યુવાવયે તબીબી ક્ષેત્રે અનેક ગોલ્ડ મેડલ મેળવી ઉજ્જવળ કારકિર્દી ધરાવતા નવ - દંપતિ ડો. ધ્રુમિલ પટેલ અને ડો. પૃથા પટેલ તાજેતરમાં લંડનની મુલાકાતે આવ્યા છે.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી ડો. ધ્રુમિલ પટેલે (૨૮) અોર્થોપેડિકમાં ૨૦૧૫માં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ યુ.એસ.એ., કોરીયા અને પૂણેમાંથી રમતગમત ક્ષેત્રે થતી ઇજાઅોની તાલિમ, અમેરિકાથી ટ્રોમા સ્પેશીયાલીસ્ટ અને જર્મનીમાં જોઇન્ટ સર્જન તરીકેની તાલિમ, અનુભવ અને ફેલોશીપ મેળવ્યો હતો. હાલ તેઅો વેલ્સમાં ડો. યોગેશ નાથદ્વારાવાલાના હાથ નીચે ફૂટ અને એન્કલ સર્જરીની તાલીમ માટે આવ્યા છે. આગામી સપ્તાહે અમેરિકા તાલીમ માટે જશે. તેઅો વડોદરાના જાણીતા અોર્થોપેડીક સર્જન ડો. મહેશભાઇ પટેલના સુપુત્ર છે. એમના માતુશ્રી દક્ષાબેન પણ ડેન્ટીસ્ટ છે.
એમનું કુટુંબ નાણાં કરતા દર્દીની સારવારને વધુ મહત્વ આપે છે. નાણાંના અભાવે કોઇ ગરીબ દર્દી એમના ઉંબરે પગ મૂક્યા પછી પાછો જતો નથી. તેમની સાથે તેમના પત્ની પૃથા (૨૫) પટેલ પણ પાંચેક દિવસની ટૂંકી મુલાકાતે લંડન આવ્યાં હતા. જેમણે વડોદરાની એમ.એસ. યુનિમાંથી MBBSમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને હાલ મેડીસીનમાં એમ.ડી.કરી રહ્યાં છે. લંડનની NHSની દર્દીના રેકોર્ડ માટેની વ્યવસ્થાથી પ્રભાવિત થઇ વડોદરાના પોતાની હોસ્પીટલમાં પણ આવી જ પધ્ધતિનો અમલ કરવાનું સપનું સેવે છે. સંપર્ક: USA 7087 893 267.