લંડનઃ દર વર્ષે યોજાતા ઈસ્લામોફોબિયા એવોર્ડ્ઝ હકીકતે જોખમી હોવાનું પૂર્વ ઈક્વલિટિઝ વડા ટ્રેવર ફિલિપ્સે જણાવ્યું હતું, જેમને ઈસ્લામિક હ્યુમન રાઈ્ટસ કમિશન (IHRC) દ્વારા વિવાદાસ્પદ અને વ્યંગાત્મક એવોર્ડ માટે નોમિનેટ કરાયા છે.
ફિલિપ્સે જણાવ્યું હતું કે ‘આ એવોર્ડના લિસ્ટમાં જે લોકો છે તેમને ‘ઈસ્લામોફોબ’નું લેબલ લાગી જાય છે. મને અથવા અન્ય વ્યક્તિને ઈસ્લામોફોબ તરીકે ઓળખાવવાથી લોકોને અમને નુક્સાન પહોંચાડવાનો પરવાનો મળી જાય છે. તેઓ માત્ર એટલું જ કહેશે કે આ માત્ર શાબ્દિક અને રાજકીય છે. આ કોઈ જોક નથી. ખરેખર ગંભીર બાબત છે. આવા અભિયાન જાહેર જીવનની વ્યક્તિઓને આપણા સમાજમાં એકતા વિશે કશું બોલતા અટકાવવાની ધમકીના પ્રયાસનો એક ભાગ છે.’