લંડનઃ તાજેતરના કેર ક્વોલિટી કમિશન (CQC)ના ઈન્સ્પેક્શનમાં હેરોસ્થિત એવોર્ડવિજેતા કેર હોમ કરુણા મેનોર કેર હોમને ‘સલામત, અસરકારક, સારી સંભાળ, પ્રતિભાવ અને સબળ નેતૃત્ત્વ’ના તમામ ક્ષેત્રમાં ગૂડ માર્કિંગ અપાયું છે. આનો અર્થ એ થાય છે કે સમગ્રતયા રિઝલ્ટ ‘ગૂડ’ છે, જે કેર હોમ માટે મહાન સિદ્ધિ સમાન છે.
કરુણા મેનોર કેર હોમના મેનેજર રુથ કિગ્ગાએ જણાવ્યું હતું કે, ‘અમારા ખુશખુશાલ નિવાસીઓ અને તેમના પરિવારોથી માંડી અમારા સમર્પિત ટીમ મેમ્બર્સ સહિત સમગ્ર કરુણા મેનોર માટે આ ભારે ગૌરવની બાબત છે.’
કેર હોમના એક નિવાસીએ જણાવ્યું હતું કે, ‘અહીંનો સ્ટાફ ખરેખર અદ્ભૂત છે. કોઈ પણ બાબત તેમના માટે ખલેલ કે કંટાળાજનક નથી. તેઓ અમને વ્યસ્ત રાખવા સાથે અમારું મનોરંજન કરાય તેનું ખાસ ધ્યાન રાખે છે. અહીનું શાકાહારી ભોજન સ્વાદિષ્ટ છે.’
એક નિવાસીના સગાંએ જણાવ્યું હતું કે, ‘અમારી માતાની જે રીતે સંભાળ રાખવામાં આવે છે તેનાથી અમે ખુશ છીએ. તેની તમામ આધ્યાત્મિક જરુરિયાતો કેર હોમમાં જ આવેલા મંદિર થકી પૂર્ણ થાય છે. સારસંભાળ લેનારી ટીમના મોટા ભાગના સભ્યો ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે, જેના પરિણામે વાતચીત સરળતાથી થઈ શકે છે.’
કરુણા મેનોર હેરો વિસ્તારમાં આવેલું એવોર્ડવિજેતા લક્ઝરી કેર હોમ છે. અહીં નિવાસ અને નર્સિંગ-સુશ્રુષાની સારસંભાળની આવશ્યકતા હોય તેમજ યાદશક્તિ ક્ષીણ થઈ ગઈ હોય તેવા લોકોની ગુણવત્તાપૂર્ણ સંભાળ રાખવામાં આવે છે. અહીંના નિવાસીઓની આધ્યાત્મિક જરુરિયાતો કેર હોમના જ પૂજારી અને મંદિર તેમજ યજ્ઞશાળા મારફત પૂર્ણ કરવામાં આવે છે. કેર હોમમાં જ શાકાહારી ભોજન રાંધવામાં આવે છે અને તે વાનગીઓ શ્રેષ્ઠ કક્ષાની સ્વાદિષ્ટ બની રહે છે.
કરુણા મેનોર વિશે વધુ માહિતી મેળવવા આનંદ ભટ્ટનો સંપર્ક [email protected] અને 0208 861 9600 નંબર પર સાધી શકાશે તેમજ www.karunamanor.co.uk વેબસાઈટ પર પણ જાણકારી મળી શકશે.