લંડનઃ આગામી સામાન્ય ચૂંટણીના સંદર્ભે નેશનલ કોંગ્રેસ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO) દ્વારા મંગળવાર ૨૩ મેએ રાજકીય ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચાસભા કડવા પાટીદાર હોલ, કેનમોર એવન્યુ હેરો, HA3 8LU ખાતે સાંજના ૭.૩૦થી રાત્રિના ૧૦ સુધી યોજાશે. પોલિટિકલ ડિબેટમાં કન્ઝર્વેટિવ, લેબર, લિબરલ ડેમોક્રેટ્સ, SNP, UKIP અને ગ્રીન પાર્ટી સહિતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. હિન્દુ કોમ્યુનિટીના સભ્યોને પણ મોટી સંખ્યામાં ચર્ચાસભામાં હાજર રહેવા અને પોતાનો અવાજ સંભળાવવા રજૂઆત કરવા ખાસ આમંત્રણ છે.
હિન્દુ સમુદાયના મતનું વિશેષ મહત્ત્વ છે ત્યારે તેની સાથે યોગ્ય વર્તન કરવામાં આવે તેવી માગણી ઉઠાવવી આવશ્યક છે. આમ, ચર્ચાસભામાં ગુજરાતી કે હિન્દુ કોમ્યુનિટીએ કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવારને શા માટે મત આપવો જોઈએ?નો મુદ્દો ઉઠાવાશે. હિન્દુ એકતા જ આપણી તાકાત છે અને અત્યાર સુધી આપણી કોમ્યુનિટીને અવગણવામાં આવી છે ત્યારે આપણી કોમ્યુનિટીના પ્રશ્નો, ચિંતા, લાગણી અને સમસ્યાઓ રાજકીય પક્ષો સમક્ષ રજૂ કરવામાં આવે તે પણ મહત્ત્વ ધરાવે છે.
આ કાર્યક્રમમાં સાંજના ૬.૦૦થી ૭.૧૫ સુધી શાકાહારી બુફે ડિનરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. વધુ માહિતી માટે NCGOના પ્રેસિડેન્ટ સી. જે. રાભેરુનો સંપર્ક ફોન 07958 275 222 મારફત કરી શકાશે.