લંડનઃ વેમ્બલીના પ્રસિદ્ધ ‘દેસી ઢાબા’ના ચિંતન પંડ્યાની આગેવાની હેઠળ વાર્મપ્રો- WarmPro ટીમ ઈપ્સવિચમાં વાસ્તવિક તફાવત સર્જવા એકત્ર થઈ હતી. ટીમ દ્વારા 100થી વધુ વિન્ટર કેર પેક્સનું વિતરણ કરાયું હતું તેમજ હુફાળું ભોજન અને ડ્રિન્ક્સ પણ પીરસ્યા હતા. આ ઉપરાંત, સફોક કોમ્યુનિટી ફાઉન્ડેશનની ‘સર્વાઈવિંગ વિન્ટર અપીલ’ માટે ભંડોળ એકત્ર કરાયું હતું જે બાબત આ કામગીરી સાથે સંકળાયેલા સહુના સમર્પણ અને અનુકંપાના પુરાવા સમાન બની રહી હતી.
આ કામગીરી શક્ય બનાવનારી અદ્ભૂત ટીમના સભ્યો અને પાર્ટનર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરવા સાથે જણાવાયું હતું કે હુંફાળા, સલામત અને વધુ આરામદાયી ઘર અને જિંદગીઓ રચવાના વાર્મપ્રોના મિશનને ઉત્સાહ અને પ્રતિબદ્ધતા આગળ વધારે છે. લોકો સમાન ઉદ્દેશ માટે સાથે મળીને કામ કરે છે ત્યારે જ આમ થાય છે.