એક્સટરના ઐતિહાસિક ગિલ્ડહોલમાં વેદિક ગાયત્રી મંત્ર અને શાંતિ પાઠનું પઠન

Wednesday 23rd October 2024 04:55 EDT
 
 

લંડનઃ એક્સટરમાં રોયલ ડેવોન યુનિવર્સિટી ટ્રસ્ટ હોસ્પિટલના ચેપલન્સી સેન્ટર ખાતે ઓમ ડેવોનેશ્વર મહાદેવ શિવાલય આવેલું છે જેના કોઓર્ડિનેટર તરીકે રવિન્દ્ર નથવાણી કાર્યરત છે. આ વર્ષે સિટીના લોર્ડ મેયર દ્વારા તેમની પસંદગી મેયરના એક ચેપ્લિન તરીકે કરવામાં આવી છે. નગરના ઈતિહાસમાં પ્રથમ વખત જ મેયર દ્વારા ચેપ્લિન્સની મલ્ટિફેઈથ ટીમની પસંદગી કરવામાં આવી છે જે વૈવિધ્યપૂર્ણ વસ્તીને સુસંગત છે.

એક્સટર સિટીના 1000 વર્ષથી વધુ પુરાણા ઐતિહાસિક ગિલ્ડહોલમાં 15 ઓક્ટોબર 2024ના દિવસે લોર્ડ મેયર, કાઉન્સિલર્સ અને જાહેર જનતાના સભ્યોની ઉપસ્થિતિમાં રવિન્દ્રભાઈને વેદિક ગાયત્રી મંત્ર અને શાંતિ પાઠ (યુનિવર્સલ પીસ પ્રેયર્સ)નું પઠન કરવાનું અમૂલ્ય બહુમાન પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે લોર્ડ મેયર, ડેપ્યુટી મેયર અને એક્સટર સિટી કાઉન્સિલના સીઈઓ મિસ બિન એન. અર્જૂન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter