બે હિંદુ યુવતીઓનું બળજબરી ધર્મપરિવર્તન
• માલીમાં ઉગ્રવાદી હુમલામાં ૧૧૫ ગ્રામજનોની હત્યા
• ઘાનામાં બસ દુર્ઘટનામાં ૬૦થી વધુ મોત
• ચીનમાં કેમિકલ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટઃ ૪૭નાં મોત

એપ્રિલ
• નેપાળમાં વાવાઝોડું-વરસાદઃ ૩૫નાં મોત
• ગાઝા પટ્ટીએ હજારો પેલેસ્ટાઈનીના દેખાવમાં ૪નાં મોત
• ભારતીય સરબદે પાકિસ્તાનનો તોપમારોઃ બીએસએફ અધિકારી શહીદ, એક બાળકીનું મોત
• અમેરિકામાં વલસાડના આધેડ ભીખુભાઈ પટેલની હત્યા
• અમેરિકામાં ગોંડલનાં લીના જોશીને વુમન ઓફ ધ યર સન્માન
• વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડાઃ જેફ બેઝોસે પત્ની મેકેન્ઝીને વળતર પેટે ૨૫૦૦ બિલિયન ડોલર ચૂકવ્યા
• અમેરિકામાં હેલ્થ સ્કેમઃ બાબુભાઈ રાઠોડને ૯.૫ લાખ ડોલરનો દંડ અને ૧૨ વર્ષની કેદ
• માલદિવઃ ભારત સમર્થક મોહમ્મદ નશીદના પક્ષને બહુમતી
• અફઘાનમાં અથડામણઃ ૯૯ આતંકી ઠાર, ૧૨ જવાનો શહીદ
• યુએસ વિઝા ફ્રોડઃ ત્રણ ભારતીય કન્સલટન્ટ દોષિત
• યુએસ – મેક્સિકો સરહદ સીલઃ ૧.૨૫ લાખ વાહનો થંભી ગયા
• યુક્રેનના રાષ્ટ્રપતિ પદે કોમેડિયન વોલોદિમીર ઝેલેનસ્કી
• પાકિસ્તાનમાં હિંદુ યુવતીનું અપહરણ
• ભ્રષ્ટાચારના આરોપી પેરુના પૂર્વ રાષ્ટ્રપતિ એલન ગાર્સિયાનો આપઘાત
• નોર્થ કોરિયાએ ફરી અણુ પરીક્ષણ કર્યું
• કોલંબોમાં ઈસ્ટર ડે રક્તિરંજિતઃ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં ૨૫૦થી વધુનાં મોત
• કેન્યાની એગર્ટન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદે નરેન્દ્ર રાવલ
• ડ્રગ્સ રાખવા બદલ ભારતીય ઉદ્યોગપતિ નેસ વાડિયાને બે વર્ષ કેદની સજા ફરમાવતી જાપાનીઝ કોર્ટ

મે
• ભારતનો યુએનમાં વિજયઃ આતંકી સંગઠન જૈશે મહોમ્મદનો વડો મસૂદ વૈશ્વિક આતંકી જાહેર
• કેનેડાની નદીમાં તણાઇ જતા કચ્છના આદિપુરના યુવાન રાહુલ અસનાનીનું મૃત્યુ
• અમેરિકાએ આકરી વિઝાનીતિ અટકાવીઃ ૨ લાખ ભારતીયોને લાભ
• અફીણયુક્ત દવાના પ્રિસ્ક્રિપ્શન આપનાર ડો. નાથ કપૂરને યુએસમાં કેદ
• શ્રીલંકાના આતંકી સંગઠનની કુલ સંપત્તિ રૂ. ૭૦૦ કરોડઃ શ્રીલંકન સીઆઈડી
• ૧૧ આતંકવાદી સંગઠન પર પાકિસ્તાન દ્વારા પ્રતિબંધ
• લાહોરમાં સૂફી દરગાહ પાસે આત્મઘાતી હુમલોઃ ૧૨નાં મોત
• જગજિત પાવડિયા ઈન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડના બીજી વખત સભ્ય
• ગણપતિની પ્રિન્ટવાળી ટોયલેટ સીટ-ડોરમેટ બનાવનાર એમેઝોન વિરુદ્ધ કેસ

જૂન
• ઓમાનથી દુબઈ જતી બસને અકસ્માતઃ ૮ ભારતીય સહિત ૧૭નાં મોત
• સત્તા સંભાળ્યા પછી મોદી સૌથી પહેલા માલદિવની મુલાકાતેઃ આતંકને વૈશ્વિક રાક્ષસ ગણાવ્યો
• મોદીની શ્રીલંકા યાત્રાઃ કોલંબો વિસ્ફોટના મૃતકોને શ્રદ્ધાંજલિ
• ‘બિશ્કેક’માં ભારત છવાયુંઃ ઘોષણાપત્રમાં આતંકના મુદ્દાને સ્થાન
• કટ્ટરપંથી ફેઝ હમીદ પાક. ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના વડા
• ઈઝરાયલના વડા પ્રધાનનાં પત્ની સારા નેતન્યાહુ પબ્લિક ફંડનો દુરુપયોગ કરવાના કેસમાં દોષી
• પૂર્વીય કોંગોમાં હિંસાઃ ૭૦નાં મોત
• નાઈજિરિયામાં સશસ્ત્ર લૂંટારા ત્રાટક્યાઃ ૪૦ ગ્રામજનોની હત્યા
• અમેરિકામાં ચંદ્રશેખર સુનકારાના ઘરમાં ઘૂસી ફાયરિંગઃ ૪ પરિવારજનોનાં મોત
• એન્ટિગુઆમાં મેહુલ ચોકસીનું નાગરિકત્વ રદ કરાયું (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter