કિથ વાઝનો આઠમી વખત પાર્લામેન્ટમાં ચૂંટાવાનો વિક્રમ

Monday 12th June 2017 09:47 EDT
 
 

લેસ્ટરઃ ભારતીય મૂળના દીર્ઘકાલીન સેવારત સાંસદ કિથ વાઝ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં સતત આઠમી વખત લેસ્ટર બેઠક પરથી પુનઃ ચૂંટાઈ આવ્યા છે, જે એક વિક્રમ છે. વેસ્ટમિન્સ્ટરમાં તેમના ૩૦ વર્ષના લાંબા રાજકીય ઈતિહાસમાં તેમની તરફેણમાં સૌથી વધુ ૩૫,૧૧૬ મત પડ્યા હતા અને તેમણે સૌથી વધુ ૨૨,૪૨૮ મતની સરસાઈથી આ ચૂંટણી જીતી હતી.

કિથ વાઝે જણાવ્યું હતું કે,‘પુનઃ ચૂંટાઈ આવવાથી મને ભારે સન્માન પ્રાપ્ત થયું છે. લેસ્ટર મહાન નગર છે અને મને ફરીથી તેના પ્રતિનિધિ બનવાનો આનંદ થયો છે. હું આટલી સરસાઈ મળી તે માની જ શકતો નથી.’ કિથ વાઝે બ્રેક્ઝિટ વિશે જણાવ્યું હતું કે,‘ થેરેસા મેએ બ્રેક્ઝિટ માટે જે જનાદેશ માગ્યો હતો તે યુકે પાસેથી મેળવી શક્યાં નથી. તેમણે ફરીથી પાર્લામેન્ટ સાથે પરામર્શ કરવો જ જોઈએ. તેમણે આ ચૂંટણી અગાઉ બ્રેક્ઝિટનો આરંભ કરવો જોઈતો ન હતો. મારા મતવિસ્તારમાં ૬,૦૦૦ પોર્ટુગીઝ પાસપોર્ટધારકો વસે છે. તેમને તાત્કાલિક અસરથી યુકેમાં કાયમી વસવાટનો અધિકાર આપવામાં આવે તે આવશ્યક છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter