શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, કેન્ટન-હેરો ખાતે આંતર રાષ્ટ્રિય યોગા દિનની ઉજવણી ૨૧ જુને કરવામાં આવી હતી.
મંદિરમાં છેલ્લા પંદર વર્ષથી યોગા વર્ગો દર મંગળવારે સાંજે સાડા સાત વાગે બે મોટા હોલમાં ચાલે છે. જેનો લગભગ ૯૦ જેટલા ભાઇ-બહેનો લાભ લે છે. કોવીદ પેનેડેમીક દરમિયાન લોકડાઉનમાં ય વર્ગો ચાલતા અને સેંકડો ભાઇ-બહેનો તેમજ મંદિરના ભક્તજનો લાભ લઇ પોતાની તન-મનની તંદુરસ્તી જાળવતાં. આ વર્ગોમાં વિવિધ ક્ષમતાવાળી દરેક વ્યક્તિઓની જરૂરિયાત પર લક્ષ અપાય છે જેથી એની માંગ વધુ રહે છે.
એની ભારે સફળતાનું કારણ એના યોગા શિક્ષક ભરતભાઇ મહેતાનો ફાળો પણ નોંધપાત્ર છે. જેઓ શરુઆતથી જ મંદિરના ભક્તોને યોગા શીખવાડવાની સેવા આપે છે. એની સફળતાના પ્રતાપે યોગા કરનારાઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. યોગા બાદ બધા જ ભક્તજનોને પ્રસાદની સેવા પૂરી પડાય છે.
યોગામાં ભાગ લેનારા મંદિરના ટ્રસ્ટીઓ સાથે મળીને કેટલીક સ્થાનિક ચેરિટીઓ જેવી કે, ગો ધાર્મિક, એશિયાના, મેનકેપ, સેઁટ લ્યુક્સ હોસ્પીસ વગેરે માટે વર્ષોથી ફંડ ફાળો એકત્ર કરવામાં અનુદાન આપે છે.