આરા પટેલને જ્યુ જિત્સુ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ

Wednesday 16th October 2024 05:54 EDT
 
 

લંડનઃ જર્મનીમાં 5 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર 2024 દરમિયાન આયોજિત યુનાઈટેડ નેશન્સ જ્યુ જિત્સુ કોમ્પિટિશન એન્ડ કોંગ્રેસ ખાતે આરા વેલેન્ટિના પટેલે ગ્રેટ બ્રિટન માટે નોંધપાત્ર વિજય હાંસલ કર્યો હતો. પોતાના વયજૂથમાં પણ સૌથી નાની વયની સ્પર્ધક હોવાં છતાં, આરાએ ત્રણ ઈવેન્ટ્સમાં પ્રવેશ મેળવ્યો હતો અને અભૂતપૂર્વ પ્રતિભા અને નિર્ધાર દર્શાવવાં સાથે ટીમ GB માટે ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યો હતો.

તેની આ સફળતાના પરિણામે, ઓગસ્ટ 2025માં યોજાનારી યુકે નેશનલ્સ ખાતે તેમજ 2026માં ઈટાલીમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ માટે ટીમ GBમાં આરાની પસંદગી કરાઈ છે.

આરા પટેલ નિશ્ચિતપણે જ્યુ જિત્સુમાં ઉભરતો સિતારો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter