યુગાન્ડાના જિન્જાના બિઝનેસ ટાયકુન સ્વ. મનુભાઇ માધવાણીના મોટા પુત્ર કમલેશભાઇ માધવાણીએ તાજેતરમાં લંડન ખાતે તેમનો 70મો જન્મદિન ઉજવ્યો હતો. રોઝવૂડ હોટેલમાં યોજાયેલી આ બર્થડે પાર્ટીમાં પરિવારજનો-મિત્રો ઉપરાંત વિશ્વના વિવિધ દેશોમાંથી 100થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કમલેશભાઇની બે પુત્રીઓ જયા અને શિફા માધવાણી, તેમના ભાઇ શ્રેય માધવાણી તેમજ ખુદ કમલેશભાઇએ મહેમાનોને સંબોધ્યા હતા. પહેલી તસવીરમાં (ડાબેથી) શિફા, શિલા તથા કમલેશભાઇ માધવાણી, જયા અને ફેબિયો જ્યારે બીજી તસવીરમાં નિમિષા માધવાણી, કમલેશભાઇ અને શીલા માધવાણી.