લંડનઃ ઈન્ડિયન જર્નાલિસ્ટસ એસોસિએશન (IJA)એ શોરડીચમાં કોર્ટહાઉસ હોટલ ખાતે તેની સૌ પ્રથમ સમર પાર્ટીનું ૩૦ જુલાઈને શુક્રવારે આયોજન કર્યું હતું. આ સમારોહમાં પત્રકારો, સાંસદો, પીઅર્સ, લંડનના ડેપ્યૂટી મેયર ફોર બિઝનેસ, વ્યાપારી સંસ્થાઓ, યુનિવર્સિટી પ્રતિનિધિઓ, બિઝનેસ, ઉદ્યોગ અને કોમ્યુનિટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતિથિવિશેષપદે ભારતના યુકે ખાતેના હાઈ કમિશનર સુશ્રી ગાયત્રી ઈસ્સાર કુમાર હાજર રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ IJAના પ્રમુખ રૂપાંજના દત્તાના ટૂંકા પ્રવચન સાથે થયો હતો. તેમણે પત્રકારોના અથાગ કાર્ય વિશે વક્તવ્ય આપ્યું હતું. તેમણે અફઘાનિસ્તાનના કંદહારમાં તાલીબાનોએ ઈજા પહોંચાડ્યા પછી તાજેતરમાં મૃત્યુ પામેલા ભારતીય પત્રકાર દાનિશ સિદ્દિકીને શ્રદ્ધાંજલિ આપી હતી.
હાઈ કમિશનરે ઉપસ્થિતોને સંબોધતા યુકે - ભારતની હાલની ભાગીદારી, નોર્થ વેલ્સમાં રેક્સહામ ખાતે વોકહાર્ટ યુકે વેક્સિન ફેસિલીટીની તાજેતરની તેમની મુલાકાત અને ભારતમાં યોજાનારી હેલ્થ સમિટ અથવા COP 26 વિશે અને યુકેના બર્મિંગહામમાં હેલ્થકેર કોન્ફરન્સ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે આજના વિશ્વમાં ઉકેલોના પછી તે અહી રોજગારીનું સર્જન કરવાનું હોય કે અહીં મુખ્ય ઉત્પાદન એકમ સ્થાપવાનું હોય તેના ભાગરૂપ થવું તે ભારત – યુકે સહકારની ક્ષમતાનું યોગ્ય ઉદાહરણ છે. આપણે પારસ્પારિક લાભ માટે દુનિયાના બાકીના ભાગ માટે વેક્સિન અને ક્રિટિકલ કેર ફાર્માસ્યુટિકલ્સ લાવવાનું કાર્ય કરીએ છીએ.
તેમણે ઉમેર્યું, ' તે જ રીતે મેં સ્કોટલેન્ડ અને વેલ્સમાં બિઝનેસ કોમ્યુનિટી એવી ભારતીય કોમ્યુનિટી જોઈ. તેમને ભારત – યુકેની ગાથાનો ભાગ બનવાનો ભારે ઉત્સાહ છે. ત્યાં પડકારો પણ છે. ત્યાં એવી સમસ્યાઓ પણ છે જેના પ્રત્યે આપણે બન્નેએ ધ્યાન આપવાની અને તેનો ઉકલ લાવવાની જરૂર છે. આ પડકારો અંગે સાથે મળીને કામ કરવાની આપણી દ્રઢ પ્રતિબદ્ધતા છે.
આગામી નવેમ્બરમાં યોજાનારી COP 26 ભારત – યુકેના સંબંધોમાં મોટી બાબત બનશે. નો પ્લાસ્ટિક્સ કહીએ કે આપણી પાસે લો કાર્બન ફૂટપ્રિન્ટ છે તે કે તે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન છે. તે આપણા વડા પ્રધાનની વ્યક્તિગત પહેલ છે. હકીકત એ છે કે આપણી પાસે સંસ્થાઓ છે જે ક્લીન એનર્જી માટે ઈનોવેટિવ ટેક્નોલોજી લાવવા વિકાસ કરી રહેલા દેશો સાથે મળીને કામ કરી રહી છે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે IJAને સંદેશો પાઠવ્યો હતો જે સંસ્થાના સેક્રેટરી રીતિકા સિદ્ધાર્થે વાંચી સંભળાવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે ઈન્ડિયન ડાયસ્પોરાને માહિતગાર કરવામાં અને પ્રેરણા પૂરી પાડવામાં વ્યાપક ભૂમિકા ભજવવા બદલ હું IJAને બીરદાવું છું.૨૦૩૦ રોડમેપમાં નક્કી કર્યા મુજબ આપણા વડા પ્રધાનોનું સ્પષ્ટ વિઝન છે જે યુકે - ભારત ભાગીદારીમાં નવા યુગનો પ્રારંભ કરાવશે. હેલ્થ કેર, ક્લાઈમેટ, વેપાર, શિક્ષણ, સાયન્સ અને ટેક્નોલોજી તથા સંરક્ષણના ક્ષેત્રે સહકાર વધશે. ભારત સાથેની આપણી નવી મોબિલિટી એન્ડ માઈગ્રેશન પાર્ટનરશિપ યુકે અને ભારતમાં રહેતા હજારો યુવાનોને બીજા દેશમાં રહેવાની અને કામ કરવાની તકો પૂરી પાડશે. આ આર્થિક અને સાંસ્કૃતિક આદાન – પ્રદાનથી આપણને સૌને લાભ થશે.
કાર્યક્રમના અંતમાં અવિ સેનગુપ્તાએ સિતારવાદન રજૂ કર્યું હતું. જેમાં મિલિન્દ નાઈકે તબલા પર સંગત આપી હતી.