લંડનઃ સમગ્ર નોર્થ ઓફ ઈંગ્લેન્ડ અને સાઉથ એશિયાના ૧૧ કળા સંગઠનોના રચાયેલા નવા નેટવર્ક ‘ધ ન્યુ નોર્થ એન્ડ સાઉથ નેટવર્ક’ દ્વારા ખંડોના સહભાગી વારસાની ઉજવણી તથા કળાત્મક પ્રતિભાઓ વિકસાવવાના ઉદ્દેશ સાથે સંયુક્ત કમિશન્સ, પ્રદર્શનો અને બૌદ્ધિક વિનિમયના ત્રણ વર્ષના પ્રોગ્રામની જાહેરાત કરી હતી.
ધ ન્યુ નોર્થ એન્ડ સાઉથ નેટવર્ક’ના પ્રોગ્રામમાં અગ્રણી બાંગલાદેશી, ભારતીય, પાકિસ્તાની, શ્રી લંકન અને યુકેના કળાકારોની નોંધપાત્ર કૃતિઓને મહત્ત્વ આપવા સાથે માન્ચેસ્ટર, લીડ્ઝ અને લિવરપૂલ તેમજ કોલંબો, ઢાકા, લાહોર, કરાચી અને કોચી નવા કળાત્મક કમિશન્સ, પ્રદર્શનો અને પરફોર્મન્સીસનો સમાવેશ થાય છે. આ નેટવર્ક બંને ખંડના વિવિધ ઓડિયન્સને બાંગલાદેશ, ભારત, પાકિસ્તાન, શ્રી લંકા અને યુકેની શ્રેષ્ઠ વર્તમાન કળાનો રોમાંચ પીરસવા ઈચ્છે છે.
નવા નેટવર્કમાં માન્ચેસ્ટર મ્યુઝિયમ, લિવરપૂલ બાયેનિઅલ, લીડ્ઝનું ધ ટેટ્લી, કોલંબો બાયેનિઅલ (શ્રી લંકા), ઢાકા આર્ટ સમિટ (બાંગલાદેશ), કરાચી અને લાહોર બાયેનિઅલ્સ (પાકિસ્તાન), કોચી-મ્યુઝિરિસ બાયેનિઅલ (ભારત) અને બ્રિટિશ કાઉન્સિલનો સમાવેશ થાય છે.