લંડનઃ ઓક્સફર્ડનો કાઉલી રોડ કાર્નિવલ ૧૭ વર્ષથી થીમ આધારિત સરઘસો, વર્કશોપ્સ તથા સંગીત અને નૃત્યના મંચન માટે પ્રખ્યાત છે. આ વર્ષે કાર્નિવલને માણવા ૫૦,૦૦૦થી વધુ લોકો આવ્યા હતા. સામાન્યપણે કાર્નિવલમાં કેરેબિયન્સ, સાઉથ અમેરિકન, આફ્રિકન અને યુરોપિયન થીમનું પ્રભુત્વ રહે છે પરંતું, આ વર્ષે પરંપરાગત ભારતીય નૃત્યોએ જાદુ પાથર્યો હતો.
બીજી જુલાઈ, રવિવારે શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ, લોકનૃત્ય કોલી તેમજ બોલીવુડ આધારિત નૃત્યની રજૂઆત સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ અને સૂર ભારતી વિમેન્સ ગ્રૂપ દ્વારા કરવામાં આવી હતી.
લોકનૃત્ય અને બોલીવુડ નૃત્યોની રજૂઆત આહના ઘોષ સિક્કા, મૌમિતા ભટ્ટાચારજી, મોના જેઠવા પટેલ, રાશિ અરોરા, રશ્મિ લાખપાતે, શિવાંગી ગોખલે, સુવર્ચાલા માડીરેડ્ડી, અને શ્વેતા કુમારે કરી હતી. શાશ્ત્રીય નૃત્યો રાગસુધા વિન્જામુરીએ રજૂ કર્યાં હતાં.