વોશિંગ્ટન: ઓહિયો સ્ટેટમાં હિન્દુ સ્ટુડન્ટ્સને હવે દિવાળીની રજા મળશે. સાથે જ તેઓ તેમના ધાર્મિક પર્વ પર એક જ એકેડેમિક સેમેસ્ટરમાં બીજી બે રજા પણ લઈ શકશે. ઓહિયોના ગુજરાતી સેનેટર નીરજ અંતાણીએ જણાવ્યું કે, આ નવું બિલ ઓહિયોમાં હિન્દુઓની એક અવિશ્વસનીય જીત છે. ઓહિયો અમેરિકાનું એવું પહેલું સ્ટેટ છે કે જ્યાં દરેક વિદ્યાર્થીને દિવાળીની રજા મળશે. કાયદા અનુસાર વિદ્યાર્થીઓને દિવાળી રજા સિવાય બીજી બે ધાર્મિક રજા લેવાની મંજૂરી હોવાથી ગુજરાતી સ્ટુડન્ટ નવરાત્રિ માટે, તેલુગુ હિન્દુ સ્ટુડન્ટ ઉગાડીની, તમિલ હિન્દુ સ્ટુડન્ટ પોંગલની, બંગાળી હિન્દુ સ્ટુડન્ટ દુર્ગા પૂજાની, પંજાબી સ્ટુડન્ટ લોહડીની રજા લઇ શકશે.