LT ફૂડ્સનું યુકેમાં નવી ફેસિલિટી સાથે રાઈસ અને રાઈસ આધારિત ફૂડ માર્કેટમાં વિસ્તરણ

Tuesday 16th July 2024 14:21 EDT
 
 

હેરો (ઈંગ્લેન્ડ): કન્ઝ્યુમર ફૂડ ક્ષેત્રમાં 70 વર્ષથી વધુ જૂની ભારતીય મૂળની FMCG ગ્લોબલ કંપની LT ફૂડ્સ દ્વારા હાર્લોમાં નવી અત્યાધુનિક ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ નવી ફેસિલિટી સાથે LT ફૂડ્સ યુકેમાં રાઈસ બજારમાં ક્રાંતિ લાવવા તેમજ વિશ્વસનીય અને પ્રીમિયમ રાઈસ અને રાઈસ આધારિત ફૂડ પ્રોડક્ટ્સની માગને પહોંચી વળવા સજ્જ છે

LT ફૂડ્સની આ નવી ફેસિલિટી વિશાળ 100,000 સ્ક્વેર ફીટના એરીઆમાં વિસ્તરેલી છે. વિવિધ કન્ઝ્યુમર માગને પહોંચી વળવા વિવિધ પ્રકારના વિકલ્પો પૂરા પાડવા માટે આ નવી સુવિધા બ્રાન્ડેડ અને ખાનગી લેબલ પ્રકારની પ્રોડક્ટ્સ ઓફર કરશે.

યુકેમાં ચોખા અને ચોખા આધારિત ફૂડ માર્કેટનું મૂલ્ય આશરે 1 બિલિયન પાઉન્ડ જેટલું છે. આ તકને ઝડપી લેવા LT ફૂડ્સે આ નવી સુવિધામાં 7 મિલિયન પાઉન્ડનું પ્રારંભિક ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે અને આગામી વર્ષોમાં તે વધારીને 50 મિલિયન પાઉન્ડ સુધી લઈ જવા પ્રતિબદ્ધ છે. કંપની આગામી બે વર્ષમાં 50 મિલિયન પાઉન્ડની વાર્ષિક રેવન્યુ હાંસલ કરવાની અપેક્ષા ધરાવે છે અને આગામી પાંચ વર્ષની અંદર 100 મિલિયન પાઉન્ડની રેવન્યુનો લક્ષ્યાંક ધરાવે છે. કંપની સ્થાનિક પ્રતિભાઓને રોજગારની તક પણ પૂરી પાડશે.

કંપનીએ યુકેમાં 4 અગ્રણી રીટેઈલર્સ સાથે ભાગીદારી કરી લીધી છે અને તેને આગળ વધારવાની પણ યોજના છે. આ ઉપરાંત, નવી ફેસિલિટી વાર્ષિક 60,000 ટન ચોખાની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને આગામી વર્ષો દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ કરવાનો તખતો ગોઠવાઈ ગયો છે.

આ પ્રસંગે LT ફૂડ્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વિજય અરોરાએ જણાવ્યું હતું કે,‘ યુકેમાં અમારી નવી અત્યાધુનિક ફેસિલિટી બાબતે અમે ઘણા ઉત્તેજિત છીએ. અમે આ માર્કેટમાં ઊંડે સુધી પહોંચવાનો ઈરાદો રાખીએ છીએ ત્યારે અમારા ભાવિ વિકાસ માટે આ બજાર ભારે મહત્ત્વનું છે.’

LT ફૂડ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ શ્રી અશ્વની અરોરાએ જણાવ્યું હતું કે,‘ અમારા સ્ટેકહોલ્ડર્સ હંમેશાં અમારી સફળતાના કેન્દ્રમાં રહેલા છે. યુકેમાં વિસ્તરણ કરવા સાથે અમે અમારું ઉચ્ચ ગુણવત્તાનું નૈવેદ્ય ગ્રાહકો સમક્ષ લઈ જવાનો હેતુ રાખવા સાથે અમારા સ્ટેકહોલ્ડર્સને અસાધારણ મૂલ્ય આપવાનું યથાવત રહે તે પણ ચોક્કસ કરવા માગીએ છીએ.’

LT ફૂડ્સ યુરોપ B.V.ના મેનેજિંગ ડાયરેક્ટર મિ. વિકાસ માગૂને પોતાના વિચારો પ્રગટ કરતા કહ્યું હતું કે, ‘યુકેમાં આ નવી અત્યાધુનિક ફેસિલિટીનું ઉદ્ઘાટન યુકેના ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની રાઈસ પ્રોડક્ટ્સની વધતી જતી માગને પહોંચી વળવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.’




to the free, weekly Gujarat Samachar email newsletter