શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC -UK દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮થી ૯ હજાર જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સંકુલ, સ્મૃતિ ગ્રંથ વિમોચન તેમજ સમુહભોજનની મોજ માણી હતી. આ પ્રસંગે એકાદ લાખ પાઉન્ડના ખર્ચે તૈયાર કરાયેલ બાળ સંકુલ ખુલ્લુ મૂકાયું હતું. મુખ્ય મહેમાન તરીકે સ્થાનિક સાંસદ સ્ટીફન પાઉન્ડ, ભુજ મંદિરના કોઠારી ભગવદપ્રિયદાસજી સ્વમી, યુકેમાં જન્મેલા શાસ્ત્રી ઘનશ્યામપ્રસાદજી, 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ત્રણ દિવસની જહેમત ઉઠાવીને સંસ્થાની ૧૧ બહેનોએ લંડનની સૌથી વિરાટ રંગોળી બનાવી હતી. પ્રસ્તુત તસવીરમાં રંગોળી બનાવનાર બહેનો મંજુબેન સિયાણી, ધાની કેરાઇ, પુષ્પા વરસાણી, રંજના ભોજાણી, હીરૂ ભૂડીયા, વિજયા હાલાઇ, નિર્મલા જેસાણી, સુમિત્રા હાલાઇ, રમા વેકરીયા, કંચન ભૂડીયા અને કાંતાબેન ગોરાસીયા નજરે પડે છે. વધુ અહેવાલ આગામી સપ્તાહોમાં રજૂ થશે.