કેન્ટન મંદિર ગોલ્ડન જ્યુબીલી મહોત્સવની ઉજવણી કરશે

Wednesday 23rd December 2015 07:30 EST
 

શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિર, કેન્ટનની ગોલ્ડન જ્યુબીલી મહોત્સવની ઉજવણીનું શાનદાર આયોજન આગામી તા. ૨૫મી ડીસેમ્બર ૨૦૧૫થી શુક્રવાર તા. ૧ જાન્યુઆરી ૨૦૧૬ દરમિયાન કરવામાં આવ્યું છે. બુધવાર તા. ૩૦મી ડીસેમ્બર, ૨૦૧૫થી શુક્રવાર તા. ૧ જાન્યુઆરી ૨૦૧૬ દરમિયાન આચાર્ય શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થીત રહેશે.

ઉત્સવ દરમિયાન રોજ સવારે ૮-૪૫થી ૧૧ અને સાંજે ૪-૩૦થી ૭ દરમિયાન કથાનો લાભ મળશે. સાંજે ૭-૪૫થી ૯-૩૦ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ મળશે. તા. ૨૫ના રોજ પોથી યાત્રા અને શુભારંભ સમારોહ, તા. ૨૬ના રોજ બપોરે ૧૨ વાગે ઘનશ્યામ નર્સરી કાર્યક્રમ અને મર્યાદા પુરૂષોત્તમ સંગીત કાર્યક્રમનો લાભ મળશે. તા. ૨૭ના રોજ યુકેના મંદિરો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, તા. ૨૮ના રોજ રાસ અને દાંડીયા ઉત્સવ, તા. ૨૯ના રોજ બપોરે ૩ કલાકે રાજ ઉપચાર અને મહિલાઅોના સાંસ્કૃતિક કાર્યક્રમ અને પુરૂષોના ઇન્ટરેક્ટીવ કાર્યક્રમ, તા. ૩૦ના રોજ દોઢ લાખ દંડવત અને સીડી વિમોચન તેમજ તા. ૩૧ના રોજ શોભા યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને તા. ૧ જાન્યુઆરીના રોજ ઘનશ્યામ મહારાજ અભિષેક અને સમાપન સમારોહ સંપન્ન થશે.

તા. ૨૯ના રોજ પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજ લંડન પધારશે અને ઉત્સવની ઉજવણીમાં જોડાશે. ભૂજ મંદિરના ૮ સંતો આ પ્રસંગમાં ભાગ લેવા પધારી ચૂક્યા છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter