સુરતથી ૨૧ વર્ષથી પ્રકાશીત થતા ગુજરાતી ટેક્ષટાઇલ મેગેઝીન 'ટેક્ષટાઇલ ગ્રાફ', હિન્દી સાપ્તાહિક અને ત્રિમાસીક ઇંગ્લીશ મેગેઝીનના તંત્રી અને પ્રકાશક શ્રી અમરીશભાઇ ભટ્ટ યુકેની મુલાકાતે પધાર્યા છે. શ્રી અમરીશભાઇ ઇટલીના મિલાન ખાતે યોજાયેલા ITMA-2015 ટેક્ષટાઇલ મેળામાં ભાગ લેવા ઇટલી ગયા હતા અને યુકે થઇને ગુરૂવારે ભારત પરત થશે.
શ્રી અમરીશભાઇ ભટ્ટ મૂળ અમદાવાદના વતની છે અને તેઅો લાગલગાટ ૧૫ વર્ષ સુધી ટાઇમ્સ અોફ ઇન્ડિયા અમદાવાદ અને સુરત, ગુજરાત સમાચાર (ભારત) અને જન્મભૂમી ગૃપના 'વ્યાપાર' અખબારમાં પણ સેવા આપી ચૂક્યા છે. અમરીશભાઇ મોટીવેશનલ ટ્રેઇનર તરીકે વિવિધ કોર્પોેટ હાઉસના અધિકારીઅો અને પ્રોફેશનલ્સને સેવાઅો આપે છે. તેઅો એલએલબી, એમબીએ અને બીએસસીની ડીગ્રી અને પત્રકારત્વમાં ગોલ્ડ મેડલ ધરાવે છે. આ અગાઉ યુરોપ, યુકે, ચાઇના અને વિિવધ દેશોની મુલાકાત લઇ ચૂકેલા અમરીશભાઇના પત્ની પ્રો. ગીતાબેન ભટ્ટ તાજેતરમાં જ નિવૃત્ત થયા છે. સંપર્ક: 07875 229 211.