બર્મિંગહામઃ આગના સંજોગોમાં સુરક્ષાની અપૂરતી વ્યવસ્થા બદલ ટીવર્ટન રોડ પર સેલી ઓકમાં આવેલા એક મકાનના ૩૪ વર્ષીય માલિક અમિત શર્માને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે ૧,૨૫૦ પાઉન્ડ કોસ્ટ તેમજ ૨,૭૯૫ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો.
તેણે કોર્ટ સમક્ષ કબૂલ્યું હતું કે તે હાઉસ ઓફ મલ્ટિપલ ઓક્યુપન્સી લાયસન્સ મેળવી શક્યો ન હતો અને HMO મેનેજમેન્ટના નિયમોનો ભંગ કર્યો હતો. મકાનમાં અપૂરતી સુરક્ષા વ્યવસ્થાની ફરિયાદ સાથે તેના એક ભાડૂતે કાઉન્સિલ પાસે ગયા ઓક્ટોબરમાં મદદ માગી હતી.
બર્મિંગહામ સિટી કાઉન્સિલ દ્વારા જણાવાયું હતું કે નિયમોનું ઉલ્લંઘન કરીને તથા સુધારા કરવા માટે અધિકારીઓએ આપેલી સૂચનાની અવગણના કરીને શર્માએ તેના ભાડૂતોના જીવ જોખમમાં મૂક્યા હતા.