દહેરાદૂનઃ ઉત્તરાખંડ ચારધામ યાત્રા શરૂ થતાં પહેલાં પોલીસ અને વહીવટી તંત્ર સહિત અન્ય વિભાગોની તૈયારી પુરજોશમાં ચાલે છે. કેદારનાથ-બદરીનાથ, ગંગોત્રી-યમુનોત્રી સહિત ચારેય ધામોના કપાટ ખોલવાની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 30 એપ્રિલે ખુલશે જ્યારે કેદારનાથ ધામના કપાટ બીજી મેના રોજ અને બદરીનાથ ધામના કપાટ ચોથી મેના રોજ ખુલશે. શ્રી હેમકુંડ સાહિબના કપાટ 25 મેએ ખુલશે. યાત્રાળુઓએ ઓનલાઇન કે ઓફલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન વિના ચારધામ યાત્રા કરી શકશે નહીં. યાત્રાળુઓ વેબસાઇટ registrationandtouristcare.uk.gov.in અથવા તો touristcareuttarakhand મોબાઇલ એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે.