લંડન, વોશિંગ્ટનઃ કોરોના વાઈરસ મહામારીમાં લોકોને આર્થિક નુકસાન ગયું પણ સામાજિક સંબંધોમાં ઘણો સુધારો આવ્યો હોવાની માન્યતા છે. પતિ અને પત્ની તેમજ બાળકો ઘરમાં સાથે રહેતા થયા તેની સારી અસર તરીકે તેઓ એકબીજાને વધુ સારી રીતે જાણતા થયા હતા. જોકે, આ સિક્કાની એક બીજી બાજુ પણ છે કે પતિ-પત્ની અથવા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડના સંબંધો ખરાબ પણ થયા છે.
પીપલ મેગેઝિન દ્વારા લોકડાઉનના એક વર્ષમાં આવા સંબંધો વિશે કબૂલાતોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વભરના લોકોએ છાનીછપની અથવા તો અનામી ગુપ્ત કબૂલાતો સાંભળતી ‘વ્હીસ્પર કન્ફેશન્સ’ (Whisper) એપ પર પોતાના પાર્ટનર્સ સાથેના સંબંધો વિશે જે જણાવ્યું તે ખરેખર ચોંકાવનારું છે. ઘણા લોકોને ઓછો સમય સાથે માણવા મળ્યો હોવાની ફરિયાદ હતી તો ઘણા લોકોએ એમ પણ કહ્યું હતું હતું કે લોકડાઉનના સમયનો ભરપૂર ઉપયોગ તેમણે પ્રેમ માણવામાં કર્યો હતો.
ઘણા લોકોએ ‘વ્હીસ્પર કન્ફેશન્સ’ એપમાં એવી કબૂલાતો પણ કરી છે કે મહામારી પછી તેઓ તેમના પતિઓ સાથે ડાઈવોર્સ લેવાના છે કારણકે ઘરમાં ફરજિયાત સાથે રહેવાની હાલતે તેઓ પતિને કેટલી બધી નફરત કરે છે તે સમજાવી દીધું છે. એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ માત્ર ચાર કલાક જેટલા અંતરે રહેતો હતો. અને લોકડાઉન દરમિયાન રોજ ફેસટાઈમ વીડિયો કોલથી સંપર્કનું વચન આપ્યું હોવાં છતાં તેણે ફેસટાઈમનો ઉપયોગ કર્યો ન હતો.
અને લોકડાઉન દરમિયાન રોજ ફેસટાઈમ વીડિયો કોલથી સંપર્કનું વચન આપ્યું હોવાં છતાં તેણે ફેસટાઈમનો ઉપયોગ કર્યો ન હતો. મહામારી પછી તે નવો પાર્ટનર શોધી લેશે. યુએની એક યુવતીએ સ્વીકાર્યું હતું કે, ‘ગ્લોબલ ક્રાઈસીસના આ સૌથી ખરાબ સમયમાં તે લોકડાઉનમાં બોયફ્રેન્ડ સાથે ક્વોરેન્ટાઈનમાં ફસાઈ ગઈ હતી, હવે તેની સાથે ઊભે પણ બનતું નથી અને સંબંધ રાખવા ઈચ્છતી નથી.’ એક વ્યક્તિએ એવી કબૂલાત કરી છે કે તેને ફિયાન્સી સાથે ૧૪ દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવાની ફરજ પડી ત્યારે સૌથી વધુ ચિંતા સંબંધોની થઈ હતી કારણકે સાથે રહેવાથી એકબીજાને સાંખી શકીશું કે કેમ તેના વિશે તેઓ નિશ્ચિંત ન હતા. યુએસની એક વ્યક્તિએ કબૂલ્યું હતું કે તેને પતિ સાથે દલીલબાજી થવાનું રોજિંદુ હતું પરંતુ કોરોના વાઈરસ મહામારીમાં તેમના વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી હતી.
‘વ્હીસ્પર કન્ફેશન્સ’ એપ પરની કબૂલાતો માત્ર નિરાશાજનક નથી. લોકડાઉને સંબંધોમાં સારી અસર પણ પેદા કરી છે. ઓસ્ટ્રેલિયાથી એક યુઝરે જણાવ્યું હતું કે,‘ સોશિયલ ડિસ્ટન્સિંગે તેમના લગ્નને બચાવી લીધા હતા કારણકે તેમને ઘરમાં સાથે રહેવાની ફરજ પટવાથી લગ્નની સમસ્યાઓ ઉકેલવાનો સારો સમય મળી ગયો હતો. વધુ એક યુઝરે જણાવ્યું હતું કે ગર્લફ્રેન્ડ સાથે સૌથી સારો સમય ગાળવા મળ્યો હતો. તેઓ વધુ પ્રામાણિકતા સાથે પ્રેમમાં પડ્યા હતા.
યુકેના એક યુગલે કબૂલાત કરી હતી કે તેમના બોયફ્રેન્ડને કોરોના વાઈરસની તીવ્ર અસર હતી અને તે ઝડપથી સાજો થઈ જાય તેવી આશા દર્શાવી હતી. બોયફ્રેન્ડના સાજા થવા પછી તેઓ તેમની પ્રથમ મુલાકાત થઈ હતી ત્યાં જઈને લગ્નનો પ્રસ્તાવ મૂકવાના છે.
કોરોના વાઈરસના કારણે યુએસના એક પરિવારને અલગ રહેવાની સ્થિતિ સર્જાઈ હતી. પતિ તબીબ હતો અને પત્ની તેમની ૧૦ મહિનાની દીકરી સાથે રહેતી હતી તે રુમમાં સાથે રહેવા જઈ શકતો ન હતો. દીકરી રોજ પિતા શા માટે ગળે લગાવતા નથી તેવી ફરિયાદ સાથે રડતી રહેતી હતી. આ પછી તે પત્નીએ લોકોને પોતાની ફરજ બજાવતા રહેવાની પણ અપીલ કરી હતી.