લંડનઃ બિઝનેસ એજ્યુકેશનમાં વિશ્વપ્રણેતા S P Jain ગ્રૂપ દ્વારા લંડનના ફાઈનાન્સિયલ, બિઝનેસ અને ટેક ડિસ્ટ્રિક્ટ કેનારી વ્હાર્ફમાં અત્યાધુનિક S P Jain લંડન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (SPJ લંડન)નું 21 નવેમ્બરે સત્તાવાર લોન્ચિંગ કરાયું છે. આ લોન્ચિંગ સમારોહમાં પૂર્વ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર યુનિવર્સિટીઝ, સાયન્સ, રિસર્ચ એન્ડ ઈનોવેશન લોર્ડ જો જ્હોન્સન, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના પૂર્વ મિનિસ્ટર ઓફ સ્ટેટ નિક ગિબ સહિત બિઝનેસ સમુદાયના અગ્રણીઓ અને સરકારના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભમાં સંબોધન કરતા નિક ગિબે જણાવ્યું હતું કે,‘લંડનમાં તમે જે હાંસલ કર્યું છે અને આ દેશમાં ડીગ્રી એનાયત કરવાની સત્તા પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીય સંસ્થા બનવા બદલ અભિનંદન. SPJ લંડનનું લંડનમાં કેમ્પસ સ્થાપવા અને વંચિત વિદ્યાર્થીઓને વિશ્વમાં અન્ય કેમ્પસીસમાં જવા છાત્રવૃત્તિઓ ઓફર કરવાનું વિઝન મને પ્રભાવિત કરી ગયું છે. આ છાત્રવૃત્તિઓથી ચાર બ્રિટિશ વિદ્યાર્થીઓને S P Jainના સિંગાપોરસ્થિત અદ્ભૂત કેમ્પસમાં અભ્યાસ કરવા મોકલાશે. ખરેખર સુંદર મોડેલ છે.’
S P Jain ગ્રૂપના સ્થાપક અને પ્રેસિડેન્ટ નીતિશ જૈને જમાવ્યું હતું કે,‘ લંડન વૈશ્વિક બિઝનેસ અને ઈનોવેશનનું એપિસેન્ટર છે અને અમને આ લેન્ડસ્કેપનો હિસ્સો બનવાનો રોમાંચ છે. અમારું મિશન સ્થાપિત અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને અમારા અસરકારક અને નવતર અભિગમો અને ટેકનોલોજીથી પડકાર ફેંકવાનું છે. ગ્લોબલ બિઝનેસ લીડર્સને તૈયાર કરવાનો અમારો સમૃદ્ધ ઈતિહાસ અને ટ્રેક રેકોર્ડ રહ્યો છે અને લંડન દ્વારા પ્રતિભાના જોશીલા ચિત્રપટને ઓફર કરાય છે અને વિશ્વતખતા પર પોતાના ચિહ્નો છોડી જાય તેવી નેતાઓની ભાવિ પેઢીના ઘડતરમાં યોગદાન આપવાનો અમને ઉત્સાહ છે.’
યુકે કાઉન્સિલ ઓન ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ એફેર્સ (UKCISA)ના પ્રેસિડેન્ટ લોર્ડ કરણ બિલિમોરિયાએ ઉમેર્યું હતું કે,‘ વિદ્યાર્થીઓ SPJ લંડનમાં આવે અને અભ્યાસ કરે તે હકીકત, તેઓ અહીં લંડન,ઓસ્ટ્રેલિયા, દુબઈ, સિંગાપોર, ભારતમાં અભ્યાસ કરી શકે છે તે હકીકત જ અભૂતપૂર્વ છે. SPJ લંડન જે પ્રકારે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે જ રીતે તમે તેનો ઉપયોગ કરી શકો છો તે ખરેખર અદ્ભૂત છે. તમે બહેતર કરી રહ્યા છો. તમે વિદ્યાર્થીઓને વિશ્વના વિદ્યાર્થીઓને સમગ્ર વિશ્વના અનુભવો ઓફર કરવા જઈ રહ્યા છો.’
લોન્ચિંગ પછી ચર્ચામાં, S P Jain લંડન સ્કૂલ ઓફ મેનેજમેન્ટના જનરલ મેનેજર બિઝનેસ ડેવલપમેન્ટ ગૌરવ જેને કહ્યું હતું કે,‘ SPJ લંડનના લોન્ચિંગ સાથે S P Jain ગ્રૂપ વિશ્વની અગ્રણી ફાઈનાન્સિયલ અને સાંસ્કૃતિક રાજધાનીઓમાં એક લંડનના હાર્દમાં વિશ્વસ્તરીય બિઝનેસ એન્યુકેશન લાવી રહેલ છે. આ સ્કૂલ સત્તાવારપણે યુકેના હાયર એજ્યુકેશન રેગ્યુલેટર ઓફિસ ફોર સ્ટુડન્ટ્સ સાથે રજિસ્ટર્ડ થયેલ છે અને ગત ત્રણ વર્ષમાં ન્યૂ ડીગ્રી એવોર્ડિંગ પાવર્સ ધરાવતા નવા પાંચ પ્રોવાઈડર્સમાં એક છે. SPJ લંડન યુકે અને વિદેશના વિદ્યાર્થીઓને બેચલર અને માસ્ટર્સ ક્વોલિફિકેશન્સમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ ડીગ્રીમાં આગળ વધવાની તક આપશે. વિદ્યાર્થીઓને ગ્રૂપના દુબઈ, સિંગાપોર, સિડની અને મુંબઈના એક અથવા વધુ કેમ્પસીસમાં અભ્યાસની અનોખી તક મળશે.’
S P Jain સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટના ડાયરેક્ટર ઓફ ફાઈનાન્સ બેપ્સી જૈને જણાવ્યું હતું કે,‘ભારતની આઝાદીની ચળવળમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા કલ્પનાશીલ ભારતીય ઉદ્યોગપતિ, ફિલાન્થ્રોપિસ્ટ અને પાર્લામેન્ટેરીઅન દિવંગત S P Jainની યાદમાં 2004માં S P Jain ગ્રૂપની સ્થાપના થઈ હતી. તેમના પૌત્ર નીતિશ જૈને 2004માં દુબઈમાં S P Jain સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટની સ્થાપના કરી હતી અને તેનું વિસ્તરણ સિંગાપોર, સિડની અને મુંબઈ ખાતે કરાયું હતું. સંસ્થાને ધ ઈકોનોમિસ્ટ, ફોર્બસ, ફાઈનાન્સિયલ ટાઈમ્સ, બ્લૂમબર્ગ બિઝનેસવીક, અને ટાઈમ્સ હાયર એજ્યુકેશન-વોલ સ્ટ્રીટ જર્નલ સહિત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સન્માન અને સ્વીકૃતિ પ્રાપ્ત થયેલ છે.’