લંડનઃ કાર અકસ્માતમાં પગનો કેટલોક ભાગ ગુમાવી દેનારી ટ્રાવેલ જર્નાલિઝમ અને માર્કેટિંગમાં કામ કરતી ૪૩ વર્ષીય શાર્લોટ સ્વીફ્ટે તેના પતિની વીમા કંપની સામે હાઈ કોર્ટમાં ડેમેજિસનો કેસ કર્યો હતો. કંપનીએ તેની જવાબદારી સ્વીકારી હતી.
વીમા કંપની ૨ મિલિયન પાઉન્ડ ચૂકવવા તૈયાર હતી જ્યારે શાર્લોટે ૭ મિલિયન પાઉન્ડની માગણી કરી હતી. કંપનીએ ડેમેજિસની રકમનો નિર્ણય જજ મિસિસ જસ્ટિસ લેમ્બર્ટ પર છોડ્યો હતો. જજે વીમા કંપનીને £૪ મિલિયન પાઉન્ડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. ઓક્ટોબર, ૨૦૧૩માં M5 પર કાર અકસ્માત થયો ત્યારે શાર્લોટના પતિ માલ્કમ કારપેન્ટર કાર ડ્રાઈવ કરતા હતા.