કોપનહેગનઃ ભગવાન કૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીના તહેવારને કોપનહેગનમાં ભારતીય કોમ્યુનિટીએ સાથે મળીને ઊજવ્યો હતો. ભજનો, નૃત્યો અને પરંપરાગત આરતી સાથેની આ ઊજવણીમાં 100થી વધુ લોકો હાજર રહ્યા હતા. આ ઊજવણી સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક બની રહી હતી જેમાં, બાળકોએ રાધા અને કૃષ્ણના વેશ ધારણ કર્યાં હતાં. આ ઉપરાંત, પરંપરાગત ભારતીય વાનગીઓ સાથે ઊજાણી થઈ હતી.
આ ઈવેન્ટ ડેનમાર્ક જેવા દૂરના દેશ સહિત સમગ્ર વિશ્વમાં ભારતીય પરંપરાઓને જીવંત રાખવામાં આવે છે તેનું જ્વલંત ઉદાહરણ છે. પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવામાં કોમ્યુનિટીની સમર્પિતતા ખરેખર પ્રેરણાદાયી છે. અંતર ગમે તેટલું હોય પરંતુ, ભારતીય કોમ્યુનિટીમાં જન્માષ્ટમી જેવા તહેવારોની ઊજવણીનો ઉત્સાહ મજબૂત રહે છે.