કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર માર્ક કાર્ની 6 એપ્રિલે ટોરોન્ટો ખાતે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન રામના જન્મદિન રામનવમીની ઊજવણી નિમિત્તે હિન્દુ કોમ્યુનિટીના સભ્યો સાથે સામેલ થયા હતા. તેમણે રામનવમીની શુભેચ્છા પાઠવી આ મુલાકાત અંગે સોશિયલ મીડિયા પર મેસેજ મૂકી હિન્દુ પરંપરા અને સંસ્કૃતિનો લાભ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કેબિનેટ મિનિસ્ટર અનિતા આનંદે આ ઈવેન્ટની તસવીરો પણ મૂકી હતી. ઉલ્લેખનીય છે કે પ્રાઈમ મિનિસ્ટરની મુલાકાત 28 એપ્રિલે યોજાનારી ફેડરલ ચૂંટણીઓના થોડા સપ્તાહ અગાઉ યોજાઈ હતી.